પોલીસની રાજકીય “જી હુજૂરી”; દિકરીના સરઘસને લઈને ભાજપ-કોંગ્રેસે જ ઉઠાવ્યા અનેક સવાલો

અમરેલી ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના લેટરકાંડમાં એક મહિલા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવાને લઈને મામલો ગરમાયો છે. આ બાબતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કથારિયાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વેધક પ્રહાર કર્યા છે, તો બીજેપીના નેતા ડો ભરત કાનાબારીએ પણ પોલીસની કામગીરી ઉપર પ્રશ્ન ઉઠાવતી પ્રતિક્રિયા આપી છે. તો જૈની ઠૂમ્મર મહિલા કોંગ્રેસ પ્રમુખે પણ ભાજપની ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનિય છે કે, લેટરકાંડ પછી પોલીસે કરેલી કાર્યવાહીમાં એક મોટી ચૂક થઈ ગઈ છે. પોલીસે એક મહિલાનું રિક્ન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે… તો આવો જોણીએ.. ઉપરોક્ત તમામ લિડરોએ શું કહ્યું…

અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધના ડુપ્લીકેટ લેટર કાંડનો મામલો સામે આવ્યો હતો. જેમાં ખુદ ભાજપના નેતા દ્વારા જ ડુપ્લીકેટ લેટર કાંડ થકી કૌશિક વેકરીયાને બદનામ કરવા આ ષડયંત્ર કર્યું હોવાનું સામે આવ્યુ હતું. આ મામલામાં અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા મુખ્ય આરોપી નીકળ્યા હતા. જેથી પોલીસ દ્વારા આ કાંડમાં સામેલ મનીષ વઘાસીયા સહિત અમરેલીના જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા, જીતુ બાવચંદ ખાત્રા અને વિઠલપુરના રહેવાસી કોમ્પ્યુટર ઓપરેટ કરતી પાયલ અશ્વિન ગોટીની પણ ધરપકડ કરવામા આવી હતી.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આ મામલે ગુજરાત સરકાર અને બીજેપી પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, જે રીતે ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે છે અને એક બાજું કુવારી દિકરી, જેનો કોઈ વાંક નથી, જે પોતાના બોશના કહેવાથી લેટર ટાઈપ કરે, તેને રાત્રે બાર વાગે તેના ઘરેથી ઉપાડે અને બીજા દિવસે તેનો સરઘસ કાઢે, સાહેબ શરમ આવવી જોઈએ આ સરકારને, શું તે બુટલેગર હતી? શું તે દિકરી હિસ્ટ્રીશીટર હતી?

તેમણે વધુમાં કહ્યું કે, જે તમારી પીઆઈની ગાડી ઉલાળી નાંખે તેને પકડી શકતા નથી, મોટા પ્રમાણમાં દારૂ પકડાય છે, આટલી વ્યાજખોરી છે, આટલી લુખ્ખાગીરી છે, તમારી ભાજપની કોર્પોરેટરને આત્મહત્યા કરવી પડે છે, તમારી દિકરી હોદ્દેદારને સુસાઈડ કરવું પડે છે, એની તમે ધરપકડ કરી શકતા નથી, તેના આરોપીઓને પકડી શકતા નથી, તેનો સરઘસ કાઢી શકતા નથી અને એક બિચારી કુવારી દિકરી, તેને પોતાના બોસના કહેવાથી લેટર ટાઈપ કર્યો હોય, ઈ દિકરીની તમે ધરપકડ કરો અને સરઘસ કાઢો.. સાહેબ શરમ આવવી જોઈએ… ઓલો નમાલિયો હોય, માંખી ઉડાવવાની તાકાત નહોય તે બાયડી ઉપર શુરો હોય. ભાજપ સરકાર આ બતાવી રહી છે કે, નમાલી સરકાર દિકરીઓ ઉપર શૂરા થવા જઈ રહી છે.. હું હર્ષ ભાઈ અને ભૂપેન્દ્ર ભાઈને કહું છું કે, તમારી સરકારમાં દિકરીઓનું સરઘસ કાઢવામાં આવે છે, હજું કેટલા દિવસ હોકા ભરવાના છે, કેટલા દિવસ સુધી પાંચ પાંચ કરોડ રૂપિયાના સુટ લેવાના છે, કેટલા દિવસ મોટા મોટા ફંક્શન કરીને સાહેબને બોલાવીને કેટલા દિવસ મોટા કરવા છે… જોગો, કંઇક જૂઓ, સમજો વિચારો..

ઉલ્લેખનિય છે કે, નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં પત્ર વાઈરલ કરાયો હતો. જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. આ મામલે પોલીસે યુવા ભાજપના હોદ્દેદારો સહિત 4 લોકોની ધરપકડ કરી તેઓના એક દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.

આ અંગે ભાજપ નેતા ભરત કાનાબારે જણાવ્યું કે, પોલીસે સમગ્ર ઘટના દરમિયાન દિકરીનો જે રોલ હતો, તે એક ઓફિસના સ્ટાફના ભાગ તરીકે કામ કર્યું છે, તે કોઈ રાજકીય નથી. ગંભીર ગુનો કર્યો હોય તે રીતે દિકરી તરીકે તેને બધાની સાથે જાહેરમાં ફેરવવી એ પોલીસ દ્વારા અતિરેક કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસે લેટરકાંડમાં જેવી સક્રિયતા દાખવી છે, તેટલી જ સક્રિયતા દારૂ અને રેતીની ચોરીનું દૂષણ છે, જે પાછલા ત્રણ-ચાર વર્ષમાં ફૂલ્યું-ફાલ્યું છે તેના ઉપર અંકુશ લાવવા નવા એસપી પાસે મારો આગ્રહ છે.

કોંગ્રેસના મહિલા નેતા જૈની બેન ઠૂમ્મરે નકલી લેટરકાંડ અંગે દિકરીના સરઘસ કાઢવાને લઈને પ્રતિક્રિયા આપતા પોલીસ ઉપર આકરા પ્રહાર કર્યા છે. જૈની બેને જણાવ્યું કે, પોલીસે પોતાની પ્રેસ કોન્ફ્રન્સ વખતે પણ દિકરીની ઓળખ છતી કરી તે નિંદનિય છે, તો તેના પછી રિકન્સ્ટ્રક્શન વખતે જાહેરમાં તેનો સરઘસ કાઢવામાં આવ્યો તે તો ખુબ જ ગંભીર બાબત છે. તે ઉપરાંત જૈની બેને પોલીસની કાર્યવાહીનો વિરોધ દર્શાવ્યો હતો.

આ મામલે પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે સોશિયલ મીડિયા મારફતે રોષ ઠાલવ્યો હતો. ત્યારે પ્રતાપ દુધાતે આ મામલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને પણ પત્ર લખ્યો છે અને નરેશ પટેલ અને સમાજના આગેવાનોને દિકરીના સમર્થનમાં આવીને બિન અધિકૃત રીતે દીકરીનું સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક તપાસ કરવા માટે સરકાર પાસે માંગણી કરવા જણાવ્યું છે અને આ બાબતે નિવેદન આપવા જણાવ્યું છે. ત્યાકે પ્રતાપ દુધાતે પટેલ સમાજના મોભી નરેશ પટેલને પત્ર પાઠવી સરધાર ધામના ગગજી સુતરીયા, કાનજી ભાલાળા,મથુરભાઈ સવાણીને પત્રની નકલ રવાના કરી છે ત્યારે પ્રતાપ દુધાતના પત્રથી રાજકીય ખળભળાટ મચ્યો છે.

Related Posts

Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો
  • October 29, 2025

Vadodara: વડોદરાના ભાયલી વિસ્તારમાં મુનવિલા હોટલમાં યોજાયેલી એક બર્થડે પાર્ટી સેલિબ્રેશન દરમ્યાન દારૂની છોળો ઉડી હતી પણ પોલીસે રેડ પાડતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો પોલીસે ત્રણ કોલેજીયન યુવતીઓ સહિત…

Continue reading
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 3 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

  • October 29, 2025
  • 4 views
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

  • October 29, 2025
  • 8 views
Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

  • October 29, 2025
  • 12 views
Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો

  • October 29, 2025
  • 16 views
Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો

Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

  • October 29, 2025
  • 12 views
Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”