
ભારતનો પાડોશી દેશ નેપાળ(Nepal )છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શનોની આગમાં સળગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, ભ્રષ્ટાચાર સામે સોમવારે શરૂ થયેલો જનરલ-ઝેડ વિરોધ હવે રાષ્ટ્રીય ક્રાંતિમાં ફેરવાઈ ગયો છે. વડા પ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપી ભાગી જવું પડ્યું છે. નેપાળના રસ્તાઓ પર અરાજકતાનું વાતાવરણ છે. પ્રદર્શનકારીઓએ સમગ્ર કાઠમંડુ પર કબજો જમાવી લીધો છે, હિંસા અને આગચંપી પર કાબુ મેળવવા માટે સેનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદી દીધો છે. ભારત સહિત તમામ પડોશી દેશો નેપાળમાં આ નાગરિક બળવાથી ચિંતિત છે.
નેપાળમાં નેતાઓને પ્રદર્શનકારીઓએ દોડાવી દોડાવીને માર માર્યો છે. જ્યારે એક પૂર્વ વડાપ્રધાનના પત્નીને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. ઓલી વિદેશ ભાગી ગયા છે. સોશિયલ મિડિયા પર પ્રતિબંધ, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર મુદ્દે નેપાળના લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. નેપાળ સરકારને ઉથલાવી દીધી છે. નેપાળ હાલ સળગી રહ્યું છે. નિષ્ણાંતો કહી રહ્યા છે નેપાળની બાંગ્લાદેશ જેવી સ્થિતિ થઈ છે.
ત્યારે ઘણા નિષ્ણાંતો માની રહ્યા છે કે આ સ્થિતિમાં ભારત પણ મુકાઈ શકે છે. કારણ કે અહીં પણ બેરોજગાર, મોંઘવારી અને ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. શિક્ષકો ઘણા સમયથી પોતાની માગણી કરી રહ્યા છે. જે સરકાર પુરી કરી રહી નથી. ત્યારે આ વીડિયોમાં જુઓ નેપાળમાં સત્તા પલટ પછી ભારત સરકારે શું શીખ લેવી જોઈએ?
આ પણ વાંચો:
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….







