
Rajkot: રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયા બાદ ભાયાવદરના પી.આઈ. બીડી મજીઠીયા અને ત્રણ પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કરાયા છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાયા બાદ કાર્યવાહી કરાઈ છે.
ફરજમાં બેદરકારી
12 ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના ઉપલેટાના કેરાળા ગામમાં રાજકોટ ગ્રામ્ય LCB એ 14 લાખનો વિદેશી દારૂ પકડ્યો હતો. આ દારુ ભાયાવદર પોલીસ સ્ટેશન હદમાં આવતાં કેરાળા ગામમાંથી પકડ્યો હતો. જેથી ફરજમાં બેદરકારી બદલ ભાયાવદરના PI બી.ડી. મજીઠીયા સહિત ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં 7 પંજાબીઓની ગોળી મારી વીધી નાખ્યા, ઓળખ પૂછ્યા બાદ કેમ કરી હત્યા?
આ પણ વાંચોઃ કેમ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો હાથકડી-સાંકળોમાં બંધક બનીને આવ્યા વિધાનસભા?
આ પણ વાંચોઃ Gutkha Ban: ગુટખા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ, આ રાજ્ય સરકારે ભર્યું મોટું પગલું!