મોટો ખુલાસો: પાકિસ્તાને ઈરાન સામે લડવા અમેરિકાને પોતાનું એરબેઝ આપી દીધુ! | Pakistan-Iran

  • World
  • June 21, 2025
  • 0 Comments

Pakistan-Iran Relations: ઈઝરાયેલ- ઈરાન યુધ્ધ વચ્ચે જબરજસ્ત યુધ્ધ ચાલી રહ્યું છે.  તેવામાં પાકિસ્તાને ઈરાન સામે લડવા અમેરિકાને પોતાનું એરબેઝ અને બંદર આપવાનો સોદો કર્યો છે. આનાથી પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં ભારે હોબાળો મચી ગયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર વચ્ચે થયેલા કરારમાં પાકિસ્તાન ઈરાન સામે ઉપયોગ માટે અમેરિકાને પોતાનો આર્મી બેઝ અને બંદર આપવા સંમત થયું છે. આ આરોપ એક પાકિસ્તાની સાંસદ દ્વારા લગાવવામાં આવ્યો છે. આનાથી પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પાકિસ્તાની સંસદમાં ઉઠાવવામાં આવ્યો પ્રશ્ન

પાકિસ્તાની સેનેટરએ સ્વીકાર્યું કે પાકિસ્તાન ઈરાન પર હુમલો કરવા માટે અમેરિકાને પોતાના ઠેકાણા આપી રહ્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય સભા સભ્ય સાહિબજાદા હામિદ રઝાએ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન ઈરાન સામે પોતાના એરબેઝ અને બંદરો અમેરિકા અને ઇઝરાયલને સોંપી રહ્યું છે. તેમણે કહ્યું કે આ બાબત સમગ્ર આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાઈ રહી છે.

મુનીર અને સરકાર ઘેરાઈ

હામિદ રઝાએ આ માટે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને શાહબાઝ શરીફ સરકારની સીધી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તમે (જનરલ અસીમ મુનીર અને પાકિસ્તાન સરકાર) ઈરાન વિરુદ્ધ પાકિસ્તાનના એરબેઝ અને બંદરો અમેરિકા અને ઇઝરાયલને સોંપી રહ્યા છો. તમારી પાસે વિદેશમાં ફ્લેટ અને મિલકતો છે. જો પાકિસ્તાન સાથે કંઈક ખોટું થશે, તો ભગવાન ના કરે, તમે મુશર્રફની જેમ દેશ છોડીને ભાગી જશો.”

પાકિસ્તાન ઈરાનની પીઠમાં છરો ભોંકી રહ્યું છે

તાજેતરમાં જ PM શાહબાઝ શરીફ ઈરાન સાથે મિત્રતા ગાઢ બનાવવા માટે તેહરાન ગયા હતા. શરીફ મુલાકાત દરમિયાન ઈરાનને પોતાનો ભાઈ ગણાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે જરૂરિયાતના સમયે દરેક રીતે ઈરાનની સાથે ઉભા રહેવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ હવે એ જ પાકિસ્તાન પોતાના મિત્ર ઈરાનની પીઠમાં છરો ભોંકી રહ્યું છે. સાહિબજાદા હામિદ રઝાએ સંસદમાં આ પ્રશ્ન ઉઠાવીને હોબાળો મચાવ્યો છે.

મુસ્લિમ દેશોને અપીલ

તેમનું નિવેદન પાકિસ્તાનમાં સુરક્ષા અને રાજદ્વારી અધિકારીઓની નીતિઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે મુસ્લિમ દેશોને યુએનના ઠરાવો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ ઇઝરાયલ સામે દંડાત્મક કાર્યવાહી કરવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવવા અપીલ કરી.

આ પણ વાંચો:

યશસ્વી અને ગિલ પછી પંતે સદી ફટકારી, શું ભારત ઇંગ્લેન્ડમાંસર્વોચ્ચ સ્કોર બનાવશે? | Cricket

BJP માં આંતરિક વિવાદનો ભાંડો ફૂટ્યો: નાનુભાઈ વાનાણીએ સત્તાના ‘સિકંદર’ કલ્ચર પર ઉઠાવ્યા સવાલ

ગુજરાતી ભાષાની ઘોર ખોદનાર મોદી સરકારને મોડે મોડેથી ભાન આવ્યું! | Gujarati

Amit Khunt Case: DCP એ સગીરાને કહ્યું- “તું 5 ફૂટની છે અને મોડલ બનવું છે? હાક થૂ!”

મોદી નારા આપવાની કળામાં નિપુણ, ‘Make in India’ સામે રાહુલે સવાલો ઉઠાવ્યા

Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!

Sabarkantha: ઈડરમાંથી દારુડિયો પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાયરલ

Election Data: ચૂંટણીના વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોણ મરાવી રહ્યું છે તરાપ?

Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

Related Posts

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!
  • March 20, 2026

Tech World: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા કરી તબાહી મચાવી છે ત્યારે ઈરાને હવે દુનિયાભરને બાનમાં લઈ તેલ-ગેસનો પુરવઠો ખોરવી નાખી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી કરી દીધી છે ત્યારે…

Continue reading
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!
  • March 20, 2026

Iran War : ઈરાનને બરબાદ કરવા ઈઝરાયેલે તેના ગેસ અને તેલ ભંડારો ઉપર કરેલા હુમલા બાદ હવે ઈરાને કતાર-સાઉદી-ઈઝરાયેલના ઉર્જા કેન્દ્રો ઉપર વળતા હુમલા શરૂ કરી દેતા દુનિયાભરમાં ગેસ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 9 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 9 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 12 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!