
Madras High Court: તમિલનાડુની મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. કોઈપણ જાતિ મંદિરની માલિકીનો દાવો કરી શકતી નથી. પૂજા અને વ્યવસ્થાપન બધા ભક્તોનો હક છે. કોર્ટના નિર્યણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ ચોક્કસ જાતિ દ્વારા મંદિરનું સંચાલન એ કોઈ ધાર્મિક પ્રથા નથી. જેને બંધારણની કલમ 25 અને કલમ 26 હેઠળ સુરક્ષિત કરી શકાય.
ન્યાયાધીશ ભરત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે જાતિના નામે પોતાને ઓળખાવતા સામાજિક જૂથો પરંપરાગત પૂજા પ્રથાઓ ચાલુ રાખવા માટે હકદાર હોઈ શકે છે, પરંતુ જાતિ પોતે જ સુરક્ષિત ‘ધાર્મિક સંપ્રદાય’ નથી. કોર્ટે કહ્યું કે જે લોકો જાતિ ભેદભાવમાં માને છે તેઓ ધાર્મિક સંપ્રદાયની આડમાં પોતાની નફરત અને અસમાનતા છુપાવવાનો પ્રયાસ કરે છે.
હાઈકોર્ટે આ ટિપ્પણી હિન્દુ રીલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ ડિપાર્ટમેન્ટ (એચઆરએન્ડસીઈ ડિપાર્ટમેન્ટ)ની અરૂલમિઘુ પોંકલિમ્મન મંદિરનું સંચાલન અલગ કરવાની માગ કરતી અપીલ પર કરી હતી. હાઈકોર્ટે અરૂલમિઘુ મરિઅમ્મન, અંગલમ્મન, અને પેરૂમલ મંદિરનું સંચાલન જાતિના આધારે અલગ કરવાની અરજી ફગાવતા આ ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચોઃ Than: થાન નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર, પાલિકાના 18 સભ્યોની અટકાયત કરાતા વિવાદ
આ પણ વાંચોઃ VADODARA: 7માં ધોરણમાં ભણતાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાંધો, માતાએ શું હહ્યું હતુ?







