Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી

Rajkot Crime: ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યા છે. અપરાધીઓ બેલગામ બની રહ્યા છે. ગુજરાતમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ખાસ કરીને રાજકોટ જીલ્લલામાં ગુજરાત સરકાર ન હોય તેવા હાલ સર્જાયા છે. રાજકોટમાં અનેક હત્યા-આપઘાત હત્યાના સીલસીલા ચાલું છે. ત્યારે આ જ જીલ્લામાંથી એક 52 નર્સને છરીના ઘા મારી રહેંસી નાખવામાં આવી છે. હાલ પોલીસે નર્સની હત્યા કરનાર પાડોશ કાનજી વાંજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મહિલા મૂળ અમદાવાદના વતની

મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં ઋષિકેશ સોસાયટીમાં રહેતી 52 વર્ષીય ચૌલાબેન પટેલની તેમના પાડોશમાં રહેતા કાનજી વાંજા(ઉ.વ.34) નામના ઈસમે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક મહિલા મૂળ અમદાવાદની રહેવાસી હતી. અને હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી.

આરોપીની ધરપકડ

જાણવા મળી રહ્યું છે કે મૃતક ચૌલાબેન પટેલના ઘરે આરોપીએ આવી બળજબરી કરી હતી. જેનો પ્રતિકાર કરતાં આરોપી કાનજીએ નર્સને છરીના ઘા મારી દીધા હતા. જેમાં તેમનું મોત થઈ ગયું. આ બનાવ અંગે મહિલાના પરિવારજનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

અમદાવાદ સિવિલમાંથી રાજકોટ બદલી થઈ હતી

મૂળ અમદાવાદના વતની ચૌલાબેન ઋષિકેશ સોસાયટીમાં તેમના ઘરની પાછળ જ રહેતા શખસે હત્યા કરી નાખી હતી. આ મહિલા અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા અને ચારેક માસથી તેમની રાજકોટ બદલી થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે નર્સ ભાડાના મકાનમાં રહેતી હતી.

નર્સની હત્યાનો અમદાવાદમાં વિવાદ

રાજકોટમાં નર્સની હત્યાના પડઘાં અમદાવાદમાં પડ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સોએ વિરોધ નોધાવ્યો છે. મોટી સંખ્યામાં મહિલા નર્સ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને આરોપીને કડક સજા કરવાની માગ કરી છે.

રાજકોટ જીલ્લામાં અપરાધિક ઘટનાઓમાં વધારો!

રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા અને અમિત ખૂંટના આપઘાત બાદ ચકચાર મચી ગઈ છે. અહીં રાજકોટ જીલ્લામાં હત્યાઓનો સીલસીલો યથાવત રહ્યો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર ડબલ ખૂનના આરોપ છે. તેમના પુત્ર ગણેશ પર ખૂનના આરોપ છે. આ પહેલા પણ તેણે દલિત સાથે મારપીટ કર્યાના આરોપ છે.

આ પણ વાંચોઃ

Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?

ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

Amreli  Madrasa Demolition: પાકિસ્તાન કનેક્શનના આરોપમાં ઝડપાયેલા મૌલાનાની મદરેસા તોડી પડાઈ

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી
  • October 27, 2025

Ahmedabad  Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલની હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરી સામે આવી છે. મહિલા ડોક્ટરે સારવાર નહીં કરુ કહીં બાળ દર્દીના સગા સાથે હાથચાલાકી કરી હતી. મહિલા ડૉક્ટરે વીડિયો…

Continue reading
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું
  • October 27, 2025

Gujarat Rain forecast : અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં હાલ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે અને રાત્રિ દરમિયાન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 3 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 15 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 20 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 11 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા