
16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન સાથે બનેલી ઘટનાએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે કે તે રાત્રે ખરેખર શું બન્યું હતું? હુમલા પછી પહેલીવાર સૈફ અલી ખાનનું નિવેદન આવ્યું છે. મુંબઈ પોલીસે સૈફનું નિવેદન નોંધ્યું છે, જેમાં તેણે સમગ્ર ઘટના વિશે જણાવ્યું છે. છરી હુમલાના સંદર્ભમાં મુંબઈની બાંદ્રા પોલીસે સૈફ અલી ખાનની પૂછપરછ કરી છે. સૈફે જણાવ્યું કે 16 જાન્યુઆરીની રાત્રે, તે અને તેની પત્ની કરીના કપૂર 11મા માળે તેમના બેડરૂમમાં હતા ત્યારે તેમને તેમની નોકરાણીએ બૂમો પાડી હતી. સૈફે કહ્યું મેં હુમલાખોરને પકડી લીધો હતો. વખતે હુમલાખોરે પીઠ, ગરદન અને અન્ય ભાગોમાં છરી વડે હુમલો કર્યો હતો.
મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સૈફ અલી ખાને કહ્યું કે જ્યારે તેણે તેની નોકરાણીની ચોસો સાંભળી ત્યારે તે બંને જહાંગીરના રૂમ તરફ દોડી ગયા. આ રુમમાં અજાણ્યા શખ્સને જોયો હતો. આ દરમિયાન સૈફનો પુત્ર જહાંગીર પણ રડી રહ્યો હતો. સૈફે કહ્યું કે જ્યારે હુમલાખોરે તેને છરી મારી ત્યારે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયોહતો અને કોઈક હુમલાખોરની ચૂંગાલમાંથી છોડાવ્યો હતો. જે કે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં, અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ તેમના ઘરે છે.
આ પણ વાંચોઃ ગુજરાતથી દરરોજ એસી વોલ્વો કુંભ મેળામાં જવા માટે ઉપડશે