Paris Diamond League: નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં જીત્યો ગોલ્ડ મેડલ

  • Sports
  • June 21, 2025
  • 0 Comments

Paris Diamond League: પેરિસ ડાયમંડ લીગ 2025માં ભારતીય ભાલા ફેંક સ્ટાર નીરજ ચોપરાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. શુક્રવારે પેરિસના સ્ટેડ સેબેસ્ટિયન ચાર્લેટી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાઈ હતી. જેમાં નીરજ ચોપરાએ જર્મનીના જુલિયન વેબરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા નીરજ ચોપરાને ડાયમંડ લીગમાં બે વાર જુલિયન વેબરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે તેણે જીત મેળવી છે.

નીરજ ચોપરાએ 88.16 મીટર ફેંક્યો થ્રો

નીરજ ચોપરાએ પહેલા થ્રોમાં 88.16 મીટર સુધી ભાલો ફેંક્યો અને પહેલા થ્રોમાં જ બધાથી આગળ રહ્યો. તેની લીડ અંત સુધી રહી, જેના કારણે તે વિજેતા બન્યો. બીજા થ્રોમાં, નીરજએ 85. 10 મીટર સુધી ભાલો ફેંક્યો અને પછી તેનો ત્રીજો અને ચોથો થ્રો ફાઉલ થયો. ત્યારબાદ નીરજએ છઠ્ઠા પ્રયાસમાં 82.89 મીટર સુધી ભાલો ફેંક્યો.

બીજી તરફ, જર્મનીના જુલિયન વેબરે પહેલા પ્રયાસમાં 87.88 મીટર સુધી ભાલો ફેંક્યો અને નીરજની નજીક આવ્યો. આ પછી, વેબરે બીજા રાઉન્ડમાં 86.20 મીટર સુધી ભાલો ફેંક્યો. બીજી તરફ, બ્રાઝિલના મૌરિસિયો લુઇઝે ત્રીજા રાઉન્ડમાં 86.62 મીટર સુધી ભાલો ફેંક્યો. જેના કારણે તે ત્રીજા સ્થાને રહ્યો.

દોહા ડાયમંડ લીગમાં નીરજ હારી ગયો હતો 

 ઉલ્લેખનીય છે કે,   આ પહેલા જુલિયન વેબરે 16 મેના રોજ યોજાયેલી દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાને હરાવ્યો હતો. આ મેચમાં જુલિયને છેલ્લા થ્રોમાં 91.06 મીટર સુધી ભાલા ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત, નીરજ ચોપરા 90.23 મીટર સુધી ભાલા ફેંકવામાં સફળ રહ્યો હતો. જેના કારણે નીરજને બીજા સ્થાને રહેવું પડ્યું, જોકે આ નીરજનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ થ્રો હતો. હવે નીરજ ચોપરા 5 જુલાઈથી યોજાનારી NC ક્લાસિકની શરૂઆતની આવૃત્તિમાં ભાગ લેશે.

આ પણ વાંચો:

Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો

Trump Nobel Peace Prize: ‘હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે’ ટ્રમ્પને જોઈએ છે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’

ચૂંટણી સંબંધિ વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોન મરાવી રહ્યું છે તરાપ?

chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી

શું Sonam Raghuvanshi છે? રાજા રઘુવંશીની માતાએ કહ્યું- જ્યોતિષીએ અત્યાર સુધી જે કહ્યું તે બધું સાચું પડ્યું

Maharashtra Old Couple Viral Video: 1100 રુપિયા લઈને આવેલ વૃદ્ધ દંપતિને સોનીએ 20 રુપિયામાં જ આપી દીધું મંગળસૂત્ર

  • Related Posts

    IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
    • March 9, 2026

    IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

    Continue reading
    India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
    • March 8, 2026

    India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

    • March 20, 2026
    • 3 views
    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    • March 20, 2026
    • 3 views
    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    • March 20, 2026
    • 6 views
    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    • March 20, 2026
    • 5 views
    Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    • March 20, 2026
    • 12 views
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    • March 20, 2026
    • 9 views
    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!