
Amit Shah resignation demand: જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ વિસ્તારના( એપ્રિલ 22, 2025)ના રોજ અનંતનાગ જિલ્લામાં બૈસરન ખીણમાં થયેલા હુમલાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. 30 જેટલા પ્રવાસીઓ પર 6 જેટલા આતંકીઓ ગોળીઓથી વિધી નાખ્યા છે. ઘટનાસ્થળે ભારે કોલાહાલ મચી ગયો હતો. મોટા ભાગે આ હુમલામાં પુરુષને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કોઈ પુત્ર તો કોઈએ પતિ ગુમાવ્યા છે. ઘટનાસ્થળે મહિલાઓનું રોકકળ સૌ કોઈને હચમચાવી દેવું હતુ. આ 30 મૃતકો પૈકી 3 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સુરત અને બે ભાવનગરના પ્રવાસીના મોત થયા છે. જેથી પરિવારોમાં ભારે આક્રંદ છે. ખાતે થયો હતો. હુમલાખોર આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
ત્યારે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે એક્સ પર લખ્યું છે કે ગૃહમંત્રી રાજીનામુ આપો, બધો સમય સરકાર બનાવવા અને પાડવામાં પસાર કરો છો. વિપક્ષોને ખતમ કરવા 365 કાવતરા કરો છો. લોકો રામ ભરોસે જીવી રહ્યા છે. રામ પણ હવે આ લોકોથી તંગ થઈ ગયા છે. બસ હવે રાજીનામું આપી દેશ પર ઉપકાર કરો.
इस्तीफा दो!
पुरा समय सरकारे बनाना और गिराने मे जाता है!
राजनैतिक विरोधीयोंको खतम करनेकी साजिश मे 365 दिन दिमाख व्यस्त रहता है,
लोगोंकी सुरक्षा राम भरोसे!
अब राम भी ऊब चुका है इन लोगोंसे!
इस्तीफा दो.देश पर मेहरबानी करो!
@AmitShah
@UN
@BJP4India pic.twitter.com/jsauEUpapv— Sanjay Raut (@rautsanjay61) April 22, 2025
‘અમિત શાહ નિષ્ફળ ગૃહમંત્રી’
સંજય રાઉતે કહ્યું કાશ્મીરમાં પુલાવામાં પછી આ દુઃખ ઘટના છે. મહારાષ્ટ્રના 6 લોકોના મોત થયા છે. રાઉતે વધુમાં કહ્યું ગૃહમંત્રીને ખબર હોવી જોઈએ કે આ ટુરિસ્ટ સિઝન છે. તેમ છતાં ત્યા કોઈ સુરક્ષાકર્મીઓ ન હતા. અમિત શાહ જ્યારે શ્રીનગર પહોચ્યા ત્યારે 75 કારનો કાફલો હતો. 500 સુરક્ષાકર્મીઓ, બોમ્બસ્કોડ ટીમ હતી. માત્ર એક વ્યક્તિ માટે. સામાન્ય જનતા માટે કોઈ સુરક્ષા નથી. અમિત શાહ નિષ્ફળ અને અપશુકનીયાળ ગૃહમંત્રી છે.
આ પણ વાંચોઃ
Gujarat ના મંદિરોની સુરક્ષામાં વધારો, સોમનાથ અને દ્વારકા દરિયાકિનારે હાઇ એલર્ટ
Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ
Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!
Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?
Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન