
PM Modi: દેશના વડાપ્રધાન નેરન્દ્ર મોદી હવે સતત તેમના વચનોથી ઝડપથી ગુલાટ મારી રહ્યા છે. બીજી તરફ મતચોરીને લઈ ઘેરાયા છે. તાજેતરમાં તેમણે એક નિવદન આપ્યુ જેનાથી તેઓ ભારે ટીકાનો શિકાર બન્યા છે. તેમણે કહ્યું કે મને મની બ્લેક હોય કે વ્હાઈટ મને કોઈ ફરક પડતો નથી.
મોદી વર્ષ 2014ની ચૂંટણી જીતવા માટે લોકોને લાલચ આપી હતી કે હું કાળું નાણું પાછુ લાવીશ. તેમણે એમ પણ કહ્યુ હતુ એક પરિવારને 15 આપીશ. જો કે મોદી હજુ સુધી કાળા રુપિયા લાવ્યા નથી. કાળુ નાળુ લાવવા નોટબંધી કરી પણ તે નિષ્ફળ રહી. ત્યારે હવે તે કહી રહ્યા છે કે મને બ્લેક મનીથી કોઈ ફરક પડતો નથી.
કાળુ નાળુ ના લાવી શક્યા કે 15 લાખ પણ ના આપી શક્યા
આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા નિવેદનથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે, જેની રાજનીતિક, આર્થિક અને સામાજિક પરિણામો પર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે. 2012 ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ સ્વિસ બેંકોમાં જમા થયેલા કાળા નાણાંને પાછા લાવવાની જાહેરાત કરી હતી. તેમનું નિવેદન હતું, હું સ્વિસ બેંકોમાં પડેલા કાળા નાણાંને પાછા લાવીશ. સાથે સાથે કહ્યું હતુ કે દરેક પરિવારને 15 લાખ આપીશ. જો કે પછી આ નિવેદનને પછી આ જુમલો હતુ તેવુ અમિત શાહને મોઢે કહેડાવ્યું. આ નિવેદનથી દેશભરમાં આશા જાગી હતી કે વિદેશમાં છુપાયેલા અબજો રૂપિયાના નાણાં ભારત પાછા આવશે, જેનો ઉપયોગ દેશના વિકાસ અને ગરીબી નિવારણ માટે થઈ શકે. આ વચન એ સમયે ભાજપની ચૂંટણી ઝુંબેશનો પણ મહત્વનો ભાગ હતું, જેનાથી લોકોમાં મોદીની નેતૃત્વ ક્ષમતા પર વિશ્વાસ વધ્યો હતો. જો કે તે વિશ્વાસ કરવો લોકોને જ ભારે પડી રહ્યો છે.
નોટબંધી નિષ્ફળ રહી
2012થી 2025 સુધી આ દાવો પૂરો થયો નથી. સ્વિસ બેંકોમાં જમા થયેલા નાણાંને પાછા લાવવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોવાનું જણાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કરારો, કાનૂની અડચણો અને રાજદ્વારી પ્રક્રિયાઓએ આ પ્રયાસોને અટકાવ્યા છે. આ મુદ્દે નોંધપાત્ર પ્રગતિ ન થતાં વિપક્ષે સરકાર પર આ વચન ન પાળવાનો આક્ષેપ કર્યો હતો. આ પછી, 2016માં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારે નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય લીધો. 8 નવેમ્બર, 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટો રાતોરાત બંધ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં કાળા નાણાંને નાબૂદ કરવાનો, આતંકવાદના નાણાકીય સ્ત્રોતો રોકવાનો અને ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો હતો. જોકે, નોટબંધીના પરિણામો અપેક્ષા મુજબ ન આવ્યા.
મોદી સરકાર “આર્થિક આફત” લાવી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલો અનુસાર, લગભગ 99% જૂની નોટો બેંકોમાં પાછી આવી, જેનાથી કાળા નાણાં નાબૂદ થવાનો દાવો નબળો પડ્યો. નોટબંધીની અસર અર્થવ્યવસ્થા પર નકારાત્મક રહી. નાના અને મધ્યમ વેપારીઓ, ખેડૂતો, દૈનિક વેતનદારો અને મધ્યમ વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બેંકોની લાંબી કતારો, રોકડની અછત અને આર્થિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો. આ નિર્ણયને કારણે દેશનો આર્થિક વિકાસ દર ઘટ્યો, અને નોટબંધીની સફળતા પર પ્રશ્નો ઉભા થયા. વિપક્ષે આ નિર્ણયને “આર્થિક આફત” ગણાવી, જ્યારે સરકારે દાવો કર્યો કે આ નિર્ણયથી ડિજિટલ ચૂકવણીઓને પ્રોત્સાહન મળ્યું.
મને બ્લેક મનીથી કોઈ ફેર પડતો નથી
2012 :- मैं स्विस बैंकों में पड़े कालेधन को वापस लाकर ही रहूंगा।
2016 :- नोट बंदी से भारत में काला धन खत्म हो जाएगा जोकि दांव उल्टा पड़ा।
2025 :- मुझे परवाह नहीं है कि पैसा ब्लैक मनी है या व्हाइट मनी 💰
— इस आदमी को पलटते हुए देर नहीं लगती है, न तो कोई जवाबदेही है और न ही कोई… pic.twitter.com/D7hmN5jo6y
— Dr. Sheetal yadav (@Sheetal2242) August 27, 2025
હવે, 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નવું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું, “મને પરવા નથી કે બ્લેક મની છે કે વ્હાઈટ.” આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ નિવેદન અગાઉના વચનો અને નીતિઓની સાથે સીધો વિરોધાભાસ દર્શાવે છે, જેના કારણે વડાપ્રધાનની નીતિઓ અને નેતૃત્વ પર પ્રશ્નો ઉભા થયા છે. વિવેચકોનું માનવું છે કે આ નિવેદનમાં જવાબદેહી અને જવાબદારીનો અભાવ જોવા મળે છે. એક આર્થિક નિષ્ણાતે જણાવ્યું, “જો કાળા નાણાંનો મુદ્દો હવે સરકાર માટે અગત્યનો નથી, તો નોટબંધી જેવા મોટા નિર્ણયોનો હેતુ શું હતો? આ નિવેદનથી લોકોનો સરકાર પરનો વિશ્વાસ ડગમગી શકે છે.”
મોદીના નિવેદનોથી લોકો રોષે
સોશિયલ મીડિયા પર આ નિવેદનને “નીતિમાં પલટાવ” તરીકે ગણાવવામાં આવી રહ્યું છે. એક નાગરિકે ટ્વીટ કર્યું, “2012માં કાળા નાણાં પાછા લાવવાનું વચન, 2016માં નોટબંધી, અને હવે 2025માં ‘કાળું કે સફેદ નાણું નાણાથી ફરક પડતો નથી’ની વાત. આ બદલાતી નીતિઓથી જનતા મૂંઝવણમાં છે.” અન્ય એક યુઝરે લખ્યું, “નોટબંધીમાં અમે કલાકો સુધી બેંકોની લાઇનમાં ઊભા રહ્યા, અને હવે કહે છે કે નાણાંનો રંગ મહત્વનો નથી? આ કેવી નીતિ છે?”
વિપક્ષના આકરા પ્રહારો
વિપક્ષી નેતાઓએ આ નિવેદનને હથિયાર બનાવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું, “વડાપ્રધાનનું આ નિવેદન દર્શાવે છે કે તેમની પાસે કાળા નાણાંની સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અગાઉના વચનો માત્ર રાજનીતિક લાભ માટે આપવામાં આવ્યા હતા.”
આ પણ વાંચો:
Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?
Swadeshi Definition: ‘હવે’ નાણાં કાળા છે કે ધોળા, મને કોઈ ફરક પડતો નથી: PM મોદી
મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal
Rahul Gandhi: ‘હું રોજ કહુ છું મોદી વોટચોર છે, તો ચૂપ કેમ?, કારણ તે જાણે છે હવે પકડાઈ ગયા’
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal
UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…
Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?