
Punjab heavy rain: પંજાબમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. ગુરદાસપુરના દોરંગલા શહેરમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના 400 વિદ્યાર્થીઓ પૂરના પાણીમાં ફસાયા છે. રાવી નદીનું પાણી કિનારાને ઓળંગીને લગભગ 9 કિલોમીટર દૂર પહોંચી ગયું છે અને આ પાણી ઝડપથી કલાનૌર તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે નજીકના તમામ ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે.
રસ્તામાં દાબુડી જવાહર નવોદય વિદ્યાલય આવેલું છે અને બીજા ઘણા ગામો પણ પાણી પાણી થઈ ગયા છે. જવાહર નવોદય વિદ્યાલયમાં લગભગ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે.
શાળાના આચર્યએ શું કહ્યું?
આચાર્ય નરેશ કુમારે જણાવ્યું હતુ કે શાળામાં વિવિધ વર્ગોના કુલ 400 વિદ્યાર્થીઓ ફસાયેલા છે જે હોસ્ટેલમાં રહેતા હતા. આ સાથે, શાળાના 40 શિક્ષકો અને સ્ટાફ અને તેઓ પોતે પણ શાળામાં ફસાયેલા છે. વહીવટીતંત્રને મદદ માટે અપીલ કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે વહીવટીતંત્ર ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું શરૂ કરશે.
ભારતીય સેનાએ કર્યું પડકારજનક રેસ્ક્યૂ કામ
#WATCH | In a swift and daring operation, the Indian Army Aviation evacuated 22 CRPF personnel along with three civilians who had been stranded near Madhopur Headworks (Punjab) since yesterday. At 6 AM today, Army Aviation helicopters were launched to carry out the rescue despite… pic.twitter.com/XcoLxiHjzf
— ANI (@ANI) August 27, 2025
પંજાબમાં ભારે પૂરને કારણએ ભારતીય સેનાએ માધોપુર હેડવર્કસ નજીક ફસાયેલા 3 નાગરિકો સહિત 22 CRPF જવાનોને બહાર કાઢ્યા. આજે સવારે 6 વાગ્યે પડકારજનક પરિસ્થિતિઓ છતાં બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા. ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા હતા. જોકે હેલિકોપ્ટર છત પરથી ઉડાન ભરતાં જ ઇમારતનો આગળનો ભાગ તૂટી પડ્યો અને પાણીમાં ગરકાવ થઈ ગયો. આ પછી પણ સેનાએ જર્જરિત ઇમારતની છત પર ફસાયેલા તમામ લોકોને બચાવ્યા.
આ પણ વાંચો:
Meerut: “સૈનિક પર હુમલો ચલાવી નહીં લેવાય” NHAI દ્વારા ટોલ કંપની પર ₹20 લાખનો દંડ
સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા