રાહુલ ગાંધી દિલ્હીના શાકમાર્કેટ પહોંચત્યા; મોંઘવારીથી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા લોકો અક્ષમ દેખાયા

  • India
  • December 24, 2024
  • 0 Comments

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીની શાકભાજી માર્કેટમાં પહોંચ્યા છે. આનો વીડિયો તેમણે મંગળવારે સવારે શેર કર્યો. શાકમાર્કેટમાં રાહુલ કેટલીક મહિલાઓ સાથે વાતો કરતો નજરે પડ્યો હતો. આ દરમિયાન એક મહિલા તો લસણની ખરીદી કરવા પણ સક્ષણ નહતી. મોંઘવારીની માર એટલી બધી વધી ગઈ છે કે, લોકોને પ્રાથમિક જરૂરિયાત એવા ભોજનમાં પણ કેટલીક ચીજ-વસ્તુઓની બાદબાકી કરવી પડી રહી છે. રાહુલ ગાંધીની મહિલાઓ સાથેની વાત-ચીત દરમિયાન તેમણે મોંઘવારીને જોતા કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા પણ કરવી પડી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, લસણની કિંમત 40 રૂપિયાથી 400 રૂપિયા પહોંચી ગઈ છે. જનતા મોંઘવારીથી હેરાન છે. કેન્દ્ર સરકાર કુંભકર્ણની ઉંઘમાં સૂઈ રહી છે.

રાહુલે આગળ કહ્યું, સામાન્ય જનતા પોતાના દિનચર્યાની જરૂરતોને પૂરી કરવા માટે નાના-મોટા સમાન લેવામાં પણ સમાધાન કરવું પડી રહ્યું છે. આના પર રાહુલ પાસે ઉભેલી એક મહિલાએ કહ્યું, સોનું સસ્તું થઇ ગયું પરંતુ લસણ મોંઘુ છે.

રાહુલ બોલ્યા- 120 કિલો રૂપિયા મટરએ બધાને હચમચાવી દીધા છે

રાહુલએ કહ્યું કે થોડા દિવસો પહેલા હું એક શાકભાજી બજારમાં ગયો હતો અને ગ્રાહકો સાથે ખરીદી કરતી વખતે મેં તેમને પૂછ્યું કે સામાન્ય લોકોનું બજેટ કેવી રીતે બગડી રહ્યું છે અને મોંઘવારીએ કેવી રીતે બધાને પરેશાન કરી રહી છે. મેં લસણ, વટાણા, મશરૂમ અને અન્ય શાકભાજીના ભાવ પર ચર્ચા કરી અને લોકોના વાસ્તવિક અનુભવ સાંભળ્યા. 400 રૂપિયા કિલો લસણ અને 120 રૂપિયા કિલો વટાણાએ બધાના બજેટને હચમચાવી દીધા છે.

લોકો શું ખાશે અને શું બચાવશે, તે વિચારવાની વાત છે. રાહુલએ કહ્યું કે લોકો માટે બચત કરવી મુશ્કેલ બની ગઈ છે. કેટલાક લોકો માટે તો રિક્ષાના ભાડા થી લઈને ખાવાના ખર્ચા પૂરા કરવાં પણ મુશ્કેલ બની ગયું છે. રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી છે કે જો તેઓ પણ મોંઘવારીનો અસર અનુભવી રહ્યા છે તો તેમના અનુભવ શેર કરે.

Related Posts

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા
  • June 19, 2026

India Christian Attacks: ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય પર થતા હુમલાઓ હવે કોઈ છૂટાછવાયા બનાવો નથી રહ્યા, પરંતુ એક ચિંતાજનક વલણ બની ગયા છે. આંકડાઓ સાક્ષી પૂરે છે…

Continue reading
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 3 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 4 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 9 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 10 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!