
અહેવાલ : દિલીપ પટેલ
Rajkot: રાજકોટના જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વપ્રસિદ્ધ છે. તે દેશનું ગૌરવ બની ગયો છે. દેશ વિદેશમાં કોટન ક્રિન પ્રિન્ટ સાડીઓ અને ડ્રેસની મોટી માંગ છે. સાડીઓ 120 થી 35000 રૂપિયા સુધી વેચાય છે. કોટનના ડ્રેસની માંગ છે. રંગોના શહેરમાં માણસો પણ વેચાય છે. અહીં મજૂરોનું 100 ટકા શોષણ થાય છે. બાળ મજૂરો પાસેથી 18 કલાક કામ લેવામાં આવે છે. સારા રંગના કપાસના રૂના ત્રિરંગા ધ્વજ પણ અહીં ત્રણ રંગમાં છાપવામાં આવે છે. રાષ્ટ્ર ધ્વજની નીચે અહીં બાળકોની કાળી મજૂરી અને તેની ગુલામીનો નવો અવતાર થયો છે.
15 ઓગસ્ટના ત્રિરંગા પર ગુલામીનો રંગ
મોદીના સાફાનો રંગ કેસરી છે પણ અહીં માનવતાની હત્યા થતી હોવાથી સાફો લાલરંગનો થઈ જાય એવી વાતો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહીંયા મજૂર સંગઠનોએ વારંવાર પત્રો લખ્યા પણ તેમના દેશપ્રમમાં જેતપુરના સાફાનો કેસરી રંગ ચડતો નથી.
રોજના રૂ 700 કરોડનો રંગ
વાનો ધંધો
જેતપુરમાં 3 હજાર ડાંઇગ અને પ્રિન્ટીંગ એકમો છે. રોજનું 50 લાખ મીટર કાપડ અહીં રંગાય છે. રોજના રૂ 700 કરોડનો રંગવાનો ધંધો હોવાનું માનવામાં આવે છે. કાપડ રંગાટ અને કાપડ પ્રિટિંગ અને છાપકામ મુખ્ય ઉદ્યોગ છે. સાડીઓ ઉપરાંત કાપડ, ડ્રેસ, બાંધણીની ચુંદડી વખણાય છે. પાકો રંગ અને ગુણવતા શ્રેષ્ઠ છે. 2 હજાર વધુ યુનિટો ડાઇંગના છે. કનૅલ જેન્સે જેતપુરને સૌરાષ્ટ્રનું કેપિટલ કહ્યું હતું. જેતપુર કાપડ ઉદ્યોગમાં પહેલેથી જ મોખરે રહ્યું છે. જેતપુરની ભાદર નદીમાં કુતિયાણા સુધી વહાણો દ્વારા કાપડ અને અન્ય વસ્તુઓનો વેપાર કરવામાં આવતો હતો. 7 ટેક્ષટાઈલ પાર્ક બનવાના છે જેમાં જેતપુરમાં કોટન ટેક્સટાઇલ પાર્ક ફાળવે તેવી જેતપુરના ઉદ્યોગકારોની માંગ છે.
કાપડ
લુગી, પાઘડી તથા આફ્રિકાના લોકોના વસ્ત્રો બને છે. ખાગો અને કીટાંગા છે. ગ્રે કોટન અને સફેદ કોટન જેમાથી પરગથ્થુ એટલે કે ગુજરાત માથી સફેદ કોટન ખરીદવામા આવે છે. તમિલનાડુ માંથી સફેદ કોટન આવે છે. ઉંચી ગુણવત્તા વાળુ ગ્રે કોટન મહારાષ્ટ્ર તથા તમિલનાડુ માંથી ખરીદવામા આવે છે. કાપડ છપાવા માટે તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેમાંથી આવે છે.
રોજગારી
રોજગારીનું એક મોટું કેન્દ્ર છે. જેતપુર અને તેના 52 ગામડા અને બહારના 50 હજાર લોકો સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવે છે. બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન વગેરેના 25 હજાર શ્રમિકો છે. ગુજરાતમાં સૌથી વધુ દૈનિક રોજગારી જેતપુરમાં છે. 1800 કારખાનાઓમાં 30થી 35 હજાર લોકો સંકળાયેલા છે. કારખાનાઓમાં મોટાભાગે અન્ય રાજ્યોમાંથી માલ અને કામદારો આવે છે.
સરકારનો ભ્રષ્ટાચાર
રાજકોટ જીલ્લાની ઔધોગીક સલામતી અને સેફટી વિભાગની કચેરીમાં ફકત 58 કારખાના અને 1946 મજદુર કામદારો દર્શાવેલા છે. બાકીના 2942 કારખાનાની નોંધણી નથી.
જેતપુરની નવાગઢ નગરપાલિકાની વેરા વસુલાત શાખામાં 2048 કારખાનાઓ નોંધાયેલા છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં 2500 કારખાના નોંધાયા છે.
કારખાના ધારા હેઠળ કારખાનામાં કુલ 1946 શ્રમયોગીઓ કામ કરે છે. અન્યાય, અત્યાચાર કરવામાં આવે છે. સદ્ભાવના સાડી ઉદ્યોગ સંઘના 6 હોદ્દેદારોએ ઇચ્છા મૃત્યુની પરવાનગી માંગી હતી.
3 હજાર બાળ ગુલામ
બહારના રાજ્યોમાંથી 2થી 3 હજાર માસુમ, બેબસ અને લાચાર બાળકો પર અમાનુષી ત્રાસ ગુજારી રોજ 12થી 18 કલાક કામ કરાવવામાં આવે છે. ભૂખ્યા, તરસ્યા મજુરી કરાવવાની ફરજ પાડવામાં આવે છે. ગરીબ મજબુર અને લાચાર બાળકોને બાળમજુરી કરાવવી કેટલી યોગ્ય છે? શું આજ આપણું ગતીશીલ ગુજરાત છે? બાળ ગુલામ છે.
સદભાવના સંસ્થા અધિકારીઓને આપે છે માહિતી
90 ટકા ઉદ્યોગોમાં બાળમજુરી કરાવી બાળકોને કુપોષિત બનાવે છે.અધિકારીઓ બાળ મજૂરી વિશેની માહિતી ન હોય તો તેમની સ્થળ માહિતી સદભાવના સંસ્થા આપે છે.
સ્થાનિક રાજકારણીઓ અને પોલીસ દ્નારા ભીનું સંકેલવાના પ્રયોસ
અનેક મજુર કામદારો ચાલુ ડ્યુટીએ મજુરી કામ કરતા અકસ્માત થવાથી અનેક મજુર કામદાર મોતને ભેટી રહ્યા છે. જેની સરકારી દફતરે કોઇપણ જાતની નોંધ થતી નથી કે તેના મૃત્યુ પરના કારણો બહાર આવતા નથી. જે અંગે સ્થાનિક રાજકારણીઓ અને પોલીસ હર હંમેશા ભીનું સંકેલવાનો પ્રયત્ન કરતા હોય છે.
મજૂર અને કારખાના લાપતા
જેતપુર શહેર અને તાલુકાના 90% કારખાનામાં 35 હજાર મજુર કામદાર નોંધણી વગરના છે. તેમના નામ લાપતા છે. સાડી ઉધોગના કારખાનાની નોંધણી નથી. અધિકારીઓના જાદુથી કારખાના ગુમ છે.જેની પાછળ લાખો અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. મજકુર કામદારોનો ભોગ લેવાઈ રહ્યો છે. રાજકીય પીઠબળ છે.
મજૂર અધિકારોની હત્યા
કામદારો પોતાના મૂળભૂત અધિકારો, હકો, સલામતી જેવા અનેક લાભોથી વંચિત છે. મજૂરો કામદારોનું પુરેપુરૂ શોખણ થતુ રહે છે. હાજરી કાર્ડ, બોનસ, મેડિકલ, પી.એફ. સાપ્તાહિક રજા. ઓવરટાઈમ જેવા અનેક લાભ આપતા નથી.ઔદ્યોગિક સલામતી અને સેફટી વિભાગનું લાયસન્સ ફરજિયાત કરવું જોઇએ. જેનાથી મજુર કામદાર માટેની સલામતી અને ભવિષ્ય જળવાય રહે.
ઉંડી તપાસની જરુર
નોંઘણી થાય તો મજદૂર કામદારોને પોતાના મૂળભૂત હકો અને અધિકારો મળી શકે. તડફડીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. સમિતિ બનાવી આ તપાસમાં સી.બી.આઈ ક્રાઈમ બ્રાંચ તેમજ ઈન્કમ ડિપાર્ટમેન્ટને પણ સામેલ કરી તપાસ કરાવવી જોઈએ.
Gujarat politics : અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો,લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા
UP News: મૂકબધિર યુવતીનો પીછો કરી ગેંગરેપ, બે નરાધમોની ધરપકડ, પોલીસે પગમાં ગોળી મારી