
Police transfer: હોળી-ધૂળેટીના તહેવાર પર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં લૂખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જે બાદ ડીજીપી વિકાસ સહાય પણ એક્શનમાં આવ્યા હતા. ત્યારે હવે અમદાવાદમાંથી કુલ 28 પોલીસ ઈસ્પેક્ટર( PI)ની બદલી થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
અમદાવાદમાં અસામાજિક પ્રવૃતિઓ વધ્યા બાદ પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. એક સાથે અમદાવાદના પૂર્વ વિસ્તારના 28 PIની બદલી કરી નાખી છે.
વસ્ત્રાલમાં વધતા જતા ગુંડા તત્ત્વોનો આતંક બાદ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે એ મોટી કાર્યવાહી કરી છે. રામોલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.બી ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. જ્યારે એસ.ઓ.જી. વી.ડી. મોરીને રામોલમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા.
અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં હોળીની મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital
આ પણ વાંચઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return
આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં કારચાલકે પોલીસકર્મીઓને કચડી નાખાવાનો પ્રયાસ કર્યો
આ પણ વાંચોઃ Anand: આણંદમાં બેદરકારી દાખવતી 3 રેસ્ટોરન્ટ્સ સીલ, બહારનું ખાતા પહેલા ચેતજો