
Sabarkantha: રાજ્યમાં ચોમાસાના પહેલા વરસાદમા જ મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ બારેમેઘ ખાંગા થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે સાબરકાંઠા જીલ્લામાં અવિરત વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને મોટાભાગે મગફળીના પાકને નુકસાન ની ભીતી સેવાઈ છે પાકમાં ફુગજન્ય રોગ પણ જોવા મળ્યો છે.
ભારે વરસાદને પગલે ખેડૂતોને પડતા પર પાટુ
મળતી માહિતી મુજબ સાબરકાંઠા જીલ્લામાં આ વખતે તમામ તલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ખેડુતોને ભારે નુકશાન થઈ રહ્યુ છે એક તો વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા હતા તો અનેક એવા ખેતરો છે કો જેનું ધોવાણ થયું હતું જેના કારણે બીયારણ સહિત પાકને પણ ભારે નુકશાન થયુ છે. અમુક ખેતરો તો એવા છે કે જેમાં વરસાદી પાણી ભરાયા છે તે હજુ સુધી નિકળ્યા જ નથી અને મગફળીના છોડ બગડવા લાગ્યા છે તો આ ઉપરાંત છોડમાં ફુગજન્ય રોગ પણ જોવા મળ્યા છે એક તો રોગ અને ખેતરમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેને લઈ ખેડુતોને પડતા પર પાટુ સમાન પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.
વરસાદી પાણી ભરાવાથી ખેડૂતોને નુકસાન
નોંધનીય છે કે, સાબરકાંઠા જીલ્લામાં અત્યાર સુઘી 57 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે જેના કારણે કેટલાક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જ્યારે પાણી ઉતરે ત્યારે કોઈ દવાનો છંટકાવ કરાય તેવુ છે પરંતુ પાણી ઉતરતા જ નથી અને વરસાદ આવી જાય છે જેનો લઈને ખેડુતોના પાકને નુકસાન થઈ રહ્યુ છે તો ખેતી વિભાગ દ્રારા પણ પાક નુકસાન માટે ખેડુતોના અભિપ્રાય લેવાનું શરૂ કર્યુ છે જે નિરિક્ષણ બાદ કામગીરી હાથ ધરાશે તો સતત પાણી ભરાવાને લઈ ફુગનો ઉપદ્રવ થયો છે તેમાં પણ યોગ્ય દવાઓનો છંટકાવ કરવામાં આવે તો ફુગ નિયંત્રણ થઈ શકે તેમ છે પરંતુ હાલ પ્રશ્નએ ઉભો થયો છે કે ખેતરમાં પાણી માંડ ઉતરે છે અને વરસાદ વરસી પડે છે અને ખેતરો ભરાઈ જાય છે. હજુ તો જીલ્લામાં અડધુ જ વાવેતર થયું છે અને બીજુ વાવેતર ખેડુતોને કરવું છે પરંતુ સતત વરસાદી માહોલને લઈ ખેડુતો વાવેતર પણ કરી શકતા નથી.
હજુ પણ ભારે વરસાદની આગાહી
વરસાદ બંધ ન થતા ખેડુતોને ભારે નુકશાનની ભીતી સેવાઈ રહી છે. વરસાદને પગલે ખેતરમાં પાણી ભરાઈ જાય છે અને ખેડૂતોને બીજુ વાવેતર કરવુ છે પરંતુ ખેતરમાં ટ્રેક્ટર પણ જઈ શકતા નથી એટલો હાલ તો ખેડુત બધી બાજુથી ઘેરાયો છે અને હજુ તો હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી કરી છે.
અહેવાલ : ઉમંગ રાવલ
