લંડનામાં પોલીસની હાજરીમાં વિદેશ મંત્રી જયશંકર પર હુમલાની કોશિશ; તેમના સામે જ તિરંગાનું કર્યું અપમાન

  • India
  • March 6, 2025
  • 0 Comments
  • પોલીસની હાજરીમાં લંડનામાં વિદેશ મંત્રી જયશંકર પર હુમલાની કોશિશ; તેમના સામે જ તિરંગાનું કર્યું અપમાન

વિદેશ મંત્રી એસ જયશંકર (S Jai shankar) બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે બુધવારે તેઓ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને પણ મળ્યા. જ્યારે ગુરુવારે લંડનના થિંક ટેન્ક ચેથમ હાઉસ ખાતે ‘વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા’ વિષય પર વાત કરી હતી. આ પહેલા એક ચોંકાવનારી ઘટના બની જેની સમગ્ર ભારતમાં ચર્ચા થવા લાગી છે.

ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી જયશંકર ચૅથમ હાઉસ પહોંચે તે પહેલાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. તેમણે દેશ વિરોધી નારેબાજી કરવાની શરૂઆત કરી દીધી હતી. આ દરમિયાન જ્યારે જયશંકર જ્યારે ચેથમ હાઉસથી નીકળી રહ્યા હતા ત્યારે જ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

એસ.જયશંકર સામે તિરંગાનું અપમાન 

એક અહેવાલ અનુસાર એક વ્યક્તિ જયશંકરની ગાડી સામે આવીને તિરંગાને ફાડવા લાગ્યો હતો. વ્યક્તિની આ હરકત જોયા બાદ સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક પકડી પાડ્યો હતો અને ગાડીથી દૂર લઈ ગયા. જ્યારે એકબાજુ અમુક ખાલિસ્તાની સમર્થકો પોતાના હાથમાં ખાલિસ્તાનનો ઝંડો લઈને નારેબાજી કરવા લાગ્યા હતા.

PoK મળતાં જ કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ જશે

ઉલ્લેખનીય છે કે જ્યારે સ્વતંત્ર નીતિ સંસ્થાન ચેથમ હાઉસમાં કાશ્મીર મુદ્દે વિદેશમંત્રીને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ખાલી કરવાથી કાશ્મીરના મુદ્દાનો ઉકેલ આવી જશે. કાશ્મીરમાં મોટાભાગના મુદ્દાઓને ઉકેલવા અમારી સરકારે સારું કામ કર્યું છે. મને લાગે છે કે કલમ 370 હટાવવી એ એક સારું પગલું હતું. હવે પાકિસ્તાન અમને કાશ્મીરનો અમારો હિસ્સો પાછો આપી દે તો હું આશ્વાસન આપું છું કે કાશ્મીરના મુદ્દાનો ઉકેલ આવી જશે.

આ પણ વાંચો- અમદાવાદના વટવામાં મુસ્લિમોને કોના ઈશારે હેરાન કરવામાં આવી રહ્યાં છે?

Related Posts

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!
  • June 17, 2026

Abhijit Dipak Jaipur Attack: રાજસ્થાનના જયપુરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લોકશાહીની ગરિમાને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર થયેલા હુમલાના આરોપીઓને…

Continue reading
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન
  • June 17, 2026

Jana Sena National Expansion: આંધ્રપ્રદેશના રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે જનસેના પાર્ટી (JSP) ના અધ્યક્ષ કે. પવન કલ્યાણની નજર સમગ્ર દેશના ફલક પર છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પક્ષના ‘સેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 2 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 3 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 3 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

  • June 18, 2026
  • 9 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

  • June 18, 2026
  • 12 views

  • 11 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!