
Radhika Yadav Murder Case: ટેનિસ ખેલાડી રાધિકા યાદવ હત્યા કેસમાં તેની મિત્રએ મોટો ખૂલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે રાધિકાની હત્યાનું આયોજન છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું હતું. રાધિકાની હત્યા સંપૂર્ણ પ્લાન પ્રમાણે કરવામાં આવી હતી. રાધિકાના પિતા તેને મારવા માટે પિસ્તોલ લાવ્યા હતા. મૃતકની સહેલીએ જણાવ્યું કે રાધિકાના ભાઈને યોજના સાથે બહાર મોકલી દેવામાં આવ્યો હતો. તેની માતાને બીજા કોઈ રૂમમાં રાખવામાં આવી હતી.
પિતાના દાવા પર પ્રશ્નો ઉભા થયા
હરિયાણાના ગુરુગ્રામમાં ટેનિસ ખેલાડી રાધિકા યાદવની સનસનાટીભરી હત્યાનો મામલો દરરોજ નવા ખુલાસા સાથે વધુ જટિલ બની રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, 25 વર્ષીય રાધિકાને સામેથી છાતીમાં પિતાએ ચાર ગોળી મારી હતી. જો કે આરોપી પિતાએ કબૂલ્યું કે મેં રાધિકાને પાછળથી ગોળીઓ મારી હતી. જેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આરોપી પિતાના દાવાએ મુંઝવણ ઉભી કરી છે.
#RadhikaYadav Murder case .
Radhika Yadav’s best friend exposed Radhika’s father pic.twitter.com/R6rdD86udf
— Filmy Masala (@Filmymsala) July 13, 2025
રાધિકા યાદવ ગુરુગ્રામની એક પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી હતી અને તેણે આ રમતમાં અનેક મેડલ જીતીને પોતાનું નામ બનાવ્યું હતું. જોકે, ખભાની ઇજાને કારણે તે ટેનિસમાં કારકિર્દી બનાવી શકી નહીં. રમતથી દૂર થયા પછી, રાધિકાએ હાર ન માની અને પોતાની ટેનિસ એકેડમી ખોલી, જ્યાં તેણે બાળકોને ટેનિસની તાલીમ આપવાનું શરૂ કર્યું હતુ.
જ્યારે ગુરુગ્રામ પોલીસે શનિવારે જણાવ્યું હતું કે પૂર્વ રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની પોતાની એકેડેમી નહોતી અને તે અલગ અલગ સ્થળોએ ટેનિસ કોર્ટ બુક કરીને ખેલાડીઓને તાલીમ આપતી હતી, જેનો તેના પિતાએ વાંધો ઉઠાવ્યો હતો.
રાધિકાની સહેલીના મોટો ખુલાસા
રાધિકા યાદવની સહેલી હિમાંશિકાએ તેની હત્યા અંગે મોટો ખુલાસો કર્યો છે. રાધિકાની મિત્ર હિમાંશિકાએ જણાવ્યું છે કે જ્યારે હું રાધિકાની હત્યા પછી તેના પરિવારને મળી ત્યારે મને ખબર પડી કે છેલ્લા ત્રણ દિવસથી તેના ઘરમાં તેની હત્યાનું આયોજન ચાલી રહ્યું હતું. 10 જુલાઈના રોજ હું વર્કઆઉટ કરી રહી હતી, તે દરમિયાન મને મારા એક મિત્રનો ફોન આવે છે. હું ફોન ઉપાડી શકતી નથી, ત્યારબાદ મને એક મેસેજ મળે છે જેમાં લખ્યું છે કે રાધિકાની હત્યા તેના પિતાએ કરી છે. મને લાગ્યું કે આ મારી મિત્ર રાધિકા નહીં હોય. જ્યારે મેં રાધિકાને ફોન કર્યો ત્યારે તેણે ફોન ઉપાડ્યો નહીં.
હિમાંશિકાએ વધુમાં જણાવ્યું કે જ્યારે મેં પાછળથી રાધિકાની બહેનને ફોન કર્યો ત્યારે તેને ઘટનાની જાણ થઈ. હિમાંશિકાએ કહ્યું કે જ્યારે હું રાધિકાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ગઈ ત્યારે મને ખબર પડી કે તેના પિતા છેલ્લા ત્રણ દિવસથી તેને મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા. તેના પિતાએ હત્યાના ઇરાદાથી પિસ્તોલ મંગાવી હતી. હત્યા પહેલા તેના પિતાએ રાધિકાની માતાને બીજા રૂમમાં બંધ કરી દીધી હતી. જ્યારે રાધિકાના ભાઈને જાણી જોઈને કોઈ કામ માટે ઘરની બહાર મોકલી દેવામાં આવ્યો હતો.
પાલતુ કૂતરાને પણ ઘરની બહાર રાખવામાં આવ્યો હતો
રાધિકાને મારતી વખતે કોઈ તેને બચાવવા ન આવી શકે તે ધ્યાનમાં રાખીનેતેના પિતાએ જાણી જોઈને રાધિકાના પાલતુ કૂતરાને બહાર રાખ્યો હતો. જેથી તે કોઈપણ રીતે રાધિકાને બચાવવાનો પ્રયાસ ન કરી શકે.
કયા પિતા પાંચ ગોળી મારે ?
હિમાંશિકાએ કહ્યું કે મને એ જાણીને આઘાત લાગ્યો કે તેના પિતાએ તેને પાંચ વાર ગોળી મારી. કયો પિતા એવો હોય કે પુત્રી પર પાંચ ગોળી વરસાવે. હિમાંશિકાએ કહ્યું કે મને લાગે છે કે રાધિકાના પિતાએ તેના ચાર મિત્રોના કારણે તેની હત્યા કરી હતી. આ ચાર મિત્રો રાધિકાના મેકઅપ અને કપડાં પર ટિપ્પણી કરતા હતા. રાધિકાના પિતા આનાથી ખૂબ કંટાળી ગયા હતા.
આ પણ વાંચોઃ
TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ
Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર
Bhavnagar: ભાવનગરમાં ખાડાઓથી લોકોના જીવ દાવ પર, ભાજપના સત્તાધીશો ઘેરી નિદ્રામાં!
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી