Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક

  • India
  • April 24, 2025
  • 7 Comments

Pakistan X Account Block In Idia:  પહેલગામમાં જ્યારથી આતંકી હુમલો થયો છે, ત્યારથી ભારત સરકાર એક્શનમાં આવી છે. સરકારે એકાએક પાકિસ્તાન સામે પગલા લેવા લાગી છે. સિંધુ જળ સંધિ (Indus સ્થગિત કરી, અટારી-વાઘા બોર્ડર બંધ, વિઝા રદ, દૂતાવાસ પર પ્રતિબંધ સહિતના ઘણા પગલાં લીધા છે. ત્યારે હવે ભારતમાં પાકિસ્તાનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મતલબ હવે પાકિસ્તાનનું એક્સ એકાઉન્ટ ભારતમાં નહીં દેખાય. બીજી તરફ મહારાષ્ટ્રના શિવસેના નેતા સંજય રાઉત ગૃહમંત્રી અમિત શાહને બેદરકારી બદલ જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમને અમિત શાહના રાજીનામાની માગ કરી છે. જેથી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.

પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સરકારના સત્તાવાર X એકાઉન્ટ (@GovtofPakistan)ને ભારતમાં બ્લોક કરી દીધું છે. આ નિર્ણય ભારતના IT મંત્રાલયના આદેશ પર 23 એપ્રિલ, 2025ની સાંજે લેવાયો હતો, જેને X દ્વારા 24 એપ્રિલ, 2025ના રોજ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આનો અર્થ એ છે કે પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ હવે ભારતમાં જોવા મળશે નહીં. ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલા આતંકી હુમલા 30 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ત્યાર બાદ એકાએક સરકારે પાકિસ્તાન વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જો કે સરકારની આ નીતી કેટલી આતંકવાદ ખતમ કરવામાં ગારગર નીવડશે તે પણ સવાલો થઈ રહ્યા છે. કારણ કે નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં નોટબંધી કરી કહ્યું હતુ કે આ પગલાંથી આતંકવાદ ખતમ થઈ જશે. જો કે તેવું  થયું નહી.

વેબસાઈટ પણ બંધ

X હેન્ડલ ઉપરાંત, પાકિસ્તાન સરકારની સત્તાવાર વેબસાઇટ પણ ભારતમાં બ્લોક કરવામાં આવી છે. ભારતમાં https://pakistan.gov.pk/ ઍક્સેસ કરી શકાતું નથી CCSની બેઠક બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

સુરક્ષા સમિતિની બેઠકમાં સામેલ વરિષ્ઠ નેતાઓ

આ મહત્વપૂર્ણ CCS બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બેઠક પહેલા કહ્યું હતું કે પહેલગામ હુમલા પાછળના લોકોને યોગ્ય જવાબ આપવામાં આવશે, અને ભારત “પડદા પાછળ કાવતરાં ઘડનારાઓને” છોડશે નહીં.

કોઈ દેશ બીજા દેશનું X હેન્ડલ બ્લોક કેવી રીતે કરી શકે?

કાયદાકીય આદેશ જારી કરવો:

ભારતના સંદર્ભમાં વાત કરવામાં આવે તો દેશનું સંબંધિત મંત્રાલય (ભારતના કિસ્સામાં માહિતી ટેકનોલોજી મંત્રાલય) અથવા નિયામક સંસ્થા X ને ચોક્કસ હેન્ડલને બ્લોક કરવાનો કાયદાકીય આદેશ જારી કરે છે. આ આદેશ સામાન્ય રીતે દેશના કાયદાઓ, જેમ કે ભારતના Information Technology Act, 2000 (વિભાગ 69A) હેઠળ જારી થાય છે. આદેશમાં રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા, અથવા દેશની અખંડિતતા જેવા કારણો દર્શાવવામાં આવે છે.

X સાથે સંપર્ક

સરકાર X ની લીગલ ટીમ સાથે સીધો સંપર્ક કરે છે અને આદેશની વિગતો શેર કરે છે. X, એક ખાનગી કંપની તરીકે, સ્થાનિક કાયદાઓનું પાલન કરવા માટે બંધાયેલું હોય છે, અને તે આદેશનું પાલન કરીને ચોક્કસ હેન્ડલને દેશની અંદર બ્લોક કરે છે.

જીઓ-રેસ્ટ્રિક્શન (Geo-blocking)

X પાસે ટેકનોલોજી છે જે ચોક્કસ દેશની અંદર એકાઉન્ટ અથવા કન્ટેન્ટને પ્રતિબંધિત કરી શકે છે. આ પ્રક્રિયામાં, હેન્ડલની પોસ્ટ્સ અથવા આખું એકાઉન્ટ ચોક્કસ દેશના IP એડ્રેસથી ઍક્સેસ કરી શકાતું નથી, જ્યારે અન્ય દેશોમાં તે ઉપલબ્ધ રહે છે.

ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) દ્વારા અમલ

સરકાર ISPs ને X ના ચોક્કસ URL અથવા હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપી શકે છે. આ કિસ્સામાં, ISP સ્તરે ફિલ્ટરિંગ થાય છે, જેનાથી દેશના વપરાશકર્તાઓ તે હેન્ડલ સુધી પહોંચી શકતા નથી.

આંતરરાષ્ટ્રીય દબાણ અથવા રાજદ્વારી પગલાં

જો X સ્થાનિક આદેશનું પાલન ન કરે, તો સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી શકે છે, જેમ કે X ની સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપવી અથવા રાજદ્વારી ચેનલો દ્વારા દબાણ કરવું.

આ પણ વાંચોઃ

Phelagam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!

Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

Pahalgam Terror Attack: પંજાબમાં મુસ્લીમોએ લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા, આતંકીનું પૂતળું બાળ્યું

Resignation demand:  ‘અમિત શાહ રાજીનામું આપે, 365 દિવસ વિપક્ષોને ખતમ કરવા કાવતરા કરે છે, દેશ રામ ભરોસે’

 

 

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ