
Raksha bandhan 2025 : રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર છે, જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જેની દરેક ભાઈ-બહેન આતુરતાથી રાહ જોતા હોય છે. શું તમે જાણો છો આ તહેવારનું મહત્વ અને એના સાથે જોડાયેલી પ્રચલિત કથાઓ વિશે કેમ આ તહેવારને આટલું મહત્વ આપવામાં આવે છે. જાણીએ આ તહેવાર સાથે અનેક પ્રચલિત કથાઓ જોડાયેલી છે, જે રક્ષાબંધનના મહત્વ અને ઉદ્દભવને સમજાવે છે.
1. દ્રૌપદી અને શ્રીકૃષ્ણની કથા
મહાભારત સાથે જોડાયેલી આ પ્રચલિત કથા અનુસાર, એક વખત શ્રીકૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. દ્રૌપદીએ તે જોઈને તરત જ પોતાના સાડીનો એક ટુકડો ફાડીને શ્રીકૃષ્ણની આંગળીએ બાંધી દીધો. શ્રીકૃષ્ણ આ ઉપકારથી પ્રભાવિત થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તેઓ હંમેશા તેમનું રક્ષણ કરશે. અને જ્યારે કૌરવોએ દ્રૌપદીનું ચીરહરણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે શ્રીકૃષ્ણે દ્રૌપદીની લાજ બચાવી. આ ઘટના રક્ષાબંધનના રક્ષણના બંધનનું પ્રતીક માનવામાં આવે છે.
2. રાજા બલિ અને દેવી લક્ષ્મીની કથા
પૌરાણિક કથા મુજબ ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં રાજા બલિ પાસેથી ત્રણ લોકો માંગ્યા અને તેમને પાતાળ લોકમાં મોકલી દીધા. રાજા બલિ ભગવાન વિષ્ણુના ભક્ત હતા, અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને વિષ્ણુજીએ તેમની સાથે પાતાળ લોકમાં રહેવાનું વચન આપ્યું. આથી દેવી લક્ષ્મી ચિંતિત થયા. તેમણે રાજા બલિને ભાઈ બનાવીને રાખડી બાંધી અને વિષ્ણુજીને પાછા લઈ ગયા. આ ઘટના રક્ષાબંધનના તહેવારના મૂળ તરીકે પણ જોવામાં આવે છે.
3. યમ અને યમુનાની કથા
એક અન્ય પૌરાણિક કથા અનુસાર, યમુનાએ પોતાના ભાઈ યમ (મૃત્યુના દેવ)ને રાખડી બાંધી હતી. યમુનાના આ પ્રેમથી પ્રસન્ન થઈને યમે વરદાન આપ્યું હતું કે જે બહેન પોતાના ભાઈને રાખડી બાંધશે, તે ભાઈ તેનું રક્ષણ કરશે અને તેને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થશે. આ કથા રક્ષાબંધનના રક્ષણ અને પ્રેમના સંબંધને દર્શાવે છે.
4. રાણી કર્ણાવતી અને હુમાયૂંની કથા
ઐતિહાસિક કથા અનુસાર, મેવાડની રાણી કર્ણાવતીએ બહાદુર શાહના આક્રમણ સમયે મુઘલ સમ્રાટ હુમાયૂંને રાખડી મોકલીને રક્ષણ માટે મદદ માંગી હતી. હુમાયૂંએ આ રાખડીનું સન્માન કર્યું અને રાણીની મદદ માટે આગળ આવ્યા, જોકે તેઓ સમયસર પહોંચી શક્યા નહીં. આ ઘટના રક્ષાબંધનના રક્ષણના વચનને દર્શાવે છે.
આ કથાઓ રક્ષાબંધનના તહેવારના વિવિધ પાસાઓ જેવા કે પ્રેમ, રક્ષણ, અને ભાઈ-બહેનના અતૂટ બંધનને ઉજાગર કરે છે. આ તહેવાર આજે પણ ભારતમાં ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો:
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો