
Dream 11 news: દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI એ ડ્રીમ 11 સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આ નિર્ણય ઓનલાઈન ગેમિંગના પ્રમોશન અને રેગ્યુલેશન બિલ પસાર થયા બાદ લેવામાં આવ્યો છે. ડ્રીમ ઈલેવન સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ, BCCI એ પણ એક મોટો નિર્ણય લીધો છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું કે તેઓ આવી કંપનીઓ સાથે ફરી ક્યારેય જોડાશે નહીં. ડ્રીમ ઈવન સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું, ‘અમે ભવિષ્યમાં આવી કંપનીઓ સાથે કામ કરીશું નહીં.’
ડ્રીમ 11 ને પૈસાનો ખેલ બંધ કરવો પડ્યો
ડ્રીમ11 અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 2023 માં જોડાયેલા હતા અને બંને વચ્ચેનો કરાર 2026 સુધીનો હતો. ડ્રીમ11 એ 2026 સુધીમાં BCCI ને 358 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ હવે આ કરાર અધવચ્ચે જ તૂટી ગયો છે, જેના કારણે BCCI ને નુકસાન થયું છે. પ્રશ્ન એ છે કે એશિયા કપ પહેલા કઈ કંપની BCCI સાથે હાથ મિલાવશે તે જોવું રસપ્રદ રહેશે. બાય ધ વે, BCCI નો My11Circle સાથે પણ સંબંધ છે. આ કંપની IPL માં એક ફેન્ટસી પાર્ટનર છે. આ કંપની BCCI ને એક વર્ષમાં મોટી રકમ પણ ચૂકવે છે. અહેવાલો અનુસાર, My11Circle BCCI ને વાર્ષિક 125 કરોડ રૂપિયા ચૂકવે છે.
બિલમાં શું છે?
આ બિલ “હાનિકારક” ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકે છે. આ સાથે, તેમની સાથે સંબંધિત જાહેરાતો અને નાણાકીય વ્યવહારોને પણ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. સરકારે એવી પણ દલીલ કરી હતી કે આવા પ્લેટફોર્મ માનસિક નુકસાન પહોંચાડી શકે છે અને આ આધારે નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે સમાજમાં પ્રવર્તતી આ “સામાજિક દુષણો” સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, “વારંવાર ઉભી થતી સમસ્યાઓનો સામનો કરવો એ સરકાર અને સંસદની ફરજ છે.”
BCCI નો હાથ કોણ પકડશે?
ટીમ ઈન્ડિયાની જર્સી પર કોનું નામ હશે તેનો જવાબ ટૂંક સમયમાં મળી શકે છે. કારણ કે અહેવાલો અનુસાર, ઘણી મોટી કંપનીઓ BCCI સાથે કરાર કરવા માટે તૈયાર છે. આમાં ટાટા, રિલાયન્સ, અદાણી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. ટાટા પહેલાથી જ IPL ના પ્રાયોજક છે, જ્યારે રિલાયન્સ જિયો પણ પ્રસારણમાં સામેલ છે. આ કંપનીઓ ઉપરાંત, ગ્રો, ઝેરોધા જેવી કંપનીઓ પણ આ કરાર કરી શકે છે. મહિન્દ્રા અને ટોયોટા જેવી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ પણ BCCI સાથે તેમના નામ જોડી શકે છે. પેપ્સી પણ આ રેસમાં હોવાનું કહેવાય છે.
નવી દિલ્હી પોસ્ટના મુખ્ય સંપાદકે કર્યા મોટા ખુલાસા
નોંધનીય છે કે, New Delhi Post એ ડ્રીમ 11 ને લઈને એક ,સનસનીખેજ ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે ડ્રીમ 11 નો ઉપયોગ મની લોન્ડ્રિંગ અને ડેટા ચોરી જેવા અપરાધો માટે થતો હોવાનો પર્દાફાશ કર્યો હતો. નવી દિલ્હી પોસ્ટ નામના મેગેઝિને આ અહેવાલ છાપ્યા બાદ સરકાર એક્શનમાં આવી. ત્યારે આજે જ્યારે BCCI એ ડ્રીમ 11 સાથેના સંબંધો તોડી નાખ્યા છે ત્યારે નવી દિલ્હી પોસ્ટના મુખ્ય સંપાદક કે આશિષએ વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે વાતચીત કરતા અનેક મોટા ખુલાસા કર્યા હતા. પરંતુ સવાલ તે થાય છે કે, આ બિલ તો લાવવામાં આવ્યું પરંતુ શું અત્યાર સુધીમાં જે મની લોન્ડ્રિંગ થયું છે તેના જે લાભાર્થી છે તેમને એમ જ છોડી દેવામાં આવશે ?
બિલ તો લાવ્યા પરંતુ એક્શન કેમ નથી લેતા
આ બિલ જે ભારતમાં રહીને બિઝનેસ કરે છે તેના પરજ લાગું પડશે છે તેમના પર લાગું પડે છે. જે વિદેશમાં રહીને તેને ચલાવે છે તેનો સમાવેશ આ બિલમાં થતો નથી. સરકારે આ બિલ લાવીને પોતે હાથ અધ્ધર કરી દીધા પરંતુ સરકાર આ મામલે એક્શન કેમ નથી લેતા, લોકોના પૈસા તેમાં ડુબી રહ્યા છે જેથી લોકો મરી રહ્યા છે પરંતુ સરકારને તેની કોઈ ચિતા નથી.
ડ્રીમ 11 એ ભારતમાં કારોબાર કરવા માટે RBI પાસેથી કોઈ પરમિશ લીધી નથી
વધુમાં તેમણે તેવો પણ ખુલાસો કર્યો છે કે, ડ્રીમ 11 એ ભારતમાં કારોબાર કરવા માટે RBI પાસેથી કોઈ પરમિશ નથી લીધી. જેથી સરકાર પાસે ડ્રીમ 11 એ કોને કેટલા પૈસા આપ્યા તેની કોઈ વિગતો નથી.
દાઉદની કંપની લોટસ-365 ભારતમાં પ્રતિબંધ હોવા છતા જાહેરાતો
વધુમાં તેમણે ખુલાસો કર્યો છે કે, દાઉદ ઈબ્રાહિમ જે ભારતનો દુશ્મન છે જેને પાકિસ્તાન એક મોહરાની જેમ ઉપયોગ કરે છે લોટસ-365 તેની કંપની છે. આ લોટસ-365 પરથી આંતરરાજ્ય સટ્ટાબાજી નેટવર્ક ચાલી રહ્યું છે. તેને ક્રિકેટમાં પણ એન્ટ્રી કરી લીધી હતી. અને ભાસ્કર, અમર ઉજાલા જેવા અખબારો તેની જાહેરાતો લેતા હતા. ભારતમાં તેના મોટા મોટા હોડિંગો લાગ્યા હતા. મોટા મોટા સ્ટાર્સ તેના પ્રચાર કરતા હતા કદાચ તેમને પણ ખબર નહીં હોય તે લોટસ-365 દાઉદની કંપની છે.
લોટસ 365 શું છે ?
લોટસ 365 નું નામ થોડા જ સમયમાં ઓનલાઈન સટ્ટાબાજીની દુનિયામાં ઉભરી આવ્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રૌતેલા, કાજલ અગ્રવાલ અને તમન્ના ભાટિયા જેવી મોટી હસ્તીઓ તેનો પ્રચાર કરે છે. 2016 માં શરૂ થયેલી આ વેબસાઇટ ચીનની છે. મહત્વની વાત તે છે કે, ભારત સરકારે બે મહિના પહેલા138 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ લાદ્યો હતો જેમાં લોટસ 365 પણ શામેલ હતી. મહત્વની વાત તો તે છે કે, પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, ભારતમાં તેના આખા પાનાની જાહેરાતો અખબારોમાં પ્રકાશિત થઈ રહી છે. તાજેતરમાં, IPL શરૂ થતાંની સાથે જ, કંપનીના ફ્રન્ટ-પેજ જાહેરાતો પણ અખબારોમાં આવવા લાગી. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જ્યારે સરકારે 2 મહિના પહેલા જ તેની એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે, તો પછી લોટસ 365 વેબસાઇટના રૂપમાં કેમ ચાલી રહી છે અને મોટી આકર્ષક જાહેરાતો દ્વારા લોકોને કેમ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કદાચ આનું એક કારણ એ છે કે આજે પણ ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજીને ગેરકાયદેસર જાહેર કરીને સજા કરવા માટે કોઈ અલગ કાયદો નથી.
અત્યાર સુધીમાં જે મનીલોન્ડરિંગ કૌભાંડ થયું તેના પર કાર્યવાહી કેમ નહીં ?
સરકાર ભલે બિલ લાવી હોય પરંતુ જે કરોડોનું મનીલોન્ડરિંગ કૌભાંડ થયું તેના પર કાર્યવાહી કેમ નથી કરતી ?
આ પણ વાંચો:
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
મોદીની સભા માટે ભીડ ભેગી કરવી હોય તો પોતાનાં દમ પર કરો ,ખોડલધામનો ઉપયોગ ન કરો : jeegeesha patel
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73