
ગુજરાતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે હવે ખેડા જીલ્લામાંથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક પોલીસકર્મી અને તેમની માતાનું મોત થયું છે. રસ્તા વચ્ચે નીલ ગાયનું ટોળું આવી જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડાના કેમ્પ વિસ્તારમાં ગઈકાલે મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શંકરભાઈ સોલંકી(ઉ.વ.45) કાર લઈને પસાર થતાં હતા. ત્યારે એકાએક રોડ પર નીલ ગાયનું ટોળુ આડે આવી જતાં કાબૂ ગુમાવી દીધો હતો, અને કાર સીધી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં શંકરભાઈ સોલંકીનું મોત થયું હતુ. જ્યારે તેમની માતા શારદાબેન સોલંકી(ઉ.વ.65)નું પણ મોત થયું હતુ. જ્યારે ગાડીમાં સવાર અન્ય લોકોને ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધ્યો છે. બીજી બાજુ એક જ પરિવારમાંથી 2 લોકોના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે.
આ પણ વાંચોઃ BREAKING: મહારાષ્ટ્રમાં ટ્રેન અકસ્માતઃ આગની અફવાથી લોકો ટ્રેનમાંથી કુદ્યા, 8 લોકોના મોત, અફવા કોણે ફેલવી?
આ પણ વાંચોઃ Gujarat Election: બે વર્ષ સુધી પાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી: ઈસુદાન ગઢવી