Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • India
  • April 29, 2025
  • 5 Comments

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ NIA ટીમે ઝિપ લાઈન ઓપરેટરની ધરપકડ કરી છે, કારણ કે અમદાવાદના ઋષિ ભટ્ટ ઝિપલાઇન કરાવતી વખતે આપરેટર મુઝમ્મિલે અલ્લાહુ અકબર બોલતાં જ આતંકીઓએ ગોળીઓ વરસાવી હતી. જેમાં 26થી વધુ લોકોના મોત થઈ ગયા. ઋષિ લાંબા સમય સુધી કંઈ સમજી શક્યો નહીં. પરંતુ જ્યારે તેની પત્ની ચીસો પાડવા લાગી, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે નીચે આતંકવાદી હુમલો કરી રહ્યા છે. જે બાદ ઝિપલાઈનમાંથી ઉતરી પોતાના પુત્ર અને પત્નીનો જીવ બચાવી ભાગ્યો હતો. જે બાદ અલ્લાહુ અકબર બોલનાર શખ્સ સામે શંકા પ્રબળ બનતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

મારા દીકરાનો હુમલા સાથે કોઈ સંબંધ નથી: અબ્દુલ હાફિઝ

ઈન્ડિયા ટીવીના અહેલાલ અનુસાર ઝિપલાઇન ઓપરેટરના પિતા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. મુઝમ્મિલના પિતા અબ્દુલ હાફિઝે કહ્યું છે કે જ્યારે અમે જમીએ છીએ ત્યારે પણ અલ્લાહનું નામ લઈએ છીએ. તેમણે કહ્યું કે પોલીસે મુઝમ્મિલને પૂછપરછ માટે લઈ ગયા, પરંતુ મારા પુત્રનો આ આતંકવાદી હુમલા સાથે કોઈ સંબંધ નથી. મુઝમ્મિલ અમારો દીકરો છે… અમે પહેલા ઘોડે સવારીનો ધંધો કરતા હતા.”

ઝિપલાઇન ઓપરેટર વીડિયામાં  અલ્લાહુ અકબર બોલતો જોવા મળે છે 

પહેલગામ હુમલાના નવા વીડિયોમાં આતંકવાદી હુમલાનું ભયાનક દ્રશ્ય સ્પષ્ટપણે દેખાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ પહેલગામ હુમલાની તપાસ કરી રહેલી NIA એ ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. આ વીડિયોમાં આ ઝિપલાઇન ઓપરેટર ધાર્મિક સૂત્રોચ્ચાર અલ્લાહુ અકબર કરતો જોવા મળે છે. મુઝમ્મિલના પિતા અબ્દુલ હાફિઝે આ અંગે કહ્યું છે કે જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણે અલ્લાહ હુ અકબર કહીએ છીએ. જોકે, જે વીડિયો સામે આવ્યો છે તેમાં ક્યાંય ખોરાક દેખાતો નથી અને મુઝમ્મિલ એક વ્યક્તિને ઝિપ લાઇન નીચે મોકલી રહ્યો છે. જેથી તેના દિકરો આતંકીઓ સાથે સંડોવાયેલો હોય તેવી આશંકા સુરક્ષા દળોને છે.

આ પણ વાંચોઃ

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

Related Posts

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court
  • August 5, 2025

Supreme court: સુપ્રીમ કોર્ટે વિપક્ષી નેતા રાહુલ ગાંધીને તેમની ભારત પરની જમીન પર ચીને કબજો કર્યો હોવાની ટિપ્પણીનો આધાર પૂછ્યો અને કહ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને…

Continue reading
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?
  • August 5, 2025

UP: ભાજપના રાજમાં સતત સુરક્ષાને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે. દેશમાં અનેક સ્થળોએ અપરાધ વધ્યો છે. ગુંડાઓ અને અસમાજિક તત્વો બેફામ બન્યા છે. જેને લઈ મહિલાઓની સુરક્ષા જોખમાઈ છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • August 5, 2025
  • 7 views
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

  • August 5, 2025
  • 8 views
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 17 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

  • August 5, 2025
  • 12 views
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા,  કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

મોદીએ અમિત શાહ સાથે સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

  • August 5, 2025
  • 31 views
મોદીએ અમિત શાહ સાથે સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

  • August 5, 2025
  • 21 views
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો