
Opposition to SIR operations:ગુજરાતમાં SIRની કામગીરી શિક્ષકોને સોંપવા મુદ્દે પહેલેથીજ વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે રાજ્યમાં અત્યારસુધીમાં BLO કામગીરીના ભારણ અને તેના કારણે ત્રણ જેટલા કર્મચારીઓના મોત થઈ જતા હવે SIRની કામગીરી માંથી શિક્ષકોને મુક્ત કરવાની માંગ સાથે વિરોધ શરૂ થઈ ગયો છે અને જેનાભાગરૂપે રાજકોટમાં NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
NSUIના વિરોધનું મુખ્ય કારણ તાજેતરની ત્રણ કરૂણાંતિકાઓ છે, જેમાં BLOની કામગીરી કરતા ત્રણ શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે,આ કરુણ બનાવોએ શિક્ષકો પરના બિન-શૈક્ષણિક કામના ભારણની ગંભીરતા છતી કરી છે, NSUIના કાર્યકર્તાઓની માંગ હતી કે સરકાર તાત્કાલિક શિક્ષકો પરનું BLO અથવા અન્ય ‘SIR’ (સર્વેલન્સ, ઇન્સ્પેક્શન, રજિસ્ટ્રેશન) સંબંધિત કામગીરીનું ભારણ દૂર કરે અને મૃતકોને યોગ્ય વળતર ચુકવે.
સંગઠને આરોપ લગાવ્યો હતો કે શિક્ષક કામગીરીમાં વ્યસ્ત હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર અસર થઈ રહી છે,‘SIR’ની કામગીરીથી શિક્ષણને અસર તેમજ શિક્ષકોની માનસિક સ્થિતિ ઉપર અસર થતાં ગંભીર બનાવો બની રહયા છે.પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં BLOની કામગીરી કરતા ત્રણ કર્મચારીઓના મોત થઈ ચૂક્યા છે જેમાં વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા અને ગોરવા ITIમાં ફરજ બજાવતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી હાલમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓ સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ના સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા હતા તે દરમ્યાન અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
અન્ય એક બીજા બનાવમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO કર્મચારી એવા અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેઓ ઉપલી કચેરીનાં SIRના કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે અન્ય ત્રીજા બનાવમાં કપડવંજના જાંબુડી ગામમાં રહેતાં અને નવાપુરા ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્યનું પણ હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતુ,તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીએલઓની કામગીરીને કારણે ખૂબ તણાવમાં હોવાનું તેમજ ઉજાગરા પણ કરતા હોવાને લઇને તેમને હૃદય રોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થયું હોવાનો આક્ષેપ તેઓના પરિવારજનો એ કર્યો હતો આમ,ઉપરા ઉપરી બની રહેલા આવા બનાવોને લઈ હવે સંગઠનો દ્વારા શિક્ષકોને સોંપવામાં આવેલી SIR કામગીરી સામે વિરોધ શરૂ થયો છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે










