Rahul Gandhi on vote chori: રાહુલ ગાંધીની ‘મત ચોરી’ વિરુદ્ધ ઝુંબેશ, વેબસાઇટ અને નંબર કર્યા જાહેર, લોકોને કરી આ અપીલ

  • India
  • August 12, 2025
  • 0 Comments

Rahul Gandhi on vote chori: કોગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવીને ” મત ચોરી ” વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. તેમણે દાવો કર્યો છે કે દેશમાં મોટા પાયે નકલી મતદાન થઈ રહ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ચૂંટણી પંચની મિલીભગત છે. આ ઝુંબેશને પાયાના સ્તરે લઈ જવા માટે, રાહુલ ગાંધીએ એક વેબસાઇટ ( votechori.in ) શરૂ કરી છે અને 9650003420 પર મિસ્ડ કોલ દ્વારા જનતા પાસેથી સમર્થન માંગ્યું છે.

નિષ્પક્ષ ચૂંટણી માટે પારદર્શિતા જરૂરી છે – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કહ્યું, “મત ચોરી એ ‘એક વ્યક્તિ, એક મત’ ના સિદ્ધાંત પર હુમલો છે. નિષ્પક્ષ ચૂંટણી માટે પારદર્શક અને જાહેર ડિજિટલ મતદાર યાદી જરૂરી છે.” કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારનું ઉદાહરણ આપતા, ગાંધીએ દાવો કર્યો કે ત્યાં એક લાખથી વધુ નકલી, ડુપ્લિકેટ અને અમાન્ય સરનામાંવાળા મતદારો મળી આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ફોર્મ-6 નો દુરુપયોગ કરીને નવા મતદારો દ્વારા મતદાર યાદીમાં છેડછાડ કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીને મળ્યું લોકોનું સમર્થન 

રાહુલ ગાંધીની આ પોસ્ટ પછી, લોકો કહી રહ્યા છે કે તેઓ તેમને સમર્થન આપી રહ્યા છે. ઘણા લોકોએ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં તેમના સમર્થનનું પ્રમાણપત્ર પણ શેર કર્યું છે. એક વ્યક્તિએ લખ્યું, “હું પ્રતિક પાટિલ, #VoteChori ની વિરુદ્ધ છું. હું ચૂંટણી પંચ પાસેથી ડિજિટલ મતદાર યાદીની રાહુલ ગાંધીની માંગને સમર્થન આપું છું.”

રાહુલ ગાંધીને ચૂંટણીપંચે શું કહ્યું ?  

ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે અને રાહુલ ગાંધીના આ અભિયાન સામે વળતો પ્રહાર કર્યો છે. ચૂંટણી પંચે ગાંધીને કહ્યું છે કે તેઓ કાં તો તેમના દાવાઓ પર સોગંદનામું આપે અથવા ખોટા આરોપો માટે દેશની માફી માંગે. આ સમગ્ર ઘટનાએ દેશની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર ચર્ચાને વધુ તીવ્ર બનાવી દીધી છે. જ્યારે કોંગ્રેસ તેને લોકશાહી બચાવવાની લડાઈ કહી રહી છે, ત્યારે પંચ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યું છે.

 ચૂંટણીપંચ અને મતદારો વચ્ચેની લડાઈ 

જો કે, મહતવની વાત તે છે કે, રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણીપંચે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. તેમજ રાહુલ ગાંધીએ પુરાવાઓ સાથે આ આશ્રેપ કર્યા છે. ત્યારે ચૂંટણી પંચ ડંચાની ચોટ પર આ પુરાવાઓને ફગાવી શકતું નથી તેનાથી સ્પષ્ટ થાય છે કે, વોટ ચોરી થઈ છે અને રાહુલ ગાંધીની વાતમાં ક્યાંક તથ્ય છે. ત્યારે હવે આ લડાઈ ભાજપ સામે નહીં પરંતુ પ્રજા અને ચૂંટણી પંચ વચ્ચેની બની ગઈ છે. મતદારો હવે જાગૃત થઈ રહ્યા છે અને ચૂંટણીપંચ પાસે રાહુલ ગાંધીના આક્ષેપોને લઈને જવાબ માંગી રહ્યા છે.  ત્યારે આ લડાઈ હવે ક્યાં જઈને અટકશે અને તેનું શું પરિણામ આવે છે તે તો સમય જ બતાવશે ?

આ પણ વાંચો: 

Valsad: આશ્રમશાળાઓમાં ભ્રષ્ટાચાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શોષણ, યુવરાજસિંહે ખોલી આ નેતાની પોલ

INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

Ahmedabad Plane Crash: અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, બચી ગયેલા મુસાફરને પણ મળ્યા, જાણો તેમને શું કહ્યું?

KC Venugopal Air India flight: 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરને લઈ જતા વિમાન સર્જાઈ ખામી, કેસી વેણુગોપાલે શરે કર્યો ભયાનક અનુભવ

Kutch: ‘રામ રાખે તેને કોણ ચાખે’ 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલ બાળકનું ગામલોકો દ્વારા દિલધડક રેસ્ક્યું

Related Posts

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ
  • October 27, 2025

આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં SIRની તારીખોનું એલાન થવા જઈ રહ્યું છે અને સાંજના એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું છે પણ આ જાહેરાતની પૂર્વ સંદયાએ ચેન્નાઈમાં દેશના વરિષ્ઠ…

Continue reading
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
  • October 27, 2025

ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી અટકાવવા માટે, દેશની બે સૌથી મોટી બેંકો AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને એક સિસ્ટમ વિકસાવી રહી છે જે આ છેતરપિંડીને તરતજ પકડી શકે છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 3 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 15 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 20 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 11 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા