Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

  • India
  • May 15, 2025
  • 2 Comments

Pakistani Product Ban:ભારત સરકારના કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ (CCPA) દ્વારા તાજેતરમાં ઈ-કોમર્સ કંપનીઓને પાકિસ્તાની ઝંડા અને તેની સાથે સંબંધિત વસ્તુઓના વેચાણને રોકવા માટે નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ amazon, Flipkart, UbuyIndia, Etsy, The Flag Company અને The Flag Corporation જેવી કંપનીઓને મોકલવામાં આવી હતી, જેમાં તેમને આવા ઉત્પાદનો તાત્કાલિક હટાવવા અને દેશના કાયદાનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ પગલું ખાસ કરીને પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવના સંદર્ભમાં લેવામાં આવ્યું હોવાનું જણાય છે, જેમાં રાષ્ટ્રીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આવી કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રહલાદ જોશીએ શું કહ્યું?

ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં મંત્રી પ્રહલાદ જોશીએ આ વેચાણને “અસંવેદનશીલ” ગણાવીને જણાવ્યું હતું કે આવી બાબતો સહન નહીં કરવામાં આવે “તેમણે કહ્યું કે,  ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને આવી બધી સામગ્રી તાત્કાલિક દૂર કરવા અને રાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. આનો અર્થ એ થયો કે સરકાર આવા ઉત્પાદનો વેચવાની મંજૂરી આપશે નહીં. સરકાર ઇચ્છે છે કે ઈ-કોમર્સ કંપનીઓ તાત્કાલિક આ ઉત્પાદનો દૂર કરે અને દેશના કાયદાઓનું પાલન કરે.

આ આદેશ ઈ-કોમર્સ કંપનીઓ માટે ચેતવણી

જોકે, મંત્રી પદમાંએ સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું કે કયો કાયદો તોડવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની ધ્વજવાળી વસ્તુઓ વેચીને કયા કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે સ્પષ્ટ નથી.આ ઘટના કાશ્મીરના પહેલગામમાં બનેલી એક દુ:ખદ ઘટના પછી બની છે. પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો. આ સમયે રાષ્ટ્રીય લાગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. CCPAનો આ આદેશ ઈ-કોમર્સ કંપનીઓ માટે ચેતવણી છે. તેમણે ખાતરી કરવી પડશે કે તેમના પ્લેટફોર્મ પર દેશની લાગણીઓને ઠેસ પહોંચાડતી કે કાયદાનું ઉલ્લંઘન કરતી કોઈ પણ પ્રોડક્ટ વેચાય નહીં. આવા કિસ્સાઓમાં સરકાર કડક કાર્યવાહી કરશે.

ઈ-કોમર્સ કંપનીઓએ સાવધાન રહેવું પડશે

આ કિસ્સો દર્શાવે છે કે ઈ-કોમર્સ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર વેચાતા ઉત્પાદનો પ્રત્યે કેટલી કાળજી રાખવી જોઈએ. તેમણે ખાતરી કરવી પડશે કે તેઓ કોઈપણ રીતે દેશના કાયદા અને લાગણીઓનું ઉલ્લંઘન ન કરે.

આદેશની વિગતો

ઈ-કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મ પરથી પાકિસ્તાની ઝંડા અને સંબંધિત સામગ્રી તાત્કાલિક દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે.આ આદેશ ભારતના ગ્રાહક સંરક્ષણ કાયદા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવ્યો છે. કંપનીઓને દેશના કાયદાનું સખત પાલન કરવા જણાવાયું છે.આ આદેશ દેશભરની તમામ ઈ-કોમર્સ કંપનીઓને લાગુ પડે છે, પરંતુ ખાસ કરીને ઉપર જણાવેલી કંપનીઓને નોટિસ મોકલવામાં આવી છે.

વેપારી સંઘની હતી  માંગ

ભારતીય વેપારીઓના પરિસંઘ (CAIT) દ્વારા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને મંત્રી પ્રહલાદ જોશીને પત્ર લખીને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પાકિસ્તાની ઝંડા અને સામગ્રીના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ
    • August 5, 2025

    Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે…

    Continue reading
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
    • August 5, 2025

    Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    • August 5, 2025
    • 6 views
    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

    • August 5, 2025
    • 5 views
    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    • August 5, 2025
    • 14 views
    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    • August 5, 2025
    • 28 views
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    • August 5, 2025
    • 31 views
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    • August 5, 2025
    • 19 views
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ