Opera Energy: જામનગરમાં ઓપેરા કંપનીની દાદાગીરીથી ખેડૂતો ત્રસ્ત થઈ ઉઠ્યા છે અને ખેડૂતોની માલિકીની જમીનમાં ઘૂસીને પરાણે થાંભલા નાખવામાં આવી રહયા છે પવન ઉર્જા પેદા કરવા માટે ખેડૂતોની જમીનો ઉપર ગેરકાયદે થાંભલા ઉભા કરવા સામે જ્યારે ખેડૂતો વિરોધ કરે તો તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે અને ખેડૂતોને નુકશાન કરનાર કંપની સામે એક્શન લેવાના બદલે ખેડૂતો સામે પગલાં ભરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.આ અંગે સ્થાનિક અગ્રણી રામદેવ ઓડેદરાએ જણાવ્યું કે જ્યારે ગ્રામ પંચાયત અને સરપંચ વિરોધ કરે તો તેઓને પોલીસ મથકે બોલાવવામાં આવે છે આમ જે પીડિત છે તેનું સાંભળવાને બદલે ઉલટાનું તેઓ સામે એક્શન લેવાય છે.આ મામલે તેઓએ તંત્ર સામે આરોપ લગાવ્યા હતા.જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા










