
- લોકસભામાં પીએમ મોદીનું સંબોધન તો સંસદ બહાર રાહુલ ગાંધીનું નિવેદન; વિપક્ષને કેમ મૌન કરવામાં આવ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર લોકસભામાં નિવેદન આપ્યું અને તેને સફળ કાર્યક્રમ ગણાવ્યો હતો.
તેમના નિવેદન પછી વિરોધ પક્ષોના કેટલાક સભ્યો પોતાનો મુદ્દો રજૂ કરવા માંગતા હતા, પરંતુ સ્પીકર ઓમ બિરલાએ તેમને તેમની બેઠકો પર બેસવા કહ્યું હતું.
આ હોબાળા બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ગૃહમાંથી બહાર આવ્યા પછી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, “હું વડાપ્રધાનના નિવેદનને સમર્થન આપવા માંગતો હતો. કુંભ આપણી પરંપરા, સંસ્કૃતિ, ઇતિહાસ છે. એવી ફરિયાદ હતી કે વડાપ્રધાને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી નથી.”
“કુંભમાં ગયેલા યુવાનો વડાપ્રધાન પાસેથી રોજગાર ઇચ્છે છે અને વડાપ્રધાને પણ તેના પર બોલવું જોઈતું હતું… લોકશાહી વ્યવસ્થામાં વિપક્ષના નેતાને બોલવાની તક આપવી જોઈતી હતી, પરંતુ તેઓ બોલતા નથી, આ નવું ભારત છે.”
पहले से ही @grok (ग्रोकवा) ने संघियों की लाल कर रखी थी !
अब @RahulGandhi जी ने ऊपर से जले पर नमक और मिर्ची दाल दिया ! pic.twitter.com/Ikol7eAqpM
— Praveen प्रवीण (@iPraveenK_) March 18, 2025
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, “સંસદમાં વડાપ્રધાનના નિવેદન પછી વિપક્ષને પણ બોલવાની મંજૂરી આપવી જોઈતી હતી, કારણ કે કુંભના વિષય પર વિપક્ષની પણ લાગણીઓ હતી, જેના પર કોઈ વાંધો ન હોવો જોઈતો હતો. તેથી, વિપક્ષને પણ આ વિશે બોલવાની મંજૂરી આપવી જોઈતી હતી.”
29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાન થયેલી ભાગદોડમાં ઘણા લોકોના મોત થયા હતા. વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પર આ ભાગદોડમાં માર્યા ગયેલા લોકોની સંખ્યાના આંકડા છુપાવવાનો આરોપ લગાવી રહી છે.
ઉત્તર પ્રદેશ સરકારે આ ભાગદોડમાં 30 લોકોના મોતની પુષ્ટિ કરી હતી.
લોકસભામાં શું કહ્યું નરેન્દ્ર મોદીએ ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશવાસીઓના કારણે આ કાર્યક્રમ સફળ થયો છે.
તેમણે કહ્યું, “સદનના માધ્યમથી હું દેશવાસીઓને નમન કરું છું. તેમના કારણે જ મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ યોગદાન આપ્યું છે. હું સરકાર, સમાજ અને તમામ કર્મયોગીઓને અભિનંદન આપું છું.”
તેમણે કહ્યું કે મહાકુંભમાંથી અનેક અમૃત નીકળ્યાં છે. એકતાનું અમૃત એ એનો પવિત્ર પ્રસાદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં અમે જોયું હતું કે કેવી રીતે દેશ આગામી 1000 વર્ષ માટે તૈયાર થઈ રહ્યો છે. એક વર્ષ પછી મહાકુંભના આયોજને આ બતાવ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાકુંભમાં આપણે રાષ્ટ્રીય ચેતનાનો વિશાળ જાગૃતિ જોઈ છે. આ રાષ્ટ્રીય ચેતના રાષ્ટ્રને નવા સંકલ્પો તરફ દોરી જાય છે. મહાકુંભમાં કેટલાક લોકોના મનમાં આપણી ક્ષમતાઓ વિશે જે શંકાઓ છે તેનો પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.”
દેશની સામૂહિક ચેતના દેશની તાકાત દર્શાવે છે. આવી અનેક તકો માનવજીવન અને દેશ માટે આવે છે જે આવનારી પેઢીઓ માટે ઉદાહરણરૂપ બને છે. અમારા માટે પણ એવી ક્ષણો આવી છે જ્યારે દેશ હચમચી ગયો હતો અને એક થયો હતો.
મોદીએ કહ્યું- આ રાષ્ટ્રીય ચેતના રાષ્ટ્રના નવા સંકલ્પો તરફ દોરી જાય છે, તે તેમની સિદ્ધિ માટે પ્રેરણા આપે છે. મહાકુંભે શંકા-આશંકાઓનો પણ જવાબ આપ્યો છે. જે આપણી ક્ષમતાઓને લઈને કેટલાક લોકોના મનમાં રહે છે.
महाकुंभ से बहुत से अमृत निकले हैं, एकता का अमृत इसका बहुत पवित्र प्रसाद है।
– प्रधानमंत्री श्री @narendramodi जी pic.twitter.com/8YBm6K64cX
— BJP Gujarat (@BJP4Gujarat) March 18, 2025
મોદીએ કહ્યું- ભક્તિ આંદોલનમાં આપણે જોયું કે દેશમાં આધ્યાત્મિક ચેતનાનો ઉદય થયો. વિવેકાનંદજીએ એક સદી પહેલા શિકાગોમાં ભાષણ આપ્યું હતું, તેમણે પણ એવું જ કર્યું હતું. 1857નો સ્વતંત્રતા સંગ્રામ, ભગતસિંહની શહાદત, નેતાજીનો દિલ્હી ચલોનો જયઘોષ, ગાંધીજીની દાંડી કૂચ. આવા પ્રયાસોથી પ્રેરિત થઈને ભારતે આઝાદી મેળવી હતી. પ્રયાગરાજનો મહાકુંભ પણ એવો જ પ્રયાસ છે. તે જાગૃત દેશનું પ્રતિબિંબ છે. અમે દોઢ મહિના સુધી મહાકુંભ ઉત્સવના સાક્ષી બન્યા અને ઉત્સાહનો અનુભવ કર્યો.
આ દરમિયાન વડા પ્રધાન મોદીના ભાષણ પછી કેટલાક વિપક્ષી સભ્યો તેમની બેઠકો પરથી ઉભા થયા અને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું હતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને તેમની બેઠકો પર બેસવા કહ્યું, જ્યારે તેઓ સહમત ન થયા ત્યારે અધ્યક્ષે ગૃહને બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.