
Russia tests powerful nuclear torpedo: હાલમાં રશિયા-યુક્રેન વચ્ચે વોરની સ્થિતિ છે અને અમેરિકા સાથે સંબંધો વણસ્યા છે તેવે સમયે રશિયા હવે પરમાણુ હથિયારોનું પરિક્ષણ કરી ચેતવણી આપી રહ્યું છે અગાઉ લાંબા અંતરની અદ્રશ્ય પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ હવે સમુદ્રના પાણીમાંથી હુમલો કરવા સક્ષમ દુનિયાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલ એટલે કે ટોરપીડોનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરી વિશ્વને ચોંકાવ્યું છે.
રશિયા જમીન તેમજ સમુદ્રી માર્ગેથી પણ અમેરિકા પર હુમલો કરવા સક્ષમ છે. રશિયાએ જેનું પરિક્ષણ કર્યું તે 20 મીટર લાંબા આ ટોરપીડોનું વજન 100 ટનથી વધુ છે જે સમુદ્રમાં રેડિયોએક્ટિવ લહેરો પેદા કરી સુનામી લાવી શકે છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પોતેજ આ માહિતી આપતા જણાવ્યું હતું કે અમે દુનિયાના સૌથી શક્તિશાળી ન્યૂક્લીયર પાવર્ડ અન્ડરવોટર વ્હીકલ (યુયુવી)નું સમુદ્રમાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે જે વિશ્વમાં કોઇપણ દેશ આ ટોરપીડોને ટક્કર આપી શકે તેમ નથી.
આ હથિયાર રેડિયોએક્ટિવ સમુદ્રી લહેરો પેદા કરીને ભયાનક સુનામી લાવી દુનિયાના કોઈપણ શહેરોને તબાહ કરી શકે છે. રશિયાએ આ સબમરીન દ્વારા છોડવામાં આવતી પરમાણુ મિસાઇલ એટલે કે ટોરપીડોનું પરીક્ષણ કરી ચેતવણી આપી છે. હાલમાં જ્યારે યુક્રેન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે અને અમેરિકા તરફથી રશિયા ઉપર દબાણ વધી રહ્યુ છે ત્યારે પુતિને હવે પરમાણુ હથિયારોના પરીક્ષણ ચાલુ કર્યા છે.
અમે પહેલી વખત ન માત્ર સબમરીનથી લોન્ચ એન્જિન સાથે આ ટોરપીડો છોડયો સાથે સાથે પરમાણુ ઉર્જા પણ એક્ટિવ કરી જેના પર આ ઉપકરણ છોડા સમય માટે ચાલ્યું. આ એક મોટી સફળતા છે. આ ટોરપીડો પોસાઇડનની તાકાત સમુદ્રી મિસાઇલ સારમતથી પણ વધુ છે. નોંધનીય છે કે પોસાઇડન પાણીની અંદર લોન્ચ થાય છે અને દુશ્મનોના જહાજ કે તટ પર હુમલો કરે છે. તેથી તેને ટોરપીડોની કેટેગરીમાં રાખવામાં આવે છે. પોસાઇડન ૨૦ મીટર લંબાઇ ધરાવે છે જેનું વજન આશરે ૧૦૦ ટન જેટલુ હોય છે અને રશિયા આને ઇન્ટરકોન્ટિનેટલ ન્યૂક્લીયર ટોરપીડો તરીકે પણ ઓળખે છે. આ એક પ્રકારનું પરમાણુ સંચાલિત ડ્રોન છે જે સમુદ્રમાં તટીય શહેરોેને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ સમુદ્રી ડ્રોન મિસાઇલ ૧૦ હજાર કિમી સુધી જવાની ક્ષમતા ધરાવે છે. એટલુ જ નહીં સમુદ્રમાં પરમાણુ વિસ્ફોટ કરીને સુનામી પણ પેદા કરી શકે છે. રશિયાના આ પોસાઇડની અનંત રેન્જમાં વિશ્વનું કોઇ પણ શહેર કે સમુદ્રી સ્થળ આવી શકે છે. અમેરિકાના ન્યૂયોર્ક, વોશિંગ્ટન, લોસ એન્જલ્સ, ,સૈન ફ્રાંસિસ્કો, બ્રિટનના લંડન, ફ્રાંસના બ્રેસ્ટ અને માર્સેલ, જાપાનના ટોક્યો, ઓસ્ટ્રેલિયાના સિડની વગેરે મોટા શહેરોને પણ ભારે નુકસાન પહોંચાડી શકે તેવી ક્ષમતા ધરાવે છે. રશિયાએ કરેલા આ પરીક્ષણથી પરમાણુ યુદ્ધની શક્યતાઓ વધતા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહયા છે.
આ પણ વાંચો:
BJP માં અસંતોષ, જૂથવાદ અવિશ્વાસ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર વકર્યો!, હવે ચલાલા ભાજપમાં થયો નવો ડખ્ખો!
Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી










