રેલવેલાઇન ડબલિંગ પ્રોજેક્ટમાં ગોટાળો: ‘લગભગ 74% ભંડોળ ખર્ચાયું પણ કામ માત્ર 39%?’ | Railway line doubling project

  • India
  • March 24, 2025
  • 0 Comments

Railway line doubling project: રેલવેની સંસદીય સ્થાયી સમિતિએ રેલવે લાઇન ડબલિંગ હેઠળ કરવામાં આવી રહેલા પ્રોજેક્ટના કામના કુલ ખર્ચ અને ભૌતિક પ્રગતિમાં અસમાનતા દર્શાવી છે, આ પ્રોજેક્ટ હેઠળ ટ્રેનની ક્ષમતા વધારવા અને ટ્રાફિકને દૂર કરવા માટે છે. જેથી લોકોને ટ્રેનના ટ્રાફીકથી લોકોને રાહત મળી શકે.

સમિતિએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024 (નાણાકીય વર્ષ 2024-25 માટે) સુધી રેલવે લાઇન ડબલિંગ પર ખર્ચવામાં આવેલા નાણાનો ઉપયોગ અથવા કુલ રકમ બજેટના 74 ટકા હતી, પરંતુ 39 ટકા જ કામ કરવામાં આવ્યું છે.

“ડબલિંગ પ્રોજેક્ટ્સ અંગે સમિતિએ જણાવ્યું છે કે 2,900 કિમીના લક્ષ્યાંક સામે, 2024-25 દરમિયાન (ડિસેમ્બર 2024 સુધી) ફક્ત 1,134 કિમી (39.10 ટકા)નું જ કામ થયું છે. જ્યારે ડબલિંગ માટે બજેટ અંદાજ (BE) રૂ. 29,312 કરોડ હતો, તે  બજેટ (RE)  વધારીને રૂ. 31,036.86 કરોડ  કરવામાં આવ્યું હતુ.   જેનો વાસ્તવિક ઉપયોગ રૂ. 22,918.57 કરોડ (RE ના 73.85 ટકા) (ડિસેમ્બર 2024 સુધી) સુધી પહોંચ્યો હતો. સમિતિ આ અસમાનતા અંગે જાણવા માગે છે આવું કેમ થયું? “રેલવેની સંસદીય સ્થાયી સમિતિએ રેલવે મંત્રાલયના ગ્રાન્ટ્સ (2025-26) ની માંગણીનો  અહેવાલ 10 માર્ચ, 2025 ના રોજ લોકસભામાં રજૂ કર્યો હતો.

આ પ્રોજેક્ટ હેઠળ “જમીન સંપાદનને સુવ્યવસ્થિત કરવું, ઝડપી મંજૂરીઓ લેવી,  બાંધકામ ટેકનોલોજીઓ ડબલિંગ પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવો, જેનાથી ટ્રાફિક ભીડ અસરકારક રીતે ઓછો થાય. સમિતિ એવી પણ અપેક્ષા રાખે છે કે રેલ્વે મંજૂર બજેટનો સંપૂર્ણ ઉપયોગ અને 2024-25 માં લાઇનોના ડબલિંગ માટે નિર્ધારિત ભૌતિક લક્ષ્યોને પ્રાપ્ત કરશે,” અહેવાલમાં જણાવાયું છે.

રેલવે મંત્રાલયે નાણાકીય અને ભૌતિક પ્રગતિમાં અસમાનતા અંગે ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા મોકલવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. જોકે, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મંત્રાલય તેના અવલોકનો પર સંસદીય સમિતિને જવાબ આપશે.

ભારતીય રેલવેમાં કુલ 19,570 કિમી લંબાઈના કુલ 261 ડબલિંગ અથવા મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ છે, જે આયોજન, મંજૂરી અને બાંધકામના તબક્કામાં છે. તેમાંથી 6,218 કિમીનો રુટ કાર્યરત થઈ ગયો  છે.

રેલવે મંત્રાલયના ડેટા અનુસાર, ભારતીય રેલ્વેએ 2022-23 દરમિયાન 1,700 કિમીના લક્ષ્યમાંથી 3,185.5 કિમી રેલ્વે લાઇનનું ડબલિંગ પૂર્ણ કર્યું. 2023-24માં રેલવેએ 2,800 કિમીના લક્ષ્યાંકમાંથી 2,244 કિમી લાઇનનું ડબલિંગ પૂર્ણ કર્યું છે. આગામી નાણાકીય વર્ષ 2025-26માં રેલવે લાઇન ડબલિંગનો લક્ષ્યાંક 2,600 કિમી છે જેનો ખર્ચ 32,000 કરોડ રૂપિયા છે.

2022-23 અને 2023-24 દરમિયાન રેલવે લાઇન ડબલિંગમાં કુલ ખર્ચ અનુક્રમે 30,043 કરોડ રૂપિયા અને 36,806 કરોડ રૂપિયા થયો હતો.

રેલવે લાઇન ડબલિંગ ઉપરાંત, નવી લાઇન, ગેજ કન્વર્ઝન અને ટ્રેક નવીકરણ જેવા મુખ્ય પ્રોજેક્ટ્સ ભારતીય રેલવે દ્વારા ટ્રાફિક ભીડ દૂર કરવા અને ઉચ્ચ વહન ક્ષમતા ધરાવતી ટ્રેનોની સમયસર અવરજવર સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: માણેકચોકમાં 3 માળનું મકાન જમીનદોસ્ત, બેને ઈજાઓ

આ પણ વાંચોઃ ન્યાયાધીશના ઘરમાંથી કરોડો રુપિયા મળ્યા, પણ કોના? શું નાર્કો ટેસ્ટમાં ખબર પડશે? | Justice Yashwant Verma

આ પણ વાંચોઃ Ahmedabad: માણેકચોકમાં 3 માળનું મકાન જમીનદોસ્ત, બેને ઈજાઓ

આ પણ વાંચોઃ Surendranagar: કોલસાની 8 ખાણ ઝડપાઈ, કોલસા ખનની રાજકીય ખેંચતાણ!

  • Related Posts

    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ
    • August 5, 2025

    Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે…

    Continue reading
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
    • August 5, 2025

    Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

    • August 5, 2025
    • 1 views
    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    • August 5, 2025
    • 10 views
    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    • August 5, 2025
    • 23 views
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    • August 5, 2025
    • 26 views
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    • August 5, 2025
    • 15 views
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

    • August 5, 2025
    • 32 views
    Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો