Delhi: PM મોદી ‘કૃત્રિમ યમુના’માં ડૂબકી ના લગાવી શકતાં દોષનો ટોપલો વિપક્ષ પર ઠાલવ્યો, પોતાનું અપમાન છઠ માતાનું ગણાવ્યું!

  • India
  • October 30, 2025
  • 0 Comments

Delhi: દિલ્હીમાં મોદી માટે બનાવેલા કૃત્રિમ ઘાટની પોલ ખૂલી જતાં યમૂના નદીમાં ડબૂકી લગાવવાનું ટાળ્યું હતુ. મોદી માટે યમુના નદીને કિનારે સ્વચ્છ પાણી ભરી અલગથી ઘાટ બનાવતાં વિવાદ થયો હતો. જે બાદ મોદી ત્યા ડૂબકી પણ લગાવવા ગયા નથી. કારણે કૃત્રિમ યમુના ઘાટ બનવતાં મોટો વિવાદ ઉભો થયો હતો. જેથી હવે મોદી ડૂબકી ના લગાવી શકતાં તમામ દોષનો ટોપલો વિપક્ષ પર ઠાલવ્યો છે. તેમણે પોતાનું અપમાન છઠ માતાનું ગાણાવી દીધુ. મતલબ ખુદની સરખાણી મોદીએ છઠ માતા સાથે કરી નાખી. પહેલા ખુદને નોન બાયોલિજિકલ ગણાવતા હતા. હવે પોતાને ભગવાન સાબિત કરી રહ્યા છે.

મોદી કૃત્રિમ યમુનામાં ડૂબકી ના લગાવી શકતાં કહ્યું આ કોંગ્રેસ અને આર.જે.ડીએ છઠ માતાનું અપમાન કરી રહ્યા છે. જો કે હકીકતમાં આ છઠ માતાનું અપમાન નથી. ખુદ વડાપ્રધાન મોદીનું અપમાન છે. કારણે મોદી માટે અલગથી સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરતાં વીડિયો વાયરલ થઈ ગયા હતા. જેથી ભાજપ સરકારની સ્વચ્છતાની બેદરકારી બહાર આવી હતી. મોદી યમુનાના ગંદા પાણીથી ના ન્હાવુ પડે તે માટે અલગથી પાણીની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે સામાન્ય માણસોને આ સરકાર યમુનાનું ગંદુ પાણી પીવા માટે આપી રહી છે. જેથી મોદી સરકાર બરાબર ઘેરાઈ છે.

આ મામલે કોંગ્રેસ નેતા પવન ખેડાએ મોદી પર સોશિયલ મિડિયા પર પ્રહાર કર્યા છે. તેમણે X પર લખ્યું 5 સ્ટાર બિસ્લેરી પૂલ નાટકનો પર્દાફાશ થયો ત્યારે વડા પ્રધાન ગુસ્સે ભરાયા હતા. પોતાની બદનામી છુપાવવા માટે તેઓ હવે તેને છઠી મૈયાનું અપમાન  ગણાવી રહ્યા છે.  શું તેઓ પોતાની સરખામણી છઠ માતા સાથે કરવાની શું જરુર? તેમણે પહેલેથી જ પોતાને નોન બાયોલોજિકલ જાહેર કરી દીધા છે, અને હવે તેઓ પોતાને ભગવાન જાહેર કરવાની મૂર્ખતા કરી રહ્યા છે.

શું છે મામલો?

દિલ્હીના યુમના ઘાટ પર યોજાનાર છઠ પૂૂજા કાર્યક્રમ(27 ઓક્ટોબરે) રદ કર્યો હતો. તેનું મુખ્ય કારણ દિલ્હીની યમુના નદીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા અને તેની આસપાસનો રાજકીય વિવાદ હતો. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીની રેખા ગુપ્તા સરકારે મોદી ડૂબકી લગાવે તે માટે “નકલી યમુના” અથવા કૃત્રિમ ઘાટ બનાવ્યો હતો.  જે ફોટોશૂટ માટે સ્વચ્છ પાણીનો દેખાવ બનાવવા માટે વઝીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર કરેલા પાણીથી ભરેલું હતું.

AAP નેતા સૌરભ ભારદ્વાજે તેને “બિસ્લેરી તળાવ” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે વાસ્તવિક યમુના એટલી પ્રદૂષિત હતી કે તેમાં સ્નાન કરવું જોખમી હતું. આ ખુલાસા બાદ, વડા પ્રધાન કાર્યાલયે સ્નાન રદ કર્યું હતું, જેને AAP એ ભાજપની નિષ્ફળતાનો પુરાવો ગણાવ્યો હતો.

ભાજપે વળતો જવાબ આપતા કહ્યું હતું કે યમુનાનું પાણી ફક્ત સ્નાન માટે જ નહીં પરંતુ પીવા માટે પણ સ્વચ્છ હતું, અને પ્રદૂષણમાં 90% ઘટાડો થયો છે. જો કે, સત્તાવાર ડેટા દર્શાવે છે કે નદી હજુ પણ સંપૂર્ણપણે સ્વચ્છ નથી. બિહારની ચૂંટણી પહેલા છઠ પૂજા દરમિયાન આ વિવાદ વધુ તીવ્ર બન્યો હતો, જ્યાં પૂર્વાંચલના સ્થળાંતર કરનારાઓની લાગણીઓ એક મુદ્દો બની હતી. રાહુલ ગાંધીએ પણ તેને ‘તળાવ નાટક’ ગણાવીને તેના પર નિશાન સાધ્યું. એકંદરે, પ્રદૂષણના ખુલાસા અને રાજકીય દબાણને કારણે આ ડૂબકી રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Related Posts

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
  • August 1, 2026

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

Continue reading
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત
  • August 1, 2026

Gulf countries Indian deaths: પૈસા કમાવવા અને પરિવારનું જીવન સુધારવા માટે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (UAE), કુવૈત, ઓમાન, બહેરીન અને કતાર જેવા ખાડી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 2 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 4 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 4 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 10 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 17 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ