
Rajasthan Smuggling News: રાજસ્થાનના ચુરુ જિલ્લાના તારાનગરની રહેવાસી 18 વર્ષની હિન્દુ છોકરીનો તસ્કરી(Smuggling)નો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હિંદુ છોકરી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓમાન જતી ફ્લાઇટમાં બેસવાની તૈયારીમાં જ હતી. જોકે પોલીસે સમયસર કાર્યવાહી કરીને છોકરીને વિદેશ જતી અટકાવી લીધી હતી. આ સમગ્ર બાબતનો ખુલાસો ચુરુના એસપી જય યાદવે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર યુવતીને સોશિયલ મીડિયા દ્વારા મૂળ તારાનગરના જ રહેવાસી અને હાલ ઓમાનમાં રહેતા મોહમ્મદ ઇસ્લામે સોશિયલ મિડિયામાં પ્રેમ જાળમાં ફસાવી હતી. પ્રેમજાળમાં ફસાવી યુવકે તેનું બ્રેઈનવોશ કર્યું અને ત્રણ મહિના પહેલા જ તેનો પાસપોર્ટ બનાવી લીધો અને પછી તેને એક ગાડી મારફતે દિલ્હી એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી. જેથી છોકરી ફ્લાઈટમાં બસેવાની તૈયારીમાં જ હતી. જો કે રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો હતો અને એરપોર્ટ પર પોલીસને મોકલી છોકરીને ઓમાન જતી બચાવી લીધી હતી.
MBC, દૂતાવાસ અને દિલ્હી પોલીસનો સહયોગ
આ કાર્યવાહી ચુરુ પોલીસ, દિલ્હી પોલીસ, ભારતીય દૂતાવાસ અને મુસ્લિમ બુદ્ધિજીવિકા પરિષદ (MBC) ના સહયોગથી કરવામાં આવી હતી. આ પછી SP જય યાદવ પોતે તારાનગર પહોંચ્યા અને છોકરીને તેના પરિવારને સોંપી દીધી. આ પ્રસંગે BJP નેતા રાકેશ જાંગીડ અને સમાજના લોકોએ SPનું પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતુ.
પોલીસે જણાવ્યું કે જો આ છોકરીને ઓમાન જતી રોકવામાં ન આવી હોત તો તેનું વેચાણ થઈ જાત અથવા તેને ત્યા ફસાવવામાં આવતી.
ભાઈએ ગુમ થયાની પોલીસને માહિતી આપી હતી
કેસ ત્યારે શરૂ થયો જ્યારે છોકરીના ભાઈ શુભમ પુત્ર વિજયે રિપોર્ટ નોંધાવ્યો કે તેની બહેન ઋષિકા ઘરેથી કહ્યા વિના નીકળી ગઈ છે અને 1 લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીના પણ સાથે લઈ ગઈ છે. આ પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને દિલ્હી પોલીસ અને દૂતાવાસનો સંપર્ક કર્યો અને છોકરીનું લોકેશન શોધી કાઢ્યું અને તેને એરપોર્ટ પરથી પકડી લેવાઈ.
એસપીની અપીલ – બાળકો પર નજર રાખો
Mohammad Islam befriended an 18-year-old Hindu girl from Churu, Rajasthan, via social media, brainwashing her for months.
He arranged her passport and sent her to Delhi’s IGI Airport to be sold in Oman.
Churu Police, with Delhi Police, Indian Embassy, and MBC, rescued her… pic.twitter.com/zHjkW3NTfH
— Treeni (@TheTreeni) June 30, 2025
આ કેસ અંગે માહિતી આપતાં એસપી જય યાદવે જણાવ્યું હતું કે આજના સમયમાં સોશિયલ મીડિયા થકી ભોળી છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવી દેવામાં આવી રહી છે, તેમનું બ્રેઈનવોશ કરી અને ખોટા રસ્તે લઈ જવાઈ છે. માતાપિતાએ તેમના બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવાની જરુર છે. તેમણે ખાતરી આપી હતી કે મોહમ્મદ ઇસ્લામ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.