
Rajkot Karnavati International School: ગુજરાતમાં વારંવાર શિક્ષણ જગતને લાંછન લાગતાં કિસ્સાઓ પ્રકાશમાં આવતાં હોય છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે શિક્ષક દ્વારા અડપલા, માર મારવા, ખોટી રીતે સ્પર્શ કરવાના કિસ્સા ઘણીવાર સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે એક શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં પેન ઘુસાડી ઈજાઓ પહોંચાડીઓ હોવાનો વાલીએ આક્ષપે કર્યો છે. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના રાજકોટની શાળામાં બની છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા એક યુવકની 4 વર્ષની દીકરી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ચાલતી કેજી નર્સરીમાં અભ્યાસ કરે છે. ત્યારે ગત 11 એપ્રિલ, 2025ના રોજ બાળકી સ્કૂલથી ઘરે આવી ત્યારે પોતાની માતાને જણાવ્યું હતું કે મને ગુપ્તાંગમાં અસહ્ય દુખાવો થાય છે, જેથી ગરમીના કારણે બળતરા થતી હશે, એમ વિચારી માતાએ કાંઈ ધ્યાન આપ્યું ન હતુ.
જો કે ફરીવાર પણ બાળકીએ ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી, જેથી માતાએ જોતા બાળકીને ગુપ્તાંગમાં પરુ નીકળતું હતુ. જે બાદ માતાપિતા એકાએક બાળકીને લઈ હોસ્પિટલમાં દોડી ગયા હતા. જે બાદ બાળકીની પૂછપરછ કરવામાં આવી હતી. બાળકીને તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ, ટીચર, શિક્ષક, સ્ટાફના ફોટા બતાવી કોણે તેને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી પૂછતાં બાળકીએ 1 શિક્ષિકાના ફોટા પર હાથ મૂક્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં છેલ્લા બે સારવાર હેઠળ છે. આ મામલે વાલીએ પ્રદ્યમનગર પોલીસ મથકે જાણ કરતાં કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષિકા અને આચાર્યએ આક્ષેપોને ફગાવ્યા
બાળકીએ જે શિક્ષિકા પર આંગળી ચીધી હતી તે શિક્ષિકા મિત્તલબેન કહે છે કે મેં આવું કાઈ કર્યું નથી. મારા પર મૂકવામાં આક્ષેપો પાયાવિહોણા છે. કર્ણાવતી સ્કૂલના આચાર્ય ડોબરિયાએએ પણ કહ્યું સ્કૂલમાં સીસીટીવી કેમારા છે. તેમાં તપાસ આવું કશું જ ધ્યાને આવ્યું નથી. આક્ષેપો તદ્દન ખોટા છે.
આ પણ વાંચોઃ
Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત
Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન
Ahmedabad: 45 લાખની ચોરીનો આરોપી ફરાર થઈ જતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, હોસ્પિટલમાંથી ભાગ્યો!