
Pakistan’s Defense Minister Khawaja Asif | પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક ટીવી ચેનલ ઉપર દાવો કરતા કહ્યું કે મે મહિનામાં ભારત સામે પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનની સેનાએ ભારતના છ લડાકુ વિમાનો તોડી પાડતા મોદીની દુનિયાભરમાં ફજેતી થઈ છે અને તે વાત છુપાવવા અને હવે બિહારની ચૂંટણી આવતા તે જોરશોરથી નિવેદનો ઉપર ઉતર્યા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે બુધવારે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સમા ટીવી પર આ મુજબ નિવેદન આપ્યું હતું.
તેઓએ ઉમેર્યુ કે ભારત સામે પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહીથી મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થઈ ગયો છે અને મોદીના સમર્થકો પણ હવે તેમની ટીકા કરી રહ્યા છે,ભારતીય નેતૃત્વ તેની ખોવાયેલી વિશ્વસનીયતા પાછી મેળવવા માટે ભડકાઉ નિવેદનો ઉપર ઉતર્યું હોવાનું કહ્યું હતું.
આસિફે ફરી એકજ વાત દોહરાવી અને દાવો કર્યો હતો કે સંઘર્ષ દરમિયાન છ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા પરિણામે ભારતને ટેકો આપનારા દેશો પણ હવે ચૂપ થઈ ગયા છે અને તેજ દેશો હવે પાકિસ્તાનને સમર્થન કરી રહયા છે.
આસિફે દાવો કર્યો હતો કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન જે દેશો અગાઉ ભારત માટે તટસ્થ રહ્યા હતા તેઓ હવે અમારી છાવણીમાં જોડાઈ રહયા છે, અને જે દેશોએ ભારતને ટેકો આપ્યો હતો તેઓ હવે ચૂપ છે. આ વાત ભારત વર્ષો સુધી ભૂલી નહિ શકે.
પાકિસ્તાનના ગૃહમંત્રીએ કહ્યું કે ભારત માત્ર ઔરંગઝેબના સમયમાં જ એક હતું. ઇતિહાસ દર્શાવે છે કે ઔરંગઝેબના શાસન સિવાય ભારત ક્યારેય સંપૂર્ણપણે એક નહોતું. પાકિસ્તાન અલ્લાહના નામે બનાવવામાં આવ્યું હતું. આપણે ઘરમાં એકબીજા સાથે ભલે લડીએ છીએ, પરંતુ જ્યારે આપણે ભારત સામે લડીએ છીએ ત્યારે એક થઈએ છીએ.
આ પહેલા ત્રણ દિવસ અગાઉ પણ ખ્વાજા આસિફે ભારતને ધમકી આપતા કહ્યું હતું કે જો ફરીથી યુદ્ધ થયું તો ભારત તેના ફાઇટર જેટના કાટમાળ નીચે દટાઈ જશે.
આસિફે આરોપ લગાવ્યો કે નવી દિલ્હી નાગરિકોનું ધ્યાન ઘરેલુ પડકારો પરથી હટાવવા માટે જાણી જોઈને તણાવ વધારી રહ્યું છે આમ,પાકિસ્તાનના ગૃહમંત્રી એ ફરી ભારતના વિમાનો તોડી પાડ્યા અને મોદી પોતાની ઈજ્જત ગુમાવી ચુક્યા હોવાની વાત દોહરાવી હતી
નોંધનીય છે કે ગયા રવિવારે, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારતીય નેતૃત્વ તેની ખોવાયેલી વિશ્વસનીયતા પાછી મેળવવા માટે ભડકાઉ નિવેદનો આપી રહ્યું છે.
આ પણ વાંચો:
Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ
Defamation Case: દિલ્હી હાઈકોર્ટે માનહાનિ કેસમાં ફિલ્મસ્ટાર શાહરૂખ અને ગૌરી ખાનને પાઠવ્યું સમન્સ
viral video: મહિલાએ પેશાબ કરી કિચન સાફ કર્યું, વીડિયો થતાં લોકોમાં ખળભળાટ










