
Reuters X account blocked : પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સનું સત્તાવાર એક્સ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે. આ પગલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, કારણ કે સરકાર કે એક્સ બંનેમાંથી કોઈએ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. આ બાબત મીડિયા સ્વતંત્રતા અને ડિજિટલ સેન્સરશીપ પર ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે.
ભારતમાં રોઇટર્સનું X એકાઉન્ટ બ્લોક
લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શું આ પગલું કોઈ ચોક્કસ રિપોર્ટિંગ માટે લેવામાં આવ્યું છે કે કોઈ ટેકનિકલ કે કાનૂની કારણ છે. જ્યાં સુધી સત્તાવાર સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી લોકો અનેક પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. . આ માત્ર પત્રકારત્વની સ્વતંત્રતાને અસર કરતું નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ નીતિઓ પર પણ પ્રશ્નો ઉભા કરે છે. કેમકે આટલી મોટી સમાચાર એજન્સી હોવા છતા જો તેનો અવાજ દબાવવા માટે આ કરવામાં આવ્યું હોય તો આને કેવી રીતે લોકશાહી કહી શકાય ?
𝐓𝐡𝐞 𝐖𝐡𝐨𝐥𝐞 𝐖𝐨𝐫𝐥𝐝 𝐈𝐬 𝐋𝐚𝐮𝐠𝐡𝐢𝐧𝐠
𝐈𝐧 𝐓𝐫𝐢𝐧𝐢𝐝𝐚𝐝 𝐚𝐧𝐝 𝐓𝐨𝐛𝐚𝐠𝐨
Our Nations stand tall as 𝐏𝐫𝐨𝐮𝐝 𝐃𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐢𝐞𝐬 and Pillars of strength in the modern world.𝐈𝐧 𝐈𝐧𝐝𝐢𝐚
BAN Reuters#ModiInArgentina #Reuters #StopHindiImposition… pic.twitter.com/H7VkM5kCFT— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 6, 2025
ફક્ત ભારતમાં જ બ્લોક કરેલ છે?
રોઇટર્સને બ્લોક કરવાનું કામ ફક્ત ભારતમાં જ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે, કારણ કે રોઇટર્સ એકાઉન્ટ હજુ પણ ભારતની બહારથી ખોલવામાં આવી રહ્યા છે. આના થોડા સમય પછી, @ReutersWorld એકાઉન્ટ પણ ભારતમાં દેખાવાનું બંધ થઈ ગયું. જોકે, ભારત સરકાર, રોઇટર્સ કે X (અગાઉનું ટ્વિટર) દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. હજુ સુધી તે સ્પષ્ટ નથી કે આ કાર્યવાહી કોઈ કાનૂની આદેશ હેઠળ કરવામાં આવી છે કે કોઈ ચોક્કસ સામગ્રીને કારણે.
રસપ્રદ વાત એ છે કે, રોઇટર્સ ટેક ન્યૂઝ, રોઇટર્સ ફેક્ટ ચેક, રોઇટર્સ પિક્ચર્સ, રોઇટર્સ એશિયા અને રોઇટર્સ ચાઇના જેવા રોઇટર્સ સાથે સંકળાયેલા ઘણા અન્ય એકાઉન્ટ્સ હજુ પણ ભારતમાં જોઈ શકાય છે. X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) ની માર્ગદર્શિકા અનુસાર, જો કંપનીને કોર્ટનો આદેશ જેવો માન્ય કાનૂની આદેશ મળે, અથવા સ્થાનિક કાયદાઓના ઉલ્લંઘનનો ઉલ્લેખ કરતો અહેવાલ મળે તો ચોક્કસ દેશમાં કોઈ સામગ્રી અથવા એકાઉન્ટને બ્લોક કરી શકાય છે.
મોદીએ ગઈ કાલે જ લોકશાહી વિશે કરી હતી વાત
મહત્વનું છે કે, ગત 3 જુલાઈ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકશાહી વિશે ઘાનાની સંસદને સંબોધન કરતાં નિવેદન આપ્યું હતું કે, “ભારત લોકશાહીની જનની છે. આપણા માટે લોકશાહી એક વ્યવસ્થા નથી, પરંતુ એક સંસ્કૃતિ છે. હજારો વર્ષોથી લોકશાહીએ ભારતીય સમાજને ગતિ આપી છે.” તેમણે ભારતની વિવિધતાને લોકશાહીની તાકાત ગણાવી અને નોંધ્યું કે ભારતમાં 2,500થી વધુ રાજકીય પક્ષો છે અને 20 જુદા-જુદા પક્ષો વિવિધ રાજ્યોમાં શાસન કરે છે.વધુમાં, તેમણે લેક્સ ફ્રિડમેન સાથેની પોડકાસ્ટ વાતચીતમાં લોકશાહીના મહત્વ પર ભાર મૂક્યો હતો, જણાવ્યું હતું કે, “ટીકા એ લોકશાહીનો આત્મા છે,” અને રચનાત્મક ટીકા નીતિ ઘડતરમાં મદદ કરે છે. તેમણે 2024ની ચૂંટણીઓનો ઉલ્લેખ કરીને ભારતની લોકશાહીની વિશાળતા પર પ્રકાશ પાડ્યો હતો. આ નિવેદનો આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે એવું બતાવવા માંગે છે કે, મોદી લોકશાહીને ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક ફેબ્રિકનો અભિન્ન ભાગ માને છે, જે વિવિધતા, સર્વસમાવેશકતા અને રચનાત્મક સંવાદ દ્વારા મજબૂત બને છે.
આવી કેવી લોકશાહી?
આમ ગઈ કાલે લોકશાહીની મોટી મોટી વાતો કરવામાં આવી અને તે જ દિવસે લોકશાહીનું હનન આ તો કેવી લોકશાહી કહેવાય ? સરકારની ટીકા કરવી અને સચ્ચાઈ બતાવવી શું ગુનો છે? હવે ભાજપ સરકારને પોતાની ટીકા સહન નથી થતી તેથી તે મીડિયાનું ગળું દબાવીને તેનો અવાજ બંધ કરવાની કોશિશ કરે છે તેમ લાગી રહ્યું છે.
રોઇટર્સ સરકારની કરે છે ટીકા
ત્યારે રોઇટર્સ, જે એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી, પોતાને નિષ્પક્ષ અને સ્વતંત્ર પત્રકારત્વ માટે પ્રતિબદ્ધ ગણાવે છે તેમાં મોદી સરકારની નીતિઓ, હિન્દુ રાષ્ટ્રવાદ, અથવા અન્ય સંવેદનશીલ મુદ્દાઓની ટીકા કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, રોઇટર્સે 2018માં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં મોદી સરકાર દ્વારા નિયુક્ત એક સમિતિ દ્વારા ભારતના ઇતિહાસને ફરીથી લખવાના પ્રયાસોની ચર્ચા કરવામાં આવી હતી, જેને કેટલાકે હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડા તરીકે જોયું
2024માં, રોઇટર્સે અહેવાલ આપ્યો કે મોદીની ચૂંટણીમાં અપેક્ષિત બહુમતી ન મળવી અને વિપક્ષની મજબૂતી, જેને ભાજપના સમર્થકોએ નકારાત્મક કવરેજ તરીકે જોયું
આ ઉપરાંત, 2024ના ડિસેમ્બરમાં, ભાજપે રોઇટર્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયા પર આરોપ લગાવ્યો હતો કે તેઓ અદાણી જૂથના મુદ્દે મોદી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
બીજી તરફ, રોઇટર્સે મોદીની સિદ્ધિઓ, જેમ કે 2019ની ચૂંટણીમાં તેમની જીત અને આર્થિક સુધારાઓ, પર પણ અહેવાલ આપ્યો છે, જે નિષ્પક્ષતાનો સંકેત આપે છે.
પક્ષી નેતાઓના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે રોઇટર્સના અહેવાલોને કેટલાક લોકો દ્વારા મોદી વિરોધી તરીકે જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 2024ની ચૂંટણીમાં વિપક્ષની મજબૂતી અને મોદીની બહુમતી ગુમાવવાના અહેવાલોને ભાજપના સમર્થકોએ નકારાત્મક કવરેજ તરીકે જોયું
આ ઉપરાંત, 2024ના ડિસેમ્બરમાં ભાજપે રોઇટર્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયા પર આરોપ લગાવ્યો કે તેઓ અદાણી જૂથના મુદ્દે મોદી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
રોઇટર્સ વિશે જાણો
રોઇટર્સ, 1851માં પોલ જુલિયસ રોઇટર દ્વારા સ્થપાયેલી, વિશ્વની અગ્રણી સમાચાર એજન્સીઓમાંની એક છે. તે થોમસન રોઇટર્સનો ભાગ છે, જેનું મુખ્ય મથક લંડનમાં છે. રોઇટર્સ વૈશ્વિક સમાચાર, બિઝનેસ, નાણાં, રાજકારણ અને રમતગમત પર નિષ્પક્ષ અને ચોક્કસ અહેવાલ આપે છે. તે 200થી વધુ દેશોમાં 16 ભાષાઓમાં સમાચાર પૂરા પાડે છે, જેમાં દૈનિક લાખો શબ્દોનું પ્રકાશન થાય છે. તેની “ટ્રસ્ટ પ્રિન્સિપલ્સ” નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને પ્રાથમિકતા આપે છે. રોઇટર્સ ફોટોગ્રાફી, વિડિયો અને ડેટા વિશ્લેષણમાં પણ મોખરે છે, અને તેની સેવાઓ વૈશ્વિક મીડિયા, નાણાકીય સંસ્થાઓ અને વ્યવસાયો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
શું ભાજપ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓને ગોદી મીડિયા બનાવવા માંગે છે ?
આંતરરાષ્ટ્રીય મીડિયા પ્રામાણિકપણે કામ કરે છે અને તેથી જ તેમને આવા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. આ કાર્યવાહી બાદ ,સવાલ થઈ રહયા છે કે શું મોદી સરકાર ઇચ્છે છે કે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ પણ ગોદી મીડિયા જેવા ગોદી મીડિયાની જેમ કામ કરે ?