
patan: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના પાટણમાંથી સામે આવી છે. જેમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને તેના ક્લાસનો જ એક વિદ્યાર્થીએ હાથમાં બ્લેડથી ચેકા મારી અને લાઈટરથી ડામ આપ્યાં હતા. શાળામાં આ પ્રકારની ક્રુરતાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના પાટણમાં
મળતી માહિતી મુજબ પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની એક વિદ્યાર્થિનીને તેના જ ક્લાસના વિદ્યાર્થીએ ચાર મહિનાથી હેરાનગતિ કરી હતી. મંગળવારે આ હેરાનગતિએ ગંભીર સ્વરૂપ લીધું, જ્યારે બે અન્ય વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીને પકડી રાખી અને હેરાન કરનાર વિદ્યાર્થીએ તેના હાથ પર બ્લેડથી ચેકા માર્યા અને લાઈટરથી ડામ આપ્યા. આ ઘટનાથી આઘાતમાં આવેલી વિદ્યાર્થિનીએ ઘરે જઈને લાઈઝોલ (ઝેરી પ્રવાહી) પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલ તેને પાટણની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.
વિદ્યાર્થિનીના પિતાના શાળા પર ગંભીર આક્ષેપો
વિદ્યાર્થિનીના પિતાએ શાળા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ચાર મહિના પહેલાં તેમણે આચાર્યને વિદ્યાર્થીની હેરાનગતિ અંગે જાણ કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા નહોતા. ઘટના બાદ શાળાએ સીસીટીવી ફૂટેજ આપવાનો ઇનકાર કર્યો, દાવો કરીને કે પાસવર્ડ ખબર નથી. ક્લાસ ટીચરે પણ વિદ્યાર્થિનીને ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
પોલીસે ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી
પોલીસે ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક આગેવાન નવઘણજી ઠાકોરે શાળાને “અસામાજિક તત્ત્વોનો અડ્ડો” ગણાવી, આરોપીઓને સખત સજાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી કે, 24 કલાકમાં ન્યાય ન મળે તો કેન્દ્રીય વિદ્યાલયનો ઘેરાવો કરવામાં આવશે.
આ પણ વાંચો:
Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત
Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








