
Rajasthan border: રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાંથી મોટા સમાચાર આવ્યા છે. અહીં BSF જવાનોએ ભારત-પાકિસ્તાન સરહદ પર એક પાકિસ્તાની રેન્જરને પકડી લીધો છે. પીટીઆઈ અનુસાર, રેન્જર ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેને દબોચી લેવામાં આવ્યો છે. BSF હવે તેની ઘૂસણખોરીનો હેતુ જાણવા માટે તેની પૂછપરછ કરી રહ્યું છે. આ ઘટના બાદ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પાકિસ્તાની રેન્જર ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ નિષ્ફળ
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ BSF એલર્ટ મોડ પર છે. દેશની બધી સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન BSF ને મોટી સફળતા મળી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાની રેન્જરને ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેના પ્રયાસને સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે. BSFના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી તેને પકડી લીધો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાની રેન્જરની પૂછપરછ શરૂ કરી દીધી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પાકિસ્તાની રેન્જર ભારતીય સરહદમાં કેમ ઘૂસવા માંગતો હતો. બીએસએફના અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે. તેઓ સરહદ પાર કરવા પાછળ તેનો શું ઈરાદો હતો તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં જાસૂસી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
‘સરહદોનું રક્ષણ કરવું એ BSF ની પહેલી જવાબદારી’
તાજેતરમાં પહેલગામ હુમલા બાદ BSFના ડીઆઈજી યોગેન્દ્ર સિંહ રાઠોડે એક નિવેદન બહાર પાડ્યું હતું. આ દરમિયાન રાઠોડે કહ્યું, ‘પહેલગામ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે, ભારત સરકારે કડક પગલાં લીધાં છે.’ જ્યાં સુધી સરહદની વાત છે, સરહદોનું રક્ષણ કરવું એ BSF ની પહેલી જવાબદારી છે… સરહદોનું રક્ષણ કરવામાં કોઈપણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં, દરેક ખૂણે અમારી નજર છે, અમારા સૈનિકો કોઈપણ હુમલાને રોકવા માટે સક્ષમ છે. અમે અમારી બધી એજન્સીઓ સાથે સંકલનમાં છીએ… અમે હંમેશા 24 કલાક, વર્ષના 365 દિવસ સજાગ રહીએ છીએ… BSFની હાજરીમાં કોઈ પણ સરહદ પર કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ કરી શકે નહીં.
આ પણ વાંચોઃ
Gujarat ના હવામાનમાં પલટો, બનાસકાંઠા, મહિસાગરમાં વરસાદ
Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા
Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા
Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?
Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર
