
Russia Plane Crash: રશિયામાં AN-24 ટ્વીન ટર્બોપ્રોપ પેસેન્જર પ્લેન ક્રેશ થયાની માહિતી મળી રહી છે. આ પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત લગભગ 50 લોકો સવાર હતા. જેમાં તમામ લોકોના મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આ પ્લેનનો ATC એટલે કે એર ટ્રાફિક કંટ્રોલર સાથે સંપર્ક તૂટી ગયો છે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટના ચીન સરહદ નજીક અમુર ક્ષેત્રમાં બની છે.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ વિમાન બ્લાગોવેશેન્સ્કથી ટિંડા સુધી લગભગ 570 કિલોમીટર ઉડાન ભરી રહ્યું હતું. વિમાનમાં લગભગ 50 લોકો સવાર હતા, જેમાં છ ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો ATC સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ ખબર પડી છે કે વિમાન ક્રેશ થઈ ગયું હતુ. આ દુર્ઘટનામાં કોઈને જીવ બચ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ વિમાન જંગલ વિસ્તારમાં ક્રેશ થયું છે. જેના કારણે જમીન પર રહેલા લોકોને નુકસાન થયું નથી.
🚨PLANE CRASH
A passenger plane carrying 49 people crashed in Russia’s Amur region with no survivors reported💔
Burning wreckage was found on a mountain slope.
RIP 🙏#Russian #passenger #planecrash #amur #RussiaPlaneCrash #Russia #ANGARA pic.twitter.com/7506kVv7Lq
— Make Europe Great Again – M.E.G.A (@ScaryEurope) July 24, 2025
રેસ્કયૂ વિભાગોએ જણાવ્યું છે કે વિમાન તેના ગંતવ્ય સ્થાનથી કેટલાક કિલોમીટર દૂર રડારથી ગાયબ થઈ ગયું હતું. શોધ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આ વિસ્તાર મોટાભાગે બોરિયલ જંગલ (તાઈગા) થી ઢંકાયેલો છે, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેરમાંં આવી જ એક મોટી પ્લેન દુર્ઘટના થઈ હતી. જેમાં એર એન્ડિયામાં સવાર 242 લોકોમાંથી એક જ વ્યકિતનો જીવ બચ્યો હતો. જ્યારે જમીન પરના લોકોના પણ આ ઘટના મોત થઈ ગયા હતા. ત્યારે વિશ્વમાં વારંવાર બની રહેલી વિમાન દુર્ઘટનાઓએ લોકોની ચિંતમાં વધારો કર્યો છે.
અંગારા એરલાઇન્સનું પ્લેન
રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ વિમાન રશિયાના પૂર્વીય અમુર ક્ષેત્રમાં ઊડી રહ્યું હતું. અમુરના ગવર્નર વેસિલી ઓર્લોવે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ગુમ થયેલું વિમાન અંગારા એરલાઇન્સનું છે.
આ પણ વાંચો:
Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન