
Nepal violence ‘Kantupar Dainik’ fire: નેપાળની રાજધાની કાઠમંડુમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો દરમિયાન દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ કાંતિપુર પબ્લિકેશન્સના કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી છે. આ ઘટનાએ નેપાળના રાજકીય અને સામાજિક વાતાવરણમાં નવો વળાંક લાવ્યો છે. આ સરકાર તરફી હોવાનું કહેવાઈ છે. ભારતના ગોદી મિડિયાની જેમ ત્યાં તેને ‘ઓલી મિડિયા’ અથવા ‘ગોદી મિડિયા’ તરીકે ઓળખવામાં આવતુ હતુ.
આ વિરોધ પ્રદર્શનો 8 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ થયા હતા, જ્યારે નેપાળ સરકારે ફેસબુક, એક્સ, યુટ્યુબ અને અન્ય મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જાહેર કર્યો. સરકારનું કહેવું હતું કે આ પ્લેટફોર્મ્સે નેપાળમાં નોંધણી કરાવી નથી અને સ્થાનિક નિયમોનું પાલન કર્યું નથી. આ નિર્ણયનો યુવા વર્ગ, ખાસ કરીને જનરેશન Zએ, જોરદાર વિરોધ કર્યો. આ વિરોધ ટૂંક સમયમાં હિંસક બની ગયો, જેમાં 8 સપ્ટેમ્બરે પોલીસના ગોળીબારમાં 19 લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા.
नेपाल के गोदी मीडिया, “कांतिपुर दैनिक” का दफ़्तर फूँक डाला।
भरोसा टूटे तो प्रचार मशीन सबसे पहले निशाने पर आती है- गोदी मीडिया सबक़ ले। pic.twitter.com/G6wZ6ELisu
— Surya Pratap Singh IAS Rtd. (@suryapsingh_IAS) September 9, 2025
9 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા, જેમાં વિરોધીઓએ સંસદ ભવન, સિંઘા દરબાર, સુપ્રીમ કોર્ટ, અને નેપાળી કોંગ્રેસના કેન્દ્રીય કાર્યાલય જેવી મહત્વની સંસ્થાઓને નિશાન બનાવી. પૂર્વ વડાપ્રધાનની પત્નીને પણ આલ લગાડી મારી નાખવામાં આવી છે. આ હિંસક કાર્યવાહીઓ દરમિયાન કાંતિપુર પબ્લિકેશન્સના થાપાથલી, કાઠમંડુ સ્થિત કાર્યાલયને આગ લગાડવામાં આવી, જે નેપાળના મીડિયા જગત માટે એક ગંભીર ફટકો છે.
કાંતિપુર પબ્લિકેશન્સ પર હુમલો
કાંતિપુર પબ્લિકેશન્સ, જે નેપાળનું અગ્રણી અખબાર ‘કાંતિપુર ડેઇલી’ અને અંગ્રેજી દૈનિક ‘ધ કાઠમંડુ પોસ્ટ’ પ્રકાશિત કરે છે, તે દેશના મીડિયા ઉદ્યોગનું એક મજબૂત સ્તંભ છે. આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોની ઊંડાણપૂર્વકની કવરેજ માટે જાણીતી છે. જોકે, આગ લગાડવાની ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે વિરોધીઓએ કાંતિપુરને સરકારની નજીકની સંસ્થા તરીકે જોઈને નિશાન બનાવ્યું હોઈ શકે. સાથે સાથે તે ‘ઓલી મિડિયા’ તરીકે ઓળખાય છે.
આગને કારણે કાંતિપુરના કાર્યાલયને નોંધપાત્ર નુકસાન થયું છે. થાપાથલીમાં આવેલી આ બિલ્ડિંગમાં અન્ય વ્યાપારી સંસ્થાઓ અને કાર્યાલયો પણ સ્થિત છે, જેને પણ નુકસાન થયું હોવાની શક્યતા છે. ઘટના બાદ કાંતિપુરની વેબસાઇટ, ખાસ કરીને ધ કાઠમંડુ પોસ્ટ, કાર્યરત ન હતી, જે નુકસાનની તીવ્રતાનો સંકેત આપે છે. વધુમાં કાંતિપુર ટેલિવિઝનના પત્રકાર શ્યામ શ્રેષ્ઠાને વિરોધ દરમિયાન રબરની ગોળીઓ વાગી હતી, જેનાથી મીડિયા કર્મચારીઓ પરના હુમલાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. નેપાળમાં નેતાઓને ભગાડી ભગાડીને માર મારવામાં આવ્યો છે. ઘણા વડાપ્રધાન સહિત મોટા નેતાઓએ રાજીનામા આપી દીધા છે.
ભારે વિરોધ બાદ પ્રતિબંધ હટાવ્યો
9 સપ્ટેમ્બરની મોડી રાત્રે સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો, પરંતુ આ નિર્ણયથી વિરોધીઓનો ગુસ્સો શાંત થયો નથી. કાઠમંડુ વેલી અને અન્ય જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, અને સરકારે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વધુ સુરક્ષા બળો તૈનાત કર્યા છે. આ ઘટનાઓના પરિણામે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે, જે દર્શાવે છે કે આ વિરોધ પ્રદર્શનો નેપાળના રાજકીય ઇતિહાસમાં એક નિર્ણાયક વળાંક લાવી શકે છે.
આ પણ વાંચો:
Nepal Protests: 18 લોકોના મોત બાદ નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી શરુ કર્યા
MP: બે પોલીસકર્મીઓ બાર ગર્લ્સ સાથે અશ્લીલ ડાન્સ કરતાં કેમેરામાં કેદ, વીડિયો જોશો તો…
UP News: પરિણીત મહિલાને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોઈ ગઈ 6 વર્ષની બાળકી, અને પછી જે થયું…
MP News: દહેજ ભૂખ્યા સાસરિયાઓએ હદ વટાવી, પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ
Viral Video: બે મુસ્લીમ દુકાનદારો મીઠાઈમાં વીર્ય ભેળવતાં ઝડપાયા!, પછી થયા આવા હાલ!
Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ






