Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • World
  • August 5, 2025
  • 0 Comments

Russia Ukraine war: એક બાજુ તો રશિયા અને અમેરિકા યુક્રેનના યુદ્ધમાં સંપૂર્ણ રીતે ભાગ લઈ રહ્યું હોય તેવું લાગે છે. તે વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે તેમના દળો યુદ્ધમાં માત્ર રશિયન સૈનિકો જ નહીં પરંતુ વિદેશી ભાડૂતી સૈનિકો સામે પણ લડી રહ્યા છે. રશિયામાં સૈનિકો મોકલવા માટે તેમણે જે દેશોના નામ આપ્યા છે તેમાં ચીન, પાકિસ્તાન, તાજિકિસ્તાન , ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.

અમેરિકા પછી હવે ચીન અને પાકિસ્તાન રશિયા – યુક્રેન યુદ્ધમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે. આ દાવો મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આ વાત કોઈ અખબાર કે અહેવાલમાં કહેવામાં આવી નથી પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પોતે કહી છે. તેમનો દાવો છે કે રશિયાઅમેરિકા વતી લડવા માટે ચીન અને પાકિસ્તાનથી ભાડૂતી સૈનિકો આવી રહ્યા છે.

ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે તેઓ યુક્રેનિયન સેનાની 17મી મોટરાઇઝ્ડ ઇન્ફન્ટ્રી બટાલિયનના સૈનિકોને મળ્યા . અહીં તેમણે વોવચાન્સ્ક વિસ્તારની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે તેઓ યુદ્ધના મોરચે તૈનાત કમાન્ડરોને મળ્યા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું – ‘ અમારા સૈનિકો અહેવાલ આપી રહ્યા છે કે ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન અને આફ્રિકન દેશોના ભાડૂતી સૈનિકો યુદ્ધમાં ભાગ લઈ રહ્યા છે. અમે આનો જવાબ આપીશું. ‘

પાકિસ્તાને શું જવાબ આપ્યો?

પાકિસ્તાને ઝેલેન્સકીના આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે અને તેને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે અત્યાર સુધી યુક્રેનિયન સરકારે ઔપચારિક રીતે પાકિસ્તાનનો સંપર્ક કર્યો નથી કે આવા આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. પાકિસ્તાને પોતાનું નિવેદન જારી કરવામાં બિલકુલ વિલંબ કર્યો નથી કારણ કે ઝેલેન્સકીનો આ દાવો અમેરિકા સાથેના તેના સંબંધો માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આ પહેલી વાર નથી જ્યારે ઝેલેન્સકીએ વિદેશી લડવૈયાઓ પર યુદ્ધમાં જોડાવાનો આરોપ લગાવ્યો હોય. અગાઉ, તેમણે રશિયા પર ચીની લડવૈયાઓની ભરતી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જેનો બેઇજિંગે ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત, ઉત્તર કોરિયાના સૈનિકોને કુર્સ્ક ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા હોવાના અહેવાલો પણ આવ્યા છે. જોકે આમાં પહેલીવાર પાકિસ્તાનનું નામ લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War

યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો, ‘રશિયાએ 150 ડ્રોનથી હુમલો કર્યો’

મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

Moradabad Burqa Women: બુરખો પહેરેલી મહિલાના પ્રાઇવેટ પાર્ટને દબાવીને ભાગી ગયો યુવક, યોગીના રાજમાં રસ્તાઓ પર પણ મહિલાઓ નથી સલામત

BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા

 

 

Related Posts

AI ગર્લફ્રેન્ડથી પ્રખ્યાત રોબોટ ‘મેલોડી’ શું કરી શકે છે?, જાણી દંગ રહી જશો
  • August 3, 2025

AI girlfriend ‘Melody’ robot: આજના ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ માનવજીવનના દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આવી જ એક નવીન શોધ છે ‘મેલોડી’ નામનું AI આધારિત રોબોટ, જેને…

Continue reading
Train Accident in Pakistan: ઇસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 30 મુસાફરો ઘાયલ
  • August 2, 2025

Train Accident in Pakistan: પાકિસ્તાનમાં ફરી એકવાર ટ્રેન અકસ્માત થયો છે. જેમાં લાહોર નજીક ઇસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આમાં લગભગ 30 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 4 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 3 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 16 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 18 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 7 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 28 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?