
Rajkot: રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યાછે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં મારામારી, હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે જે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે. ત્યારે આજે ફરી એક વાર રાજકોટમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે જેનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે.
150 ફૂટ રીંગ રોડ પર જાહેરમાં મારામારી
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર થયેલી એક ચોંકાવનારી ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક લોકો રોડની વચ્ચે જાહેરમાં એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે. આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ દિવસે દિવસે આવી ઘટનાઓથી શહેરની પ્રજા વચ્ચે ચિંતા વધી રહી છે.
શું છે વાયરલ વીડિયોમાં?
વાયરલ થયેલા વીડિયોમાં એક કારની નજીક કેટલાક વ્યક્તિઓ એકબીજા પર હુમલો કરતા જોવા મળે છે. આ ઘટના શહેરના વ્યસ્ત 150 ફૂટ રિંગ રોડ પર બની, જ્યાં લોકો બેફામ રીતે મારામારી કરી રહ્યા હતા. આ બબાલનું કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ આવી ઘટનાઓથી પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.
Rajkot: 150 ફૂટ રીંગ રોડ પર મારામારીનો વીડિયો વાયરલ #Rajkot #Police #Gujarat #rajkotcitypolice #viralvideo #RajkotCrimeNews #RajkotFight #RajkotAntiSocialElements #thegujaratreport pic.twitter.com/mrN9RTHfbs
— The Gujarat Report (@TGujarat_Report) June 6, 2025
અસામાજિક તત્ત્વો બેફામ
રાજ્યમાં અસામાજિક તત્ત્વોને નાથવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવાય છે. જોકે, આવી ઘટનાઓ દર્શાવે છે કે, કેટલાક લુખ્ખા તત્ત્વો હજુ પણ બેફામ બની રહ્યા છે. રાજકોટમાં આવી ઘટનાઓ હવે નવાઈ નથી રહી, અને સામાન્ય નાગરિકો માટે શહેરમાં સુરક્ષિત રીતે રહેવું દિવસે દિવસે મુશ્કેલ બનતું જાય છે. આવી ઘટનાઓથી શહેરના નાગરિકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર ધોળા દિવસે થતી આવી મારામારીની ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ છે. પોલીસની નિષ્ક્રિયતા કે અસામાજિક તત્ત્વોની બેફામ હરકતોને કારણે શહેરની શાંતિ ખોરવાઈ રહી હોવાનું લાગે છે.
આ પણ વાંચો:
Gujarat Weather Update: ગુજરાતનાઆ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી
UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો
Surat: BRTS બસમાં ડ્રગ્સ બતાવી ઉત્પાત મચાવનાર નશેડી ઝડપાયો, કહ્યું- મને સીટ મળતી ન હતી જેથી મે…
Dwarka: TATA ના કેમિકલથી તળાવોનો નાશ, એક સમયે લોકો પાણી પીતા, આજે શું હાલત? |Part-2
Gujarat Congress ના મહામંત્રી રાજેશ સોનીની ધરપકડ, સ્ટેટ સાયબર ક્રાઈમની કાર્યવાહી
મોરબી જુગાર તોડકાંડ: 51 લાખની ઉચાપતમાં ટંકારા PI વાય.કે. ગોહિલની કચ્છમાંથી ધરપકડ
મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર
Bengaluru Stampede: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ, 4 આરોપીઓની ધરપકડ
Bakrid 2025 : ગુજરાતમાં બકરી ઈદને લઈને જાહેરનામું , જાણો આ વખતે કયા પ્રતિબંધો લાદવામાં આવ્યા