
ગઈકાલે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિન હતો. આ દિને તેમને લોકોએ અઢળક સુભેચ્છાઓ પાઠવી. રક્તદાન શિબિરો યોજી. સોશિયલ મિડિયામાં તેમને જન્મદિનની શુભચ્છાઓ પાઠવતી પોસ્ટનો મારો ચાલ્યો. જોકે આ દરમિયાન ચેસના બોર્ડ પર દુનિયાને ચેકમેટ કરનાર ભારતના દિગ્ગજ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ ઘણા ટ્રોલ થયા. X પ્લેટફોર્મ પર MYMODISTORY હેશટેગ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવવાની નાદાનીમાં આનંદે એક એવી સંદેશ કોપી-પેસ્ટ કરી દીધો કે જેમાં તેઓ પોતાને જ “વિશ્વનાથન આનંદ જી” કહી બેઠા. બસ, પછી તો નેટીઝન્સની મજાકની ચાલ શરૂ થઈ, અને આ ભૂલ વાયરલ થઈને સોશિયલ મીડિયાનો તમાશો બની ગઈ!
‘વિશ્વનાથન આનંદ જી’નો તમાશો
Vishwanathan Anand accidentally exposed Modi’s birthday PR campaign.
He forgot to remove “Vishwanathan Anand Ji” while copy-pasting the post.
Deleted and reposted it, but by then people had already taken screenshots.
Checkmate. pic.twitter.com/zhKaOwWipS
— PunsterX (@PunsterX) September 17, 2025
આનંદે X પર જે સંદેશ પોસ્ટ કર્યો, તેમાં એક એવું વાક્ય હતું કે જે દેખીતી રીતે કોઈ પૂર્વ-લખેલા, રાજકીય કે પ્રમોશનલ ટેમ્પલેટનો ભાગ હતું. આ સંદેશમાં આનંદને “વિશ્વનાથન આનંદ જી” તરીકે સંબોધવામાં આવ્યા હતા, જાણે કોઈ બીજા માટે તૈયાર કરેલો ફોર્મેટ તેમણે ભૂલથી પોતાના નામે ચોંટાડી દીધો! આવું નિર્દોષ પણ હાસ્યાસ્પદ ‘સેલ્ફ-ચેકમેટ’ જોઈને નેટીઝન્સે તો જાણે ટ્રોલિંગનું ઓલિમ્પિક મેડલ જીતી લીધું. સ્ક્રીનશૉટ્સ ઝડપથી વાયરલ થયા, અને X પર મીમ્સનું મેળું લાગી ગયું.
ભૂલ સુધારી, પણ સ્ક્રીનશૉટ્સનો ખેલ ચાલુ
આનંદને જ્યારે પોતાની આ ભૂલનો ખ્યાલ આવ્યો, તેમણે ઝડપથી પોસ્ટ ડિલીટ કરી અને “વિશ્વનાથન આનંદ જી” વાળું વાક્ય હટાવીને સંદેશ ફરીથી પોસ્ટ કર્યો. પણ સોશિયલ મીડિયાની દુનિયા તો એક સેકન્ડ પણ ચૂકતી નથી! તેમની મૂળ પોસ્ટના સ્ક્રીનશૉટ્સ પહેલેથી જ હજારો યુઝર્સના હાથમાં હતા, અને #MYMODISTORY હેશટેગ હેઠળ મજાકનો માહોલ ગરમ થઈ ગયો. એક યુઝરે લખ્યું, “આનંદ જી, ચેસમાં તો બિશપ-નાઈટની ચાલ રમો, પણ આ તો કોપી-પેસ્ટની ચાલ રમાઈ ગઈ!” બીજાએ ટિપ્પણી કરી, “આનંદે પોતાને જ ‘જી’ કહી દીધું, હવે આને કહેવાય સાચો સ્વ-સન્માન!”
વિશ્વનાથન આનંદે આ ઘટના અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પણ તેમની ઝડપથી પોસ્ટ સુધારવાની ક્રિયા એ દર્શાવે છે કે તેઓ આ ભૂલથી વાકેફ થઈ ગયા હતા. ચેસના બોર્ડ પર દરેક ચાલ ગણતરીથી રમનાર આનંદ માટે આ એક એવી ‘ચાલ’ હતી, જે સોશિયલ મીડિયાના ટ્રોલર્સે પકડી લીધી. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સોશિયલ મીડિયાની દુનિયામાં નાની ભૂલ પણ મોટો તમાશો બની શકે છે.
આ પણ વાંચો:
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
મોદીને ઠપકો આપતો માતા હીરાબાનો AI વીડિયો તાત્કાલિક દૂર કરવા હાઈકોર્ટનો આદેશ | AI Video
Surat: લોકો ના, ના કહેતા રહ્યા, મહિલાએ રાષ્ટ્રધ્વજને સળગાવી દીધો, વીડિયો વાયરલ થતાં….
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?







