મોદીને ઠપકો આપતો માતા હીરાબાનો AI વીડિયો તાત્કાલિક દૂર કરવા હાઈકોર્ટનો આદેશ | AI Video

  • India
  • September 17, 2025
  • 0 Comments

PM Modi Mother AI Video: કોંગ્રેસ દ્વારા PM મોદી અને તેમની માતાના AI વીડિયો કેસની સુનાવણી કરતી વખતે પટના હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કોંગ્રેસને આ વીડિયો તાત્કાલિક દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. પટના હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પી.બી. બજંત્રીની કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે નિર્દેશ આપ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીનું અપમાન કરતો આ વીડિયો તાત્કાલિક અસરથી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે.

હકીકતમાં 10 સપ્ટેમ્બરના રોજ બિહાર કોંગ્રેસના સત્તાવાર X હેન્ડલ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં મોદીની માતાના સ્વપ્નનું AI-આધારિત ચિત્રણ કરવામાં આવ્યું છે.

આ વીડિયોમાં સ્વર્ગસ્થ હીરાબેન મોદીનું પાત્ર તેમના પુત્રને રાજકીય લાભ માટે તેમના નામનો દુરુપયોગ કરવા બદલ ઠપકો આપતા જોવા મળે છે. એક દ્રશ્યમા PM મોદી જેવો દેખાતો એક માણસ પથારીમાં સૂઈને કહે છે, “આજની મત ચોરી ગયો છે, હવે શાંતિથી ઉંઘવા જઉ છુ.” પછી તેમની માતા તેમના સ્વપ્નમાં દેખાય છે અને સ્વ. હીરબા મોદીને ઠપકો આપતાં કહે છે, બેટા પહેલા મને નોટ બદલવા લાંબી લાઈનોમાં ઉભી રાખી. તે મારા ચરણો ધोવાની રીલ બનાવડાવી  અને હવે બિહારમાં મારા નામ પર રાજનીતી કરે છે. તમે મારા અપમાનના બેનર-પોસ્ટરો છવાવી રહ્યા છો. તમે ફરી બિહારમાં નોટંકી કરવાના પ્રયત્નો કરી રહ્યા છો. રાજકારણના નામે કેટલા નીચા પડશો. આ વીડિયોને AI-જનરેટેડ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો હતો, પરંતુ ભાજપે તેને ઘૃણાસ્પદ અને માતાનું અપમાન ગણાવ્યું હતું, અને આ વીડિયો સામે પટના હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો.

ભાજપે FIR નોંધાવી

ભાજપે પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે આ વીડિયો માત્ર વડા પ્રધાનની છબીને જ ખરાબ કરતો નથી પરંતુ મહિલાઓના ગૌરવનું પણ ઉલ્લંઘન કરે છે. દિલ્હી પોલીસે ભાજપના કાર્યકર સંકેત ગુપ્તાની ફરિયાદના આધારે 13 સપ્ટેમ્બરના રોજ એફઆઈઆર નોંધી હતી, જેમાં ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી . FIRમાં આ વીડિયોને મોદી અને તેમની માતાની છબીને બદનામ કરતો ગણાવવામાં આવ્યો છે.

કોંગ્રેસે બચાવ કર્યો

કોંગ્રેસ પાર્ટીએ આ વીડિયોનો બચાવ કર્યો. પાર્ટીના મીડિયા ચીફ પવન ખેરાએ કહ્યું, “આ વીડિયો કોઈનું અપમાન કરતો નથી. માતા ફક્ત પોતાના બાળકને રાજધર્મના સિદ્ધાંતો શીખવી રહી છે. જો વડા પ્રધાનને તે અપમાનજનક લાગે છે, તો તે તેમની સમસ્યા છે.”

ખેરાએ ઉમેર્યું કે વીડિયોમાં કોઈ અપમાન નથી અને ભાજપ તેનો ઉપયોગ સહાનુભૂતિ મેળવવા માટે કરી રહી છે. બિહાર કોંગ્રેસે આ વીડિયો શેર કરવા માટે કોણ જવાબદાર છે તે નક્કી કરવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

PM મોદીનું AI સમિટમાં સંબોધન; કહ્યું- AIને પારદર્શક અને વિશ્વનીય બનાવવું જરૂર- ખતરો નહીં તકો વધશે

PM Modi: ભાવનગર આવતાં પહેલા જોઈ લેજો આ વીડિયો!, પહેલાના વચનો ભૂલી ના જતા!

ગુજરાત હાઈકોર્ટમાંથી જમીન દબાણ મુદ્દે યુસુફ પઠાણને ઝટકો, જમીન ખાલી કરવા આદેશ | land Grab | Yusuf Pathan

US: ‘તમે ઓસ્ટ્રેલિયાને નુકસાન પહોંચાડી રહ્યા છો, હું આની જાણ તમારા PMને કરીશ’, ટ્રમ્પે પત્રકારને તેવર બતાવ્યા?

Ahmedabad: ધો. 1થી 8ને બદલે 10 સુધીનું શિક્ષણ ફી લીધા વિના ભણાવાશે

Related Posts

Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ
  • September 13, 2026

Umar Khalid UAPA Case: ઉમર ખાલિદનું નામ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટેલિવિઝન ચર્ચાઓમાં સતત સામે આવ્યું છે. અનેક ટીવી એન્કરોએ તેમને ‘ટુકડે-ટુકડે ગેંગ’ના નેતા, અર્બન નક્સલ, દેશદ્રોહી અને વિદેશી ભંડોળ…

Continue reading
Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?
  • September 13, 2026

Xi Jinping India Visit: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દિલ્હી પહોંચતા તેમની મુલાકાતને ભારતીય મીડિયામાં વ્યાપક કવરેજ મળી રહ્યું છે. એર ચાઇના વિમાન ભારતીય એર સ્પેસમાં પ્રવેશ્યું ત્યારથી જ સોશિયલ મીડિયા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ

  • September 13, 2026
  • 5 views
Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ

Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?

  • September 13, 2026
  • 6 views
Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન

  • September 13, 2026
  • 7 views
Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક

  • September 13, 2026
  • 9 views
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક

Congress BJP Gujarat Strategy: ગુજરાતમાં 2027ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું, એક જ દિવસે કોંગ્રેસ-ભાજપના પ્રભારીઓની બેઠકો

  • September 13, 2026
  • 8 views
Congress BJP Gujarat Strategy: ગુજરાતમાં 2027ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું, એક જ દિવસે કોંગ્રેસ-ભાજપના પ્રભારીઓની બેઠકો

Modi Xi Jinping Meeting: ગલવાન બાદ પહેલીવાર ભારતમાં મોદી-શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક, સંબંધોમાં નરમાઈના સંકેત

  • September 13, 2026
  • 12 views
Modi Xi Jinping Meeting: ગલવાન બાદ પહેલીવાર ભારતમાં મોદી-શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક, સંબંધોમાં નરમાઈના સંકેત