
Odisha Student Molestation Suicide Attempt: ગઈકાલે શનિવારે ઓડિશાના બાલાસોર જિલ્લામાં એક 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થિનીએ પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી, જેના કારણે કોલેજમાં ભારે હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થિનીએ કોલેજના એક પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જોકે કોલેજ પ્રશાસનની મૌન રહેતા અને પોલીસ કાર્યવાહી ન થતાં આ પગલુ ભર્યું છે.
આ આપઘાત પ્રયાસ કોલેજ કેમ્પસની બહાર જ કરવામાં આવ્યો હતો. ત્યાં હાજર એક વિદ્યાર્થી તેને બચાવવા દોડી ગયો હતો. જેના કારણે તે પણ દાઝી જતાં બંનેને બાલાસોર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે વિદ્યાર્થિનીની ગંભીર હાલત જણાતાં તેને ભુવનેશ્વરની એઈમ્સમાં રિફર કરવામાં આવી છે. વિદ્યાર્થિનીની 90% દાઝી ગઈ હોવાથી જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
કયા પ્રોફેસરે છેડતી કરી?
વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે કોલેજ પ્રોફેસર સમીરા કુમાર સાહુએ તેનું જાતીય શોષણ કર્યું હતું. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કોલેજ વહીવટીતંત્રે તેની ફરિયાદોને અવગણી હતી અને કોઈ કાર્યવાહી કરી ન હતી.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વિદ્યાર્થીઓ 1 જુલાઈથી કોલેજમાં સાહુ સામે કાર્યવાહીની માંગણી સાથે વિરોધ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે કોલેજ વહીવટીતંત્ર પ્રોફેસરની કરતૂતોને દબાવી પ્રોફેસરની બચાવી રહ્યુ છે.
ઘટના પછી તરત જ સમીરા કુમાર સાહુની ધરપકડ કરવામાં આવી છે. તેના પર જાતીય સતામણી અને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ મૂકવામાં આવ્યો છે (IPC અને BNS ની સંબંધિત કલમો હેઠળ). FIR નોંધવામાં આવી છે અને કોલેજ કેમ્પસમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.
વિદ્યાર્થી સંગઠનોએ માંગ કરી છે કે કોલેજ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવવામાં આવે. પીડિતાને ન્યાય અને યોગ્ય વળતર મળવું જોઈએ. રાજ્ય સરકારે સ્વતંત્ર તપાસ પંચની રચના કરવી જોઈએ.
પીડિતાના મિત્રોએ આ માહિતી આપી
દરમિયાન, હોસ્પિટલની મુલાકાત લેનારા બાલાસોરના ધારાસભ્ય માનસ દત્તાએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થિની હાલત ગંભીર છે. અમારી પહેલી પ્રાથમિકતા તેનો જીવ બચાવવાની છે.” પીડિતાના મિત્રોના જણાવ્યા અનુસાર, વિભાગના વડા દ્વારા કથિત ઉત્પીડનને કારણે વિદ્યાર્થી છેલ્લા ઘણા દિવસોથી ગંભીર માનસિક તણાવમાં હતી. તેના મિત્રોએ જણાવ્યું હતું કે જ્યારે કોલેજ વહીવટીતંત્ર કે પોલીસે આરોપી શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરી નહીં ત્યારે પીડિતાની વેદના વધુ વધી ગઈ.
આ પણ વાંચોઃ
Odisha: ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, કોંગ્રેસે કહ્યું મોદી, રેલવે મંત્રી ચૂપ!
Odisha: પર્યાવરણના કાર્યક્રમમાં પહોંચે તે પહેલા જ મેધા પાટકરને રેલ્વે સ્ટેશનમાંથી પકડ્યા, શું કારણ!
Odisha: ભાજપ નેતાની ગુંડાગીરી! એડિશનલ કમિશનરને બેરહેમીથી માર મારી અપહરણનો પ્રયાસ
Language Controversy: મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બાબતે વધુ એક રિક્ષાચલાકને ઢોર માર મરાયો
TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ
Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી