
PM Modi News: છેલ્લા કેટલાક મહિનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોની ગેરહાજરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર તાપમાન વધારી દીધું છે. મીડિયા રિપોર્ટ્સમાં ચર્ચા થઈ કે, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની શક્યતા મુલાકાતને કારણે મોદી વિદેશભ્રમણ ટાળી રહ્યા છે, કારણ કે ટ્રમ્પ પાકિસ્તાન જેવા મુદ્દાઓ ઉઠાવીને મુશ્કેલી પેદા કરી શકે. પરંતુ, મોદીના સમર્થકોના જૂથોમાં એક નવો નેરેટીવ ફેલાઈ રહ્યો છે.વડાપ્રધાનના જીવ પર ગંભીર ખતરોને કારણે તેઓ દેશ છોડવાનું ટાળી રહ્યા છે.આ ચર્ચા ખાસ કરીને એસીઓ સમિટ 2025 બાદ તીવ્ર બની, જ્યાં ભારતીય અને રશિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓએ કથિત હુમલાની ચેતવણી આપી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં મોદીના સમર્થકો કહી રહ્યા છે.”પપ્પાના જીવ પર ખતરો છે, તેથી વિદેશ નથી જઈ રહ્યા.” આ નેરેટીવને ‘પાળેલા પોપટો’ તરીકે ઓળખાતા સમર્થકો ફેલાવી રહ્યા છે, જે મોદીના વિદેશ પ્રવાસોની લાંબી યાદીને અવગણીને નવી કહાણી બનાવે છે.ત્યારે સવાલ તે થાય છે કે, તેમના આમ કરવા પાછળનો આશય શું? X પર પોસ્ટ કરતાં પપ્પાનાં પાળેલાં પોપટોને બધી ખબર છે, તો એમની પુછપરછ કેમ નથી થઈ રહી?
વિશ્લેષકો માને છે કે, આ પ્રચારણા ટ્રમ્પ-ટાળવાના નકારાત્મક નેરેટીવને કાઉન્ટર કરવા માટે છે. તે મોદીને ‘રાષ્ટ્રના રક્ષક’ તરીકે રજૂ કરી, સમર્થન વધારે છે અને વિરોધીઓને ડિસ્ટ્રેક્ટ કરે છે. રાજકીય વિશ્લેષણમાં, આ ચૂંટણીના સમયમાં સહાનુભૂતિ જગાડવાનો પ્રયાસ લાગે છે. આ મામલે વરિષ્ઠ પત્રકાર જયનારાયણ વ્યાસ અને મયુર જાનીએ શું કહ્યયું જુઓ વીડિયો….
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!








