
- વડોદરામાં રક્ષિત ચોરસિયાએ સર્જેલા અકસ્માતનું કરાયું રિકન્સ્ટ્રક્શન
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસિયાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તે માટે તેને કારેલીબાગ વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટા પ્રમાણમાં વસ્તીના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. જણાવી દઈએ કે, રક્ષિતને કોર્ટે એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. તે પછી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
આ પહેલા પોલીસે જણાવ્યું હતુ કે, કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશું ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હતો. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જણાવી દઈએ કે, રક્ષિતે નશો કર્યો છે કે નહીં તેની માહિતી પોલીસે રેપિડ ટેસ્ટ પરથી આપી હતી. જોકે, મેડિકલ ચેકઅપ માટે રક્ષિત અને તેના સાથીદારના લીધેલા બ્લડના સેમ્પલના કોઈ રિપોર્ટ પોલીસે આપ્યા નથી. પોલીસ દ્વારા કરવામાં આવેલા રેપિડ ટેસ્ટમાં સામે આવ્યું છે કે, યુવકોએ ડ્રગ્સનો નશો કરેલો છે.
મળતી માહિતી મુજબ મૃતકમાં હેમાલીબેનનું નામ સામે આવ્યું છે જે ધૂળેટી માટે ખરીદી કરવા નીકળ્યા હતા. તેમના સિવાય જૈની, નિશાબેન અને એક અજાણી બાળકી તથા 40 વર્ષીય વ્યક્તિ પણ અકસ્માતનો ભોગ બની હતી. જેમની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠળ છે. મૃતકાંક વધવાની પણ શક્યતા છે.
વડોદરા પોલીસ દ્વારા આજે રક્ષિત ચૌરસિયાને ક્રાઇમ રી-ક્રિએટ કરવા માટે કારેલીબાગ લાવવામાં આવ્યો હતો !
રક્ષિત હાલ 1 દિવસ ના રિમાન્ડ પર. હોળી ની રાતે રક્ષિતે પુરઝડપે અકસ્માત કર્યો હતો જેમાં 1 મહિલાનું મૃત્યુ અને 8 ગંભીર રીતે ઘાયલ થયા હતા!pic.twitter.com/OsBEZMvHjn
— My Vadodara (@MyVadodara) March 15, 2025