
Punjab, firecrackers factory: પંજાબના મુક્તસર સાહિબ વિસ્તારમાં ફટાકડા (firecrackers)ની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટના સમાચાર મળતા જ પોલીસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને સારી સારવાર માટે ભટિંડાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. પોલીસ અને વહીવટીતંત્ર ઘટના પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ વિસ્ફોટ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ વિસ્ફોટની ઘટના મુક્તસર સાહિબના સિંઘેવાલા ગામમાં રાત્રે લગભગ 1.30 વાગ્યે બની હતી. કર્મચારીઓનું કહેવું છે કે રાત્રે જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા, ત્યારે એક વિસ્ફોટ થયો અને ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. કર્મચારીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ફેક્ટરીની ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો.
વિસ્ફોટ થતાં જ ફેક્ટરીના કામદારોમાં ચીસો પાડી ઉઠ્યા હતા અને લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. જેથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
મજૂરોને બચાવવા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમોએ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રશાસને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે અને પોલીસ તેની શોધમાં દરોડા પાડી રહી છે. પોલીસ અને વહીવટીતંત્રનું કહેવું છે કે આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack
Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા
‘કાજોલ દિકરી માટે રાક્ષસ સામે લડી’, Maa ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શું છે કહાની?
Surat: મનપાની કચરા ગાડીએ બાળકને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, બહેનોનો બચાવ
Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ
ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી
‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ
રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather
ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America
Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa
MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે








