
Rajkot: રાજકોટમાં પાટીદાર સમાજની વિધવા મહિલા અંજુબેન અમૃતિયાને તેમના જ પરિવારજનો દ્વારા હેરાન કરવામાં આવી રહી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મુંબઈમાં રહેતી તેમની દીકરી, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર રડતાં રડતાં વીડિયો અપલોડ કરી ન્યાયની માગ કરી છે.
અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર આરોપ
અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તેમના મોટા પપ્પા બિપિન અમૃતિયા ભાજપ સાથે સંકળાયેલા હોવાથી પોલીસ ફરિયાદ નોંધતી નથી. ક્રિસ્ટીનાએ શંકા વ્યક્ત કરી છે કે તેમના પિતા પરેશ અમૃતિયાની અચાનક મૃત્યુ પાછળ પણ આ જ લોકોનો હાથ હોઈ શકે છે.
પિતાના અવસાન બાદ પરિવારજનોએ મિલકત હડપ કરી લીધી
ક્રિસ્ટીનાએ જણાવ્યું કે તેમના પિતાના અવસાન બાદ પરિવારજનોએ તેમની તમામ મિલકત હડપ કરી લીધી છે. તેમની માતા રાજકોટમાં એકલાં રહે છે અને બિપિન અમૃતિયા, આનંદ અમૃતિયા સહિતના સબંધીઓ દ્વારા હેરાનગતિ અને હુમલાનો સામનો કરવો પડે છે. અંજુબેને રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી, આનંદ, દિનેશ, બિપિન અને અશોક અમૃતિયા વિરુદ્ધ ફરિયાદ કરી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.
પોતાની અને માતાની સલામતીની કરી માંગ
ક્રિસ્ટીનાએ ગુજરાત પોલીસને તેમની માતાની સલામતી અને ન્યાયની માગ કરી છે, પ્રશ્ન ઉઠાવ્યો કે રાજકારણનો દુરુપયોગ કરી શું કોઈનો જીવ પણ લઈ શકાય? આ મામલે પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉભા થયા છે, ખાસ કરીને જ્યારે પાટીદાર સમાજ મહિલા સલામતી માટે સભાઓ કરી રહ્યો છે.
આનંદ અમૃતિયા અને દિનેશ અમૃતિયાનું નિવેદન
આ સમગ્ર મામલે જેમની પર આક્ષેપ થયા છે તેવા ક્રિષ્ટીના અમૃતિયા કૌટુંબીક ભાઈ આનંદ અમૃતિયા તેમજ કૌટુંબીક કાકા દિનેશ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા.
આનંદ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ક્રિષ્ટીનાના પિતા તેમજ મારા કૌટુંબિક કાકા પરેશ અમૃતિયા દ્વારા તેમની તમામ મિલકતની એક વીલ બનાવવામાં આવી હતી. જે અંતર્ગત તેમણે તેમની જે કંઈ પણ સંપત્તિ હતી તે મારા નામ ઉપર કરી છે. મારા કાકી અંજુ અમૃતિયા તેમના પતિ પરેશ અમૃતિયાથી અલગ રહેતા હતા. તેમજ જુદા રહેતા હોવાના કારણે મારા કાકા વિરુદ્ધ પોતાનું તેમજ પોતાની દીકરી ક્રિસ્ટીનાના ભરણપોષણ મામલે કોર્ટમાં દાવો પણ દાખલ કરેલો હતો.
સીસીટીવી ફૂટેજ બાબતે શું કહ્યું ?
વધુમાં તેમણે કહ્યું કે, ક્રિષ્ટીના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. તે મારું ઘર છે નહીં કે ક્રિષ્ટીનાના માતાનું ઘર. મારા કાકાએ નોમીનીમાં મારું નામ લખ્યું હતું. મારા કાકી દ્વારા જે ઘરેણા બાબતેના આક્ષેપો કરવામાં આવ્યા છે તે પણ પાયા વિહોણા છે. મારી પાસે કોઈપણ જાતના સોનાના દાગીના નથી. મારા કાકાની કાર જે નોમીનીમાં મારું નામ હતું તે પણ હાલ તેમની પાસે છે.
ક્રિષ્ટીના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે
વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, આ મામલે અમે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું. દિનેશ અમૃતિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, જે વડીલો ઉપાર્જિત 12 વીઘા જમીનની વાત છે. તે મામલે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો:
‘રસ્તા પર ખાડા પડે તો, ફોન ન કરવાના, પાવડો-તગારો, લઈ આવો અને જાતે પુરી દો : Kuber Dindor
Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા
Bihar Accident: બિહારમાં યાત્રાળુઓથી ભરેલી પિકઅપ વાન પલટી , 5 લોકોના મોત