
Putin explosion in car: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનના કાફલાની લિમોઝીન ગાડીમાં જોરદાર વિસ્ફોટ થયો છે, તેમાં આગ લાગતાં બળીને રાખ થઈ ગઈ છે. મધ્ય મોસ્કોમાં બનેલી આ ઘટનાએ રશિયન રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે નવી ચિંતાઓ ઉભી કરી છે. વિસ્ફોટ કેવી રીતે, કોણે કર્યો, અને કારમાં કોણ હતુ તે સામે આવ્યું નથી.
કારમાં વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી
JUST IN: 🇷🇺 Luxury limousine from Russian President Putin’s official motorcade exploded on the streets of Moscow, just blocks from the FSB headquarters.
It’s unclear if this is an attempted ass*ssination attempt pic.twitter.com/Da4tcUoZEU
— BRICS News (@BRICSinfo) March 29, 2025
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ એન્જિનમાંથી શરૂ થઈ હતી અને પછી વાહનની અંદર ફેલાઈ ગઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે ઘટના દરમિયાન નજીકના રેસ્ટોરન્ટમાં હાજર લોકો માટે બહાર આવી ગયા હતા. ફૂટેજમાં વાહનમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો અને કારના પાછળના ભાગને નુકસાન થતું દેખાતું હતું. જાણિતા વિદેશી મિડિયા ધ સનના અહેવાલ મુજબ, વિસ્ફોટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આ વાહનનું સંચાલન રાષ્ટ્રપતિના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જે રાષ્ટ્રપતિના પરિવહનનું સંચાલન કરે છે. હાલમાં, ઘટના સમયે કારની અંદર કોણ હતું તે સ્પષ્ટ નથી.
ઝેલેન્સ્કીએ આગાહી કરી હતી
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો હતો કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત બગડી રહી છે અને તેમનું ટૂંક સમયમાં મૃત્યુ થશે. ઝેલેન્સકીની આ આગાહી બુધવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન કરી હતી. તેમણે વધુમાં કહ્યું, “યુદ્ધ પણ ટૂંક સમયમાં સમાપ્ત થશે.” જ્યારે ઝેલેન્સકીએ યુનાઇટેડ સ્ટેટ્સને “મજબૂત રહેવા” અને મોસ્કો પર તેના આક્રમણને રોકવા માટે દબાણ કરવાનું ચાલુ રાખવાની અપીલ પણ કરી હતી.
પુતિન કડક સુરક્ષા હેઠળ, પोતાના બોડીગાર્ડ પર ભરોસો નથી
72 વર્ષીય પુતિન નિયમિતપણે આ લિમોઝીન કારનો ઉપયોગ કરે છે અને તેમણે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સહિત ઘણા લોકોને આ લિમોઝીન ભેટમાં આપી છે. તાજેતરમાં, મુર્મન્સ્કમાં ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSO) ના અધિકારીઓએ ઔપચારિક રીતે જે સુરક્ષા ગાર્ડ છે તેમની તપાસ કરી હતી. પુતીને પોતાના સુરક્ષાકર્મીઓ પર પણ ભરોસો નથી. તે બતાવે છે કે તે પોતાના જીવન માટે કેટલો ડર રાખે છે, એક પૂર્વ બોડીગાર્ડે ધ સનને જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે પુતિનને પોતાના સ્ટાફ પર વિશ્વાસ નથી.
આ પણ વાંચોઃ Myanmar Earthquake: મૃત્યુઆંક 1600ની પાર, તબાહીના દ્રશ્યો સર્જાયા
આ પણ વાંચોઃ આજે ચૈત્રી નવરાત્રિનું પ્રથમ નોરતું: પાવાગઢ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા | Chaitra Navratri 2025
આ પણ વાંચોઃ Tesla: અમેરિકામાં ટેસ્લાની કારને લોકો આગ લગાવી રહ્યા છે, જાણો કારણ?