રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

Rajkot diamond  theft: રાજકોટ શહેરમાં 10 એપ્રિલે  હીરાના કારખાનામાં થયેલી હીરાની ભેદ ઉકેલાયો છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે અજય નાયકા નામના ચોર ઈસમને ઉંમરવાડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપી વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર 10 એપ્રિલ, 2025ના દિવસે રાત્રિના સમયે રાજકોટ શહેરના કોઠારીયા રિંગ રોડ પર ધરમનગર સોસાયટીમાં ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં રૂપિયા 60,83,650ની કિંમતના 11,655 કાચા અને તૈયાર હીરાની ચોરી થઇ હતી. જેમાં આરોપીએ કારખાનાના પાછળના દરવાજાના તાળા તોડી કારખાનામાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તિજોરી તોડી હીરા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે કારખાનામાં ચોરી થયાની જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી હતી. જે બાદ રાજકોટની વિવિધ ટીમોએ હીરા ચોરી કરના શખ્સને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી તપાસ્યા હતા.

હીરા ચોરીમાં સંડોવાયેલા ગુજરાતના 30 આરોપીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન રાજકોટ જેલમાં બંધ એક આરોપીની પૂછપરછ કરી હતી. હીરા ચોરી બાબતે અજય નાયકા તેની પાસેથી માહિતી મેળવતો હોવાનું જણાવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

પોલીસને જાણવા મળ્યું હતુ કે અજય નાયકાના મિત્રો અને પરિવારજનો સુરત અને વલસાડ વિસ્તારમાં રહે છે. બાદમાં આરોપી વલસાડના ઉંમરપાડા વિસ્તારમાં તેના એક મિત્રને ત્યાં હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસ ઉંમરવાડા વિસ્તારમાં પહોંચી હતી. પોલીસને જોતાં જ અજય નાયકાએ બીજા માળેથી છલાંગ લગાવી ભાગ્યો હતો. જો કે તેમ છતાં પોલીસે તેને ઝડપી પાડી બાદમાં રાજકોટ લાવી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે આરોપી દ્વારા કોઠારીયા રિંગરોડ પર આવેલી કારખાનામાં રેકી કરી હતી. ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાં આસાનીથી ચોરી કરી શકાય તેવું માની પ્રથમ રાત્રિના સમયે તે પોતે ડ્રિલ મશીન કારખાનાની બાજુમાં આવેલ ગોડાઉનના શેડ ઉપર પતરાં પર મૂકી આવ્યો હતો. બાદમાં બે દિવસ ચોરીનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થયો ન હતો. પછી બે દિવસ મૂકી ત્રીજા દિવસે 10 એપ્રિલની રાતે સીસીટીવીમાં કેદ ન થાય તે રીતે કારખાના સુધી પહોંચી બાદમાં હીરા ચોરીને અંજામ આપ્યો હતો.

ગઈકાલે (29 મે, 2025) પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ મુદામાલ રિકવર કરવા અંગે પૂછપરછ કરતા રાજકોટમાં છુપાવ્યાંની કબૂલાત કરી હતી. જેથી આરોપીને સાથે રાખી સ્થળ પરથી ચોરી કરેલા તમામ 60.83 લાખના હીરા સહિત કુલ 61.09 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack

Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા

‘કાજોલ દિકરી માટે રાક્ષસ સામે લડી’, Maa ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શું છે કહાની?

Surat: મનપાની કચરા ગાડીએ બાળકને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, બહેનોનો બચાવ

Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ

ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી

‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America

Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa

MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

 

Related Posts

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
  • August 5, 2025

મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં જયંતિ શોભાયાત્રા દરમિયાન DJ પર નાચતાં એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ 25 વર્ષીય અભિષેક બિરાજદાર તરીકે થઈ છે. આ ઘટના શહેરના ફૌજદાર ચાવડી પોલીસ…

Continue reading
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 5 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 3 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 12 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 27 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 28 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 16 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ