
ડોનાલ્ટ ટ્રમ્પના રશિયા( Russia )પાસેથી તેલ નહિ ખરીદવા અને કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવવાની કાર્યવાહીની અસર હવે દેખાઈ રહી છે અને તાકાતવર ગણાતા રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ઓઈલ સામ્રાજ્યને મોટો ફટકો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. રશિયાની સૌથી મોટી ઓઈલ કંપની લુકોઈલે મોટી જાહેરાત કરી છે કે, તે પોતાની વિદેશી કંપનીઓ વેચી નાખશે.
રશિયાની સૌથી મોટી ઓઈલ કંપની લુકોઈલે (Russian Oil Company Lukoil) સત્તાવાર જાહેરાત કરી છે કે, ‘યુક્રેન યુદ્ધના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા (US President Donald Trump) ગત સપ્તાહે અમારા પર પ્રતિબંધ લાદી દેતાં અમારે ન છૂટકે અમારી આંતરરાષ્ટ્રીય સંપત્તિઓ વેચી નાખવી પડશે.’ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, ટ્રમ્પ યુક્રેન વિરુદ્ધ રશિયાને યુદ્ધ અટકાવવા માટે મજબૂર કરવા માંગે છે,પરિણામે તેઓએ અમારી કંપની પર પ્રતિબંધ લગાવ્યો હતો અને આ જ કારણે અમે અમારી સંપત્તિઓ વેચવા મજબૂર બન્યા છે.’
લુકોઈલે નિવેદનમાં કહ્યું ‘અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા બાદ અમે 21 નવેમ્બર સુધી ક્રૂડ ઓઈલની લેવડ-દેવડ કરી શકીશું. આ કારણે અમે સંભવિત ખરીદદારોને તેલ ખરીદી માટે સમજૂતી કરવા ચર્ચા કરી રહ્યા છે અને અમે તે સમજૂતીઓ પ્રતિબંધના સમયગાળામાં પૂરો કરી દઈશું.’ રિપોર્ટ મુજબ લુકોઈલ 11 દેશોમાં તેલ-ગેસ પ્રોજેક્ટમાં ભાગીદારી ધરાવે છે, જેમાં બલ્ગેરિયા અને રોમાનિયામાં રિફાઈનરી તેમજ નેધરલેન્ડ્સની એક રિફાઇનરીમાં 45 ટકા ભાગીદારી સામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની બે મોટી ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેની વ્યાપક અસર થઈ છે આ પ્રતિબંધોને કારણે રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનના ઓઈલ સામ્રાજ્યના ગઢના કાંગરા ખરવા માંડયા છે અને તેની મોટી અસર રશિયાની સૌથી મોટી ઓઈલ કંપની લુકોઈલે કરેલી આ જાહેરાત છે જે પોતાની વિદેશી કંપનીઓ વેચી નાખવા મજબૂર બનતા ઓઇલની મોટી નિકાસ અટકી જશે જેનો મોટો આર્થિક ફટકો રશિયાને પડશે બીજી તરફ પુતિને પણ અમેરિકા સામે બાયો ચડાવી છે અને પરમાણુ કરાર રદ કરવા સહિત લાંબા અંતરની પરમાણુ મિસાઈલનું પરિક્ષણ કરતા હવે બન્ને મહાસત્તા વચ્ચે તણાવ વધ્યો છે.
આ પણ વાંચો:








